Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હુમલો:આંબલગઢમાં વૃદ્ધ પર ભાઈના પરિવારનો હુમલો

    4 days ago

    માળીયા હાટીના તાલુકાના આંબલગઢ ગામે ખેતરના શેઢે પાણીની પાઇપલાઇન નાખવા મુદે પાણીની પાઇપલાઇન મુદે વૃદ્ધ પર ભાઈના પરિવારે હુમલો કર્યો હતો. આંબલગઢના 59 વર્ષીય કાનજીભાઈ વાલાભાઈ લાલુકીયા અને તેના ભાઈ વિનુ ઉર્ફે વિનોદના ખેતર બાજુ-બાજુમાં આવેલા છે. રવિવારે સવારે જ્યારે વૃધ્ધ તેમના પુત્ર અને પુત્રવધૂ સાથે ખેતરમાં પાણી માટે પાઇપલાઇન નાખી રહ્યા હતા, ત્યારે વિનુભાઈ, તેના પત્ની મધુબેન, પુત્ર જયરાજ અને પુત્રવધૂ દર્શનાબેને આવી પાઇપ નાખવાની ના પાડી ગાળાગાળી કરી હતી અને ઉશ્કેરાઈ જઈને કાળુભાઈ પર લાકડી વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલાથી વ્યથિત થઈને કાળુભાઈએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, બાદ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગ્રાઉન્ડ રિપોર્ટ‎:10 દિવસમાં ખારી નદીના નવા બ્રિજ પરથી વાહન વ્યવહાર શરૂ થશે
    Next Article
    ભાસ્કર એક્સક્લૂસિવ‎:સોશિયલ મીડિયાથી દૂર રહી ધો.12ના રેન્કરોએ મેળવ્યું ઊંચું પરિણામ મોબાઇલનો ઉપયોગ અભ્યાસ અને ફ્રેશ થવા પૂરતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment