Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:એપ્રિલ મહિનામાં વીજ વપરાશમાં 358 કરોડ યુનિટ સાથે 33%નો વધારો નોંધાયો, ગરમી વધતાં 45 દિવસની માંગ 30 દિવસમાં જ પૂરી

    13 hours ago

    DGVCLમાં એપ્રિલમાં 358 કરોડ યુનિટ વીજ વપરાશ નોંધાયો છે. સામાન્ય રીતે દોઢ મહિનામાં જેટલો વપરાશ થાય છે, એટલો જ વપરાશ આ વખતે માત્ર 30 દિવસમાં જ નોંધાયો છે. ઘરેલુ વપરાશમાં એસી, કૂલર જેવાં ઉપકરણોનો ઉપયોગ વધતાં વીજળીની માંગ સતત ઊંચી રહી છે. ટેક્સટાઈલમાં મંદી વચ્ચે ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાં વીજ વપરાશ 10 ટકા ઘટ્યો છે. જો કે, ઘરેલું અને કોમર્શિયલ સેગમેન્ટમાં વધેલા વપરાશને કારણે કુલ વીજ માંગ રહી છે. દિવસે ઉદ્યોગો અને રાત્રે ઘરોમાં લોડ વધતાં સિસ્ટમ પર સતત પ્રેશર રહે છે. દિવસે ઉદ્યોગો-રાત્રે ઘરોમાં લોડ વધતાં સિસ્ટમ પર સતત પ્રેશર છેલ્લા 30 દિવસમાં કુલ 358.02 કરોડ વીજ યુનિટનો ઉપયોગ આ રીતે નોંધાયો જો કે, ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારોના વીજ વપરાશમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સૌથી વધુ, ઓછો વપરાશ સૌથી વધુ વીજ વપરાશ 18 એપ્રિલે 12.27 કરોડ યુનિટ હતો, જ્યારે સૌથી ઓછો 5 એપ્રિલે 11.54 કરોડ યુનિટ હતો. રવિવારે ઉદ્યોગો બંધ રહેતાં વપરાશ ઘટે છે. સરેરાશ અને ટ્રેન્ડ રોજ સરેરાશ 11.93 કરોડ યુનિટ વપરાશ નોંધાયો છે. 1 એપ્રિલના 11.6 કરોડ યુનિટ અંતિમ સપ્તાહમાં 12 કરોડને પાર થયા હતા. મેમાં વીજ ડિમાન્ડ હજુ વધશે અધિકારીએ કહ્યું કે, ‘સાંજે અને રાત્રે પીક લોડ વધ્યો છે. આગામી મહિનાઓમાં વીજ ડિમાન્ડ હજુ વધુ વધે તેવી શક્યતા છે.’
    Click here to Read More
    Previous Article
    કાઉન્સેલિંગ:સાસરી પક્ષે ગેસ ન અપાવ્યો તો પરિણીતાએ ઝાંઝરી વેચીને સગડી-બાટલો ખરીદતાં ઘરમાં ઝઘડો થયો
    Next Article
    ‎વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે વહીવટી તંત્ર સામે આક્રોશ:પાલનપુરના પથીકાશ્રમને તોડવાની કામગીરી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment