Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજ ટાવર લાઇન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ:સુરત-ભરૂચના ખેડૂતોએ આંધી ગામે રણનીતિ ઘડી, 12મીએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરશે, 'સત્યાગ્રહ છાવણી' શરૂ કરાશે

    1 day ago

    ગુજરાતમાં વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર ઊભા કરવાના મુદ્દે ખેડૂતોમાં સરકાર સામે રોષ છે. ઊર્જા વિભાગના નવા પરિપત્ર અને 'ધ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ' હેઠળના હુકમોનો ખેડૂત સમાજ વિરોધ કરી રહ્યો છે. સુરત અને ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો ઓલપાડના આંધી ગામે ભેગા થયા. તેમણે સરકાર સામે આંદોલન માટે યોજના બનાવી. કિસાન કોંગ્રેસ ચેરમેન જયેશ પટેલે જણાવ્યું કે, ઓલપાડ તાલુકાના કલેક્ટરના ઓર્ડરનો વિરોધ કરાશે. આગામી ૧૨ તારીખે ખેડૂતો સુરત કલેક્ટર કચેરીએ જઈને ઓર્ડર રદ કરવા રજૂઆત કરશે. તેમણે ઉમેર્યું કે, ઓલપાડમાં 'સત્યાગ્રહ છાવણી' શરૂ કરાશે. જો માંગણીઓનો હલ નહીં આવે, તો ખેડૂતો નેશનલ હાઈવે-૪૮ અથવા એક્સપ્રેસ હાઈવે બંધ કરશે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર અદાણી-અંબાણીની લાઇન માટે તેમની વાત સાંભળતી નથી. બજાર કિંમતના ચાર ગણા વળતરના નિયમો પળાતા નથી. માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર બનવાના સંકેત છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં જનરલ સર્જરીનો નિઃશુલ્ક તપાસ અને સારવાર કેમ્પ:શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલમાં 8 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી
    Next Article
    'It Was Scripted': Sanjay Dutt Clarifies "No Longer Feel Peace In India" Remark On Shekhar Suman's Show

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment