Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી જિલ્લામાં ચોમાસાની વિધિવત શરૂઆત:વહેલી સવારથી તોફાની પવન સાથે મેઘમહેર, જલાલપોરમાં સવા ઇંચ વરસાદ

    एक दिन पहले

    નવસારી જિલ્લામાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ છે. સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી હતી. વહેલી સવારથી જ નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો. નવસારી કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, ગત રાત્રે 10:00 વાગ્યાથી આજે સવારે 06:00 વાગ્યા સુધીમાં જિલ્લામાં નોંધાયેલા વરસાદના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન જલાલપોર પંથકમાં સૌથી વધુ સવા ઇંચ (લગભગ 31.75 MM) વરસાદ નોંધાયો હતો. નવસારી શહેરમાં પણ ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો, જ્યારે અન્ય તાલુકાઓમાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ આકાશ વાદળછાયું રહ્યું છે. ઉપરવાસમાં અને સ્થાનિક વિસ્તારમાં થયેલા વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નદીઓની જળસપાટીમાં વધારો નોંધાયો છે. જોકે, તમામ નદીઓ હાલ ભયજનક સપાટીથી ઘણી નીચે વહી રહી છે. પૂર્ણા નદીની વર્તમાન સપાટી 8 ફૂટ છે, જેની ભયજનક સપાટી 23 ફૂટ છે. અંબિકા નદી 11 ફૂટ પર વહી રહી છે, જ્યારે તેની ભયજનક સપાટી 28 ફૂટ છે. કાવેરી નદીની વર્તમાન સપાટી 8 ફૂટ છે, જેની ભયજનક સપાટી 18 ફૂટ છે. તંત્ર એલર્ટ મોડ પર છે. વરસાદી આગમનની સાથે જ નવસારી જિલ્લાના જળાશયોમાં પણ નવા પાણીની આવક શરૂ થઈ છે. જિલ્લાના મુખ્ય બે ડેમની વર્તમાન સ્થિતિ નીચે મુજબ છે: જૂજ ડેમની સપાટી 147.80 ફૂટ પર પહોંચી છે, જ્યારે તેનો ઓવરફ્લો લેવલ 167.5 ફૂટ છે. કેલીયા ડેમની સપાટી 99.13 ફૂટ નોંધાઈ છે, જેનો ઓવરફ્લો લેવલ 113.5 ફૂટ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 થી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં હજુ પણ ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહબાળનું સફળ રેસ્ક્યુ:જૂનાગઢની વાળંદ સોસાયટીમાં વહેલી સવારે કૂવામાં પડેલા સિંહબાળને એક કલાકની ભારે જહેમત બાદ સલામત બહાર કઢાયું
    Next Article
    જામનગરમાં મોહરમની નિયાઝમાં ધકામુક્કી બાદ ધીંગાણું:સોઢા ફળીમાં બાળકોની મામૂલી તકરાર બાદ પથ્થરમારો; 5 વ્યક્તિઓ લોહીલુહાણ થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment