Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદારગઢ ગામે ‎તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યું:રાત્રિના ઘરમાં ઘૂસી નિંદ્રાધીન વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચોરી થઈ

    2 days ago

    માણાવદર તાલુકાના સરદારગઢ ગામે તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી રાત્રિના ઘરમાં ઘૂસી નિંદ્રાધીન વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચોરી કરી નાસી ગયા હતા. સરદારગઢ ગામે બસ સ્ટેશન પાસે રહેતા ખેડૂત જીતેન્દ્રભાઈ પંચાણભાઈ કણસાગરાની ફરિયાદ અનુસાર સોમવારે રાત્રે તેના માતા વજીબેન પોતાના રૂમમાં સૂતા હતા, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ અંધારાનો લાભ લઈ ઘરમાં પ્રવેશ્યો હતો. તસ્કરે વૃદ્ધાના ગળામાં પહેરેલ રૂપિયા 98,000નો કિંમતનો પોણા બે તોલાનો સોનાનો ચેન આંચકી લીધો હતો. ​વૃદ્ધા જાગી જતાં અને દેકારો કરતા પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા. પરંતુ ચોર રૂમના પાછળના દરવાજાથી ભાગી છૂટ્યો હતો. ઘરમાં અન્ય સામાનની તપાસ કરતા ભગવાનની કંઠી અને એક ખોટો ચેન તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા, પરંતુ અસલી સોનાનો ચેન ચોરાઈ ગયો હતો. ​​ ઘટના અંગે માણાવદર પોલીસે જીતેન્દ્રભાઈની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી. ગ્રામ્ય વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હુમલો:પાણીની પાઇપલાઇન મુદે વૃદ્ધ પર ભાઈના પરિવારનો હુમલો
    Next Article
    કંટ્રોલ રૂમની વર્ધી આધારે રેઇડ:ગિરિરાજ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા 2 દંપતી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment