Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‎વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે વહીવટી તંત્ર સામે આક્રોશ:પાલનપુરના પથીકાશ્રમને તોડવાની કામગીરી શરૂ

    12 hours ago

    બનાસકાંઠા જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા 48 સદસ્યો હજુ સત્તાના સોગંધ લે તે પહેલા જ પાલનપુરનું પથિકાશ્રમ તોડવાની કામગીરી શરૂ થઈ છે, વર્ષ 2022માં તત્કાલીન કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત બોડીએ કલેક્ટર કચેરી સદરપુર ન જાય તે માટે પથિકાશ્રમની જગ્યા કલેક્ટર હસ્તક કરી દીધી હતી. હવે જ્યારે નવી કલેક્ટર કચેરી માટે તોડકામ શરૂ થયું છે, ત્યારે સદસ્યો માટે વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. પાલનપુરના પથિકાશ્રમનો મુદ્દો અત્યારે ગરમાયો છે, પરંતુ વર્ષ 2022માં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું. નવી કલેક્ટર કચેરી શહેરની બહાર સદરપુર ખાતે ન જાય અને લોકોના હિતમાં જોરાવર પેલેસ સંકુલમાં જ રહે તે હેતુથી કોંગ્રેસની બોડીએ એક મહત્વનો ઠરાવ કર્યો હતો. આ ઠરાવ મુજબ, જિલ્લા પંચાયત હસ્તકનો પથિકાશ્રમ કલેક્ટર કચેરીના નિર્માણ માટે સોંપી દેવાયો હતો, બદલામાં પંચાયતે નવા પથિકાશ્રમ માટે અન્યત્ર જગ્યાની માંગ કરી હતી. હાલમાં જ્યારે ભાજપ પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી રહ્યું છે, ત્યારે જિલ્લા કલેક્ટરે પથિકાશ્રમના રૂમો તોડવાનો આદેશ કરતા વિવાદ જાગ્યો છે. 48 સદસ્યો માટે હવે જિલ્લા મથકે રોકાવા માટે કોઈ સરકારી વિશ્રામ ગૃહ બચ્યું નથી. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કાર્યકરોમાં નારાજગી છે કે, પથિકાશ્રમ તોડતા પહેલા નવા પથિકાશ્રમનું ઠેકાણું નક્કી કેમ ન કરાયું? આ સમગ્ર વિવાદ અંગે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે " પથિકાશ્રમની જગ્યા નિયમ મુજબ પંચાયતે જ કલેક્ટર કચેરીને સોંપી હતી. નવા પથિકાશ્રમ માટે જગ્યા ફાળવવાના પ્રશ્ને તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પણ જિલ્લા પંચાયત દ્વારા નવી જગ્યા માટેની સત્તાવાર દરખાસ્ત રજૂ કરાશે, ત્યારે જ તે બાબતે યોગ્ય નિર્ણય લેવાશે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:એપ્રિલ મહિનામાં વીજ વપરાશમાં 358 કરોડ યુનિટ સાથે 33%નો વધારો નોંધાયો, ગરમી વધતાં 45 દિવસની માંગ 30 દિવસમાં જ પૂરી
    Next Article
    મતીરાળા-કૃષ્ણગઢ રોડ પર ગંભીર અકસ્માત:મતીરાળા નજીક બાઇક અને મીની ટ્રકની ટક્કરે ત્રણને ઇજા, 1 ગંભીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment