Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાઉન્સેલિંગ:સાસરી પક્ષે ગેસ ન અપાવ્યો તો પરિણીતાએ ઝાંઝરી વેચીને સગડી-બાટલો ખરીદતાં ઘરમાં ઝઘડો થયો

    14 hours ago

    પાલનપુરમાં સંયુક્ત પરિવારમાં રહેતી પરિણીતાને રસોઇ કરવામાં તકલીફ પડતી હતી. ગેસનો બાટલો લાવવા માટે વારંવાર કહેવા છતાં કોઇ સાંભળતું ન હતુ. આથી તેણીએ સાસરી પક્ષે ચઢાવેલી ઝાંઝરી વેચી જાતે જ ગેસનો બાટલો અને સગડી ખરીદી લાવી હતી. જેને લઇ ઘરમાં ઝઘડો થયો હતો. દરમિયાન પાલનપુર મહિલા સહાયતા કેન્દ્રની મદદ લેતાં કાઉન્સેલરે તેમની વચ્ચે સમાધાન કરાવ્યું હતુ. આ અંગે પાલનપુર મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર જીગીશાબેન તરાલે જણાવ્યું હતું કે, પાલનપુરમાં રહેતા પરિવારમાં પરણાવેલી પરિણીતા સંયુકત પરિવારમાં રહેતી હતી. નાની નાની બાબતોમાં પતિ, સાસુ અને નણંદ શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા. બધાની રસોઇ બનાવવા માટે તકલીફ પડતી હતી. આથી તેણીએ ગેસનો બાટલો અને સગડી વસાવવા માટે વારંવાર વિનંતીઓ કરી હતી. જોકે, તેની વાત કોઇ સાંભળતું ન હતુ. આથી તેણીએ સાસરી પક્ષ દ્વારા ચઢાવવામાં આવેલી ચાંદીની ઝાંઝરી વેચી દીધી હતી. અને તે નાણાંમાંથી નવો ગેસનો બાટલો અને સગડી ખરીદી હતી. આ બાબતને લઇ છેલ્લા એક માસથી પતિ, સાસુ અને નણંદ દ્વારા ત્રાસ ગુજારાતો હતો. આથી પરિણીતાએ પાલનપુર પોલીસ સ્ટેશન બેઇઝડ સ્પોર્ટ સેન્ટરની મદદ માંગી હતી. પરિણીતાના પરિવારને સેન્ટર ઉપર બોલાવી બેઠક કરી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં પરિવારજનોના વલણમાં સુધારો આવ્યો હતો. પરિણીતા સાથે સારો વ્યવહાર કરતાં ઝઘડાનું સમાધાન થયું હતુ.
    Click here to Read More
    Previous Article
    ચેમ્બરના ઉપપ્રમુખની ચૂંટણી:8 મે સુધી ફોર્મ ભરી શકાશે, 24 મેએ મતદાન થશે
    Next Article
    સિટી એન્કર:એપ્રિલ મહિનામાં વીજ વપરાશમાં 358 કરોડ યુનિટ સાથે 33%નો વધારો નોંધાયો, ગરમી વધતાં 45 દિવસની માંગ 30 દિવસમાં જ પૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment