Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ:વિવિધ કચેરીઓમાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચની ચકાસણી યોજાઈ

    4 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે હવે વહીવટી પ્રક્રિયાઓએ વેગ પકડ્યો છે. જે અંતર્ગત સોમવારે વિવિધ સરકારી કચેરીઓમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા ચૂંટણી ખર્ચની ચકાસણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને મહાનગરપાલિકા કચેરી ખાતે મનપાના ઉમેદવારોના ખર્ચના હિસાબોની તપાસ કરવામાં આવી હતી. ચૂંટણી પંચના કડક નિયમો મુજબ, દરેક ઉમેદવારે નિર્ધારિત મર્યાદામાં જ ખર્ચ કરવાનો રહે છે. આ હેતુથી આજે મનપા કચેરીમાં ખાસ ઓડિટ ટીમ અને ચૂંટણી અધિકારીઓની હાજરીમાં ઉમેદવારોના રજિસ્ટર અને વાસ્તવિક ખર્ચના આંકડાઓની સરખામણી કરવામાં આવી હતી. ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર, હોર્ડિંગ્સ, રેલીઓ અને અન્ય સોશિયલ મીડિયા પાછળ કરેલા ખર્ચની વિગતો રજૂ કરી હતી. વિવિધ વોર્ડના ઉમેદવારો પોતાના પ્રતિનિધિઓ સાથે હિસાબ રજૂ કરવા માટે હાજર રહ્યા હતા. અધિકારીઓએ બિલ, વાઉચર અને દૈનિક ખર્ચ નોંધણી પોથીની ઝીણવટભરી તપાસ કરી હતી. જો કોઈ કિસ્સામાં ખર્ચની વિગતોમાં વિસંગતતા જણાશે, તો તે અંગે ઉમેદવારોને નોટિસ આપી ખુલાસો પૂછવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. ચૂંટણીતંત્ર દ્વારા પારદર્શિતા જળવાઈ રહે તે માટે આ ચકાસણી પ્રક્રિયા અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. આગામી દિવસોમાં બાકી રહેલા ઉમેદવારોના હિસાબોની તપાસ ચાલુ રહેશે. કેટલો ખર્ચે કરી શકે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મનપાના ઉમેદવારોને રૂ.9 લાખ રૂપિયા તેમજ જિલ્લા પંચાયત: ઉમેદવાર દીઠ ખર્ચ મર્યાદા રૂપિયા 6 લાખ અને તાલુકા પંચાયત: ઉમેદવાર દીઠ ખર્ચ મર્યાદા રૂપિયા 3 લાખ નક્કી કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી દ્વારા ખાણીપીણી સહિતની ચીજવસ્તુઓ ભાવ નક્કી કરાયા‎ પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ખાણીપીણી,પ્રચારની સામગ્રી,મંડપ સર્વિસની‎સામગ્રી,સાઉન્ડ સિસ્ટમ,વાહનો સહિતની ચીજવસ્તુઓના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા ત્યારે આ‎ભાવ સાથે ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ ખર્ચેની સરખામણીમાં કરવામાં આવી રહી છે.‎
    Click here to Read More
    Previous Article
    મનપાની લાલઆંખ ::ગત માસે 75 વ્યક્તિઓ સામે કાર્યવાહી, 12 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું
    Next Article
    ભાસ્કર વિશેષ:ખલીલપુર રોડનું પ્રા. આ. કેન્દ્ર 12 માસથી ઉદઘાટનની રાહમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment