Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરસપરસ લડાઈ:સતાપર નજીક ઈનફાઈટમાં દીપડો ઈજાગ્રસ્ત, વન વિભાગ દ્વારા રેસ્કયુ

    12 hours ago

    જામજોધપુર તાલુકાના સતાપર ગામના લાલવાડા નેશ વિસ્તારમાં વન વિભાગને વન્યજીવોની આંતરિક લડાઈમાં એક થી દોઢ વર્ષનો દીપડો ઇજાગ્રસ્ત હાલતમાં હોવાની જાણ થઈ હતી. જે માહિતી મળતાની સાથે જ તુરંત વન વિભાગની ટીમ સતર્ક થઈ હતી અને દીપડાનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેને તાત્કાલિક જામજોધપુર વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત દીપડાની ગંભીરતાને ધ્યાને લેતા, જામજોધપુર તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી ડો. ઇકબાલ ભટ્ટી તથા જયેશ મણીયાર દ્વારા આર.એફ.ઓ. અને વન વિભાગના અન્ય સ્ટાફની હાજરીમાં ત્વરિત સારવાર શરૂ કરવામાં આવી હતી. તબીબી તપાસ દરમિયાન દીપડાને ડોક તથા માથાના ભાગે ઇનફાઇટને કારણે ગંભીર ઇજાઓ થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. પ્રાથમિક સારવાર બાદ દીપડાની તબિયત વધુ ગંભીર જણાતા અને તેને વિશેષ તબીબી સંભાળની ખાસ જરૂરિયાત હોવાથી, વન વિભાગ દ્વારા તેને વધુ સારવાર અર્થે જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે રિફર કરવામાં આવ્યો છે. વન વિભાગની આ ત્વરિત કામગીરીને પગલે ઘાયલ વન્યજીવને સમયસર સારવાર મળી શકી છે.જે બાદ હવે સકકરબાગ ખાતે સઘન સારવાર અપાશે. ભાણવડ પંથકમાં થોડા દિ’ પૂર્વે દેખાયો તો.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ઘુમલી પંથકમાં થોડા દિવસો પુર્વે દિપડો દેખાયો હોવાની વાતો વાયુવેગે પ્રસરી હતી.જોકે, જે બાદ દિપડાના કોઇ સગડ મળ્યા ન હોવાનુ સામે આવ્યુ હતુ.જે દરમિયાન દોઢેક સપ્તાહ બાદ સતાપર પંથકમાં દિપડાની ઇનફાઇટનો બનાવ સામે આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ જિલ્લાનું ધો.12નું પરિણામ:સામાન્ય પ્રવાહમાં 89.12 ટકા પરિણામ આવ્યુ, જે ગત વર્ષની સરખામણીએ 0.03 ટકા ઘટ્યુ
    Next Article
    રહીશો પરેશાન:શહેરના 60 હજાર ઘરોમાં આજે પાણી વિતરણ બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment