Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ જિલ્લાનું ધો.12નું પરિણામ:સામાન્ય પ્રવાહમાં 89.12 ટકા પરિણામ આવ્યુ, જે ગત વર્ષની સરખામણીએ 0.03 ટકા ઘટ્યુ

    13 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ-2026ની પરીક્ષા જૂનાગઢ જીલ્લાના ધો.12 સા.પ્રવાહના 10,234 અને વિ.પ્રવાહના 2610 વિદ્યાર્થીઓએ આપી હતી. જેનું પરિણામ જાહેર થયું હતું. જેમાં જૂનાગઢ જીલ્લાનું ધો.12 વિ.પ્રવાહનું 88.97 ટકા અને સા.પ્રવાહનું 89.12 ટકા પરિણામ જાહેર થયું હતું. સા.પ્રવાહના કુલ 10,234 વિદ્યાર્થીઓમાંથી 9121 પાસ થયા હતા જ્યારે વિ.પ્રવાહના કુલ 2610 વિદ્યાર્થીઓમાંથી 2322 પાસ થયા હતા. વિ.પ્રવાહમાં કુલ 34 અને સા.પ્રવાહમાં 179 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષની સરખામણી આ વર્ષના પરિણામમાં બહુ કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. વિ.પ્રવાહમાં સરદારબાગનું 92.76 અને સા. પ્રવાહમાં મેખડીનું 98.46 ટકા પરિણામ ધો.12 વિ.પ્રવાહમાં જૂનાગઢ સરદારબાગનું 92.76, જૂનાગઢ મોતીબાગનું 85.29 અને કેશોદનું 89.69 ટકા પરિણામ આવ્યું. જ્યારે સા.પ્રવાહમાં સૈાથી વધુ મેખડીનું 98.46 અને સૈાથી ઓછું ખોરાસા ગીરનું 80.73 ટકા પરિણામ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં વિદ્યાર્થીઓની સરખામણીમાં વિદ્યાર્થિનીઓ બાજી મારી ગઈ હતી. ટકાવારી સરખી છે, ગ્રેડની ગુણવત્તા વધી છે : ડીઈઓ ધો.12નું વિ.પ્રવાહ અને સા.પ્રવાહના પરિણામની વર્ષ-2025ની સરખામણી કરીએ તો એકંદરે સમાન જ ગણી શકાય. સામાન્ય રીતે ગ્રેડની ગુણવત્તા વધી છે. ટકાવારી તો ગયા વર્ષની સરખામણીએ સરખી જ છે. વિદ્યાર્થીઓમાં ગ્રેડની ગુણવત્તામાં વધારો થયો છે. > લત્તાબેન ઉપાધ્યાય, ડીઈઓ, જૂનાગઢ. સા.પ્રવાહમાં 179, વિજ્ઞાનમાં 34 વિદ્યાર્થીઓને એ-ગ્રેડ 99.99 PR લેનારા છાત્રો સાથે વાત : કહ્યું, સોશિયલ મીડિયાથી દૂર રહો સ્ટ્રેસ મેનેજ કરવા માટે હું યોગ અને મેડિટેશન કરતી : યોગી ડાવરીયા સવાલ : ધો.12 કોમર્સમાં 99.99 પીઆર આવ્યા છે, તો દરરોજ કેટલી મહેનત કરતી ? જવાબ : સારા માર્કસ લેવાનું મે નક્કી કરી લીધુ હતુ એટલે રોજ 12 કલાક મહેનત કરતી, અઘરા વિષય પર વધારે ધ્યાન આપતી હતી. સવાલ : આટલી સખત મહેનતથી સ્ટ્રેસ આવી જાય તો કેવી રીતે મેનેજ કરતી ? જવાબ : સ્ટ્રેસ મેનેજ કરવા માટે હું મેડિટેશન અને યોગ કરતી હતી. સવાલ : અભ્યાસમાં સારૂ પરિણામ લાવવા માટે કઈ ટિપ્સ આપે છે ? જવાબ : સોશિયલ મીડિયાથી દૂર રહીએ , તો જ ભણી શકાય. હું સોશિયલ મીડિયા યુઝ કરતી જ નહોતી. સવાલ : હવે આગળ શું કરવાનો વિચાર છે ? જવાબ : હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગુ છું અને તેમાં જ કારકિર્દી બનાવીશ. ખેતમજૂરના પુત્રએ કહ્યું, "સોશિયલ મીડિયા એપ જ ડિલીટ કરી નાંખી'તી" સવાલ : બે વર્ષ કેવી રીતે મહેનત કરી ? જવાબ : 11માંમા આવ્યો ત્યારથી સોશિયલ મીડિયા એપ ડીલીટ કરી દીધી હતી. સવાલ : તમારા પિતા શું કરે છે? જવાબ : અમારે જમીન ન હોવાથી મારા પિતા ખેત મજૂરી કરી રહ્યા છે. સવાલ : ઘરમાં કેટલા સભ્યો છે ? જવાબ : માતા પિતા ત્રણ બહેનો અને હું એટલે કે છ જણા એક ઘરમાં છીએ. મારા કાકા શિક્ષક હોવાથી અને દસમામાં સારા પર્સન્ટેજના લીધે આલ્ફા સ્કૂલમાં હોસ્ટેલમાં વ્યવસ્થા થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓએ ડિગ્રીની સાથે સ્કિલ્સ પર વધુ ભાર મુકવો પડશે વર્તમાન સમયમાં કારકિર્દીના વિકલ્પો માત્ર ડોક્ટર કે એન્જિનિયર પૂરતા સીમિત નથી. કોમર્સ ક્ષેત્રની જ વાત કરીએ તો આજે CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) અને CS (કંપની સેક્રેટરી) ઉપરાંત ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ અને ફોરેન ટ્રેડ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે પુષ્કળ તકો રહેલી છે. આર્ટસ અને સાયન્સમાં પણ સંશોધન અને નવી ટેકનોલોજીના કારણે નવા દ્વાર ખુલ્યા છે. વિદ્યાર્થીઓએ હવે "ડિગ્રી" ની સાથે "સ્કિલ્સ" (કૌશલ્ય) પર વધુ ભાર મૂકવો પડશે. કમ્યુનિકેશન સ્કિલ્સ, ટેકનિકલ નોલેજ અને પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ કેળવવો એ આજના સ્પર્ધાત્મક યુગમાં અનિવાર્ય છે. GPSC, UPSC કે બેંકિંગ પરીક્ષાઓની તૈયારી પણ ગ્રેજ્યુએશનની સાથે શરૂ કરી શકાય છે. શિસ્તબદ્ધ આયોજન અને સતત મહેનત એ જ સફળતાની ચાવી છે. > ડો.અજયકુમાર સી. ટીટા, એસોસિયેટ પ્રોફેસર (તજજ્ઞ) તસવીર - મેહુલ ચોટલીયા : ધો.12નું પરિણામ ઓનલાઈન મુકાતા જૂનાગઢમાં સોમવારે સવારથી જ વિદ્યાર્થીઓ પોતપોતાનું રિઝલ્ટ જાણવા તલપાપડ બન્યા હતા. રાયજીબાગમાં રિઝલ્ટ જાણ્યા પછી મિત્રો સાથે મળીને ખુશી વ્યકત કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:ખલીલપુર રોડનું પ્રા. આ. કેન્દ્ર 12 માસથી ઉદઘાટનની રાહમાં
    Next Article
    અરસપરસ લડાઈ:સતાપર નજીક ઈનફાઈટમાં દીપડો ઈજાગ્રસ્ત, વન વિભાગ દ્વારા રેસ્કયુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment