Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અજંતા ક્લોક ગ્રૂપના મોભી પ્રવીણભાઈ ભાલોડિયાનું 75 વર્ષની વયે નિધન:અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા, મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં શોકની લાગણી; વતન ચાચાપરમાં સાંજે અંતિમવિધિ

    4 days ago

    મોરબી સહિત દેશ-વિદેશમાં ઘડિયાળ ઉદ્યોગમાં આગવી ઓળખ ધરાવતા અજંતા ક્લોક ગ્રૂપના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડિયાનું નિધન થતાં ઉદ્યોગજગતમાં શોકની લાગણી ફેલાઈ છે. પ્રવીણભાઈ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ખાતે રહેતા હતા. પરિવારજનો પાસેથી મળેલી માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે તેમને હાર્ટ એટેક આવતાં તેમનું નિધન થયું હતું. આજે તેમના પાર્થિવ દેહને અમદાવાદથી મોરબીના સનાળા રોડ પર આવેલા તેમના નિવાસસ્થાન રેવા બંગલા ખાતે લાવવામાં આવી રહ્યો છે. સાંજે 5 વાગ્યે રેવા બંગલેથી તેમના માદરે વતન ચાચાપર ગામ સુધી અંતિમયાત્રા નીકળશે. ત્યારબાદ ચાચાપર ગામના સ્મશાનઘાટ ખાતે તેમની અંતિમક્રિયા કરવામાં આવશે. વર્ષ 1971માં ઓધવજીભાઈ ભાલોડિયાએ ઘડિયાળના વ્યવસાયનો પાયો નાખ્યો મોરબીના ઘડિયાળ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં ભાલોડિયા પરિવારનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. સ્વ. ઓધવજીભાઈ આર. ભાલોડિયા (O.R. Patel)એ વર્ષ 1971માં મોરબીમાં ઘડિયાળના વ્યવસાયની શરૂઆત કરી હતી. ત્યારબાદ અજંતા અને ઓરપેટ નામે બે અલગ ગ્રૂપનો વિકાસ થયો હતો. સમય જતાં આ બંને બ્રાન્ડે ઘડિયાળ અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોના ક્ષેત્રમાં આગવી ઓળખ સ્થાપિત કરી હતી. અજંતા બ્રાન્ડને આગળ વધારવામાં પ્રવીણભાઈની મહત્ત્વની ભૂમિકા પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડિયાએ 1980ના દાયકામાં ઘડિયાળના વ્યવસાયનું સંચાલન સંભાળ્યું હતું. તેમણે અજંતા બ્રાન્ડને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નેતૃત્વ હેઠળ અજંતા ક્લોક ગ્રૂપે વ્યવસાયનો વિસ્તાર કર્યો અને દેશ-વિદેશમાં પોતાની ઓળખ મજબૂત બનાવી હતી. મોરબીના ઘડિયાળ ઉદ્યોગને વૈશ્વિક બજારમાં પહોંચાડવામાં તેમના વ્યવસાયિક યોગદાનને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ઓરપેટ ગ્રૂપ દ્વારા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોના ક્ષેત્રમાં વિસ્તરણ અજંતા બ્રાન્ડને આગળ વધારવાની સાથે પ્રવીણભાઈએ ઓરપેટ ગ્રૂપની રચના કરીને ડિજિટલ કેલ્ક્યુલેટર, ડિજિટલ ઘડિયાળ સહિતનાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોના વ્યવસાયને પણ આગળ ધપાવ્યો હતો. તેમના પ્રયાસોથી અજંતા અને ઓરપેટ ગ્રૂપે ઘડિયાળ તથા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોના ક્ષેત્રમાં દેશ-વિદેશમાં નામના મેળવી હતી. હાલ અજંતા ગ્રૂપની જવાબદારી પ્રવીણભાઈના મોટા પુત્ર સંભાળતા હતા, જ્યારે ઓરપેટ ગ્રૂપનું સંચાલન જયસુખભાઈ ઓધવજીભાઈ ભાલોડિયા સંભાળી રહ્યા છે. મોરબીના ઉદ્યોગજગતમાં શોકની લાગણી પ્રવીણભાઈ ભાલોડિયા છેલ્લા કેટલાક વર્ષોથી વય સંબંધિત બીમારીઓને કારણે અમદાવાદ ખાતે રહેતા હતા. ગઈકાલે મોડી રાત્રે તેમના નિધનના સમાચાર મળતાં પરિવારજનો, સ્વજનો અને ઉદ્યોગજગતમાં શોકની લાગણી ફેલાઈ હતી. આજે સાંજે 5 વાગ્યે મોરબીના સનાળા રોડ પર આવેલા રેવા બંગલેથી ચાચાપર ગામ સુધી તેમની અંતિમયાત્રા નીકળશે અને ત્યાં અંતિમક્રિયા કરવામાં આવશે. અજંતા ક્લોક ગ્રૂપને નવી ઊંચાઈએ પહોંચાડવામાં યોગદાન આપનાર પ્રવીણભાઈના નિધનથી મોરબીના ઔદ્યોગિક ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિત્વ ગુમાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કપૂરજી ઠાકોર અને દિનેશભાઈ ભીલનો નિવૃત્તિ સન્માન સમારોહ:પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં યોજાયો, કપૂરજીએ ₹1.51 લાખનું અનુદાન આપ્યું
    Next Article
    દશેરાના પર્વે રાજ્યભરમાં વાહનોની ખરીદીનો ધમધમાટ:1 હજાર જેટલી EV વ્હીકલનું વેચાણ, EVના વેચાણમાં ગત વર્ષ કરતા 50 ટકાનો વધારો, વડોદરામાં ઢોલ નગારા સાથે કારની ડિલિવરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment