Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંગળવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોને આજે મનગમતી સફળતા મળશે, ગ્રહ સ્થિતિ અનુકૂળ હોવાથી કર્ક રાશિના લોકોને લીલા લેર

    9 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 05 મે 2026, મંગળવારના રોજ વૈશાખ વદ ચોથ ​​​​​છે. આ દિવસની ચંદ્ર રાશિ ધન છે. રાહુકાળ બપોરે 03:50થી 05:27 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- જો કોઈના તરફથી કોઈ સલાહ મળે, તો તેના પર ગંભીરતાથી વિચાર કરો, તમને ફાયદો થઈ શકે છે. કોઈ વિપરીત પરિસ્થિતિ આવવા પર તણાવ લેવાને બદલે સકારાત્મક બનેલા રહો, તેનાથી તમારા મનોબળ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કોઈ ઉધાર આપેલા પૈસાની વાપસી થવાથી આર્થિક ચિંતા દૂર થશે. નેગેટિવ- સંયમિત વ્યવહાર અને દિનચર્યા રાખો. સંબંધોને બહેતર બનાવી રાખવા માટે પોતાના પ્રયાસો પણ જરૂરી છે. નાની-મોટી નકારાત્મક વાતોને નજરઅંદાજ કરી દો. જો કોઈ કામ બહુ જરૂરી ના હોય તો તેને આગળ માટે ટાળવું બહેતર રહેશે. વિદ્યાર્થીઓ પોતાના ભણતર પ્રત્યે વિમુખ થશે. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે, પરંતુ કામકાજમાં ગોપનીયતાનું ધ્યાન જરૂર રાખો. સ્પર્ધાના દોરમાં વ્યવસાય પ્રત્યે પૂરી રીતે ચોકન્ના રહેવું પણ જરૂરી છે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. કોઈ ઓફિશિયલ ટૂરનો પણ પ્રોગ્રામ બની શકે છે. લવ- પતિ-પત્ની વચ્ચે મધુરતાપૂર્ણ સંબંધ રહેશે. લવ પાર્ટનર સાથે લોન્ગ ડ્રાઈવ પર જવાની તક મળી શકે છે. સ્વાસ્થ્ય- મોસમી પરેશાનીઓ જેવી કે ખાંસી-શરદીથી પોતાનો બચાવ રાખો. આયુર્વેદનો વધુમાં વધુ ઉપયોગ કરો. લકી કલર- સફેદ લકી નંબર- 7 પોઝિટિવ- કોઈ વિશેષ યોજનાને અમલમાં મૂકવા માટે સક્રિયતા અને સતર્કતા રાખવાથી સફળતા મળશે. કોઈ મિત્ર અથવા સંબંધી સાથે ચાલી રહેલા મનદુઃખ દૂર થશે અને સંબંધોમાં મધુરતા આવશે. માનસિક શાંતિની ચાહમાં કોઈ એકાંત અથવા આધ્યાત્મિક સ્થળ પર થોડો સમય જરૂર પસાર કરો. નેગેટિવ- સંતાનના ભવિષ્ય સાથે સંબંધિત કોઈ મહત્વના મુદ્દા પર કેટલાક અવરોધ આવી શકે છે પરંતુ જલ્દી જ ઉકેલ પણ મળી જશે. પોતાના કાર્યોને વ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે તમારે ખુદને પણ વ્યવસ્થિત થવું પડશે. કોઈ પણ પરિવર્તન અથવા બદલાવથી ગભરાશો નહીં. વ્યવસાય- કારોબારમાં ધન પ્રાપ્તિની દિશામાં કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે. જો વ્યાપાર વૃદ્ધિ માટે કોઈ લોન અથવા ધિરાણનો પ્રયાસ ચાલી રહ્યો છે, તો સફળતા મળવાની પૂરી આશા છે. ઓફિસમાં વ્યવસ્થિત માહોલ રહેશે. નોકરી માટે પ્રયત્નશીલ યુવાનોને આજે કોઈ ખુશખબર મળશે. લવ- પતિ-પત્ની વચ્ચે શ્રેષ્ઠ તાલમેલ રહેશે. પરિવાર સાથે પાર્ટી અથવા સમારોહમાં જવાનો અવસર મળશે. લવ પાર્ટનર સાથે મુલાકાત થશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે તથા તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અને ઉર્જાવાન અનુભવશો. લકી કલર- લાલ લકી નંબર- 5 પોઝિટિવ- આવકની સ્થિતિ બહેતર થશે. પ્રોપર્ટી સંબંધી કોઈ અટકેલું કાર્ય આજે સંપન્ન થઈ શકે છે, પરંતુ તેના માટે વધારાના પ્રયાસો પણ કરવા પડશે. ધર્મ-કર્મ સંબંધી કાર્યોમાં તમારી વિશેષ રુચિ રહેશે તથા તમારું નિસ્વાર્થ યોગદાન સમાજમાં પણ માન-સન્માન અને પ્રતિષ્ઠા વધારશે. નેગેટિવ- ફાયનાન્સ સંબંધી કાર્યો કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખો. વિના કોઈ કારણે મનમાં થોડી ઉદાસી જેવો ભાવ પણ રહેશે, પોતાનું મનોબળ બનાવી રાખો તથા ખુદને વ્યસ્ત જ રાખો. પ્રોફેશનલ સ્ટડી કરી રહેલા વિદ્યાર્થીઓને સખત મહેનતની જરૂર છે. વ્યવસાય- કેટલીક પર્સનલ વાતોના લીધે કાર્યક્ષેત્ર પર જવું શક્ય નહીં હોય. પરંતુ સ્ટાફની મદદથી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બનેલી રહેશે. માર્કેટિંગ અને મીડિયા સાથે સંબંધિત કાર્યોમાં સાવધાની રાખો, કોઈ માન-હાનિ જેવી સ્થિતિ બની શકે છે. સરકારી નોકરીમાં ઈચ્છા વિરુદ્ધ કોઈ કાર્યભાર મળશે. લવ- જીવનસાથી સાથે પોતાની દરેક યોજના શેર કરો, તેમની સલાહ તમારા માટે લાભદાયક સાબિત થશે. ઘરમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. સ્વાસ્થ્ય- તણાવ અને થાકને હાવી થવા ન દો, કારણ કે તેની અસર તમારી કાર્યક્ષમતા પર પડી શકે છે. મેડિટેશન અવશ્ય કરો. લકી કલર- વાદળી લકી નંબર- 6 પોઝિટિવ- ગ્રહ સ્થિતિ અનુકૂળ બનેલી છે. સાચા સમયે સાચો નિર્ણય લેવો તમારી ઘણી પરેશાનીઓનો ઉકેલ લાવી દેશે. વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાને લઈને સજગ રહેશે. ઘરમાં મહેમાનોનું આગમન થશે અને તેમની આગતા-સ્વાગતામાં મનોરંજન ભર્યો સમય પણ પસાર થશે. નેગેટિવ- દિવસના ઉત્તરાર્ધમાં પરિસ્થિતિઓમાં કેટલીક પ્રતિકૂળતા પણ રહેશે. અનિચ્છનીય પ્રવૃત્તિઓમાં સમય વ્યર્થ થવાથી મન ઉદાસ રહેશે. આ સમયે પોતાની અંદર ઉત્સાહહીનતાની ભાવના ન આવવા દો. યુવા વર્ગ પોતાના શિક્ષણ અને કરિયર પર વધારે ધ્યાન આપે. વ્યર્થના ખર્ચાઓ પર પણ કાબૂ રાખો. વ્યવસાય- કારોબારમાં બહારના લોકોની દખલગીરી ન થવા દો, નહીંતર તેની અસર તમારા વ્યવસાય પર પડી શકે છે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા વ્યવસાયમાં કોઈ મોટી ડીલ અથવા ઓર્ડર મળવાની સંભાવના છે. તેથી તમારા સંપર્ક સૂત્રોને વધુ મજબૂત કરો. ઓફિસમાં શ્રેષ્ઠ વ્યવસ્થા રહેશે. લવ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે. તમારી ભાવુકતા અને મધુરતા પ્રેમ સંબંધોમાં વધુ નિકટતા વધારશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્યમાં થોડી સાવધાની રાખવી તમને સ્વસ્થ રાખશે. તેમ છતાં બેદરકારી બિલકુલ ન દાખવો. લકી કલર- બદામી લકી નંબર- 3 પોઝિટિવ- આજે મનગમતી સફળતા મળશે, પરંતુ સમયનું વ્યવસ્થાપન રાખવું જરૂરી છે. અનુભવી લોકોનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે મહત્વના રસ્તા ખોલશે. સામાજિક પ્રવૃત્તિઓમાં સહયોગ કરવો તમારું માન-સન્માન વધારશે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળવાના છે. નેગેટિવ- કોઈ પણ નિર્ણય તરત લો અને તેના પર કાર્ય કરો. કારણ કે વધારે વિચાર કરવાથી ઘણી ઉપલબ્ધિઓ હાથમાંથી નીકળી શકે છે. પોતાની યોજનાઓને કોઈની પણ સાથે શેર ન કરીને સિક્રેટ રાખો, તો વધારે બહેતર પરિણામ મળશે. વ્યવસાય- આજનો દિવસ પેમેન્ટ કલેક્ટ કરવા અને માર્કેટિંગ માટે અતિ શુભ છે. કારણ કે પેમેન્ટ મળવાથી આર્થિક સમસ્યાઓ હલ થશે. અલ્પ પ્રયાસોથી જ તમારા કામ બનતા જશે. નોકરી પેશા વ્યક્તિઓને પણ તેમની યોગ્ય મહેનતના આધારે પ્રગતિના યોગ બની રહ્યા છે. લવ- જૂના મિત્રો સાથે વધારે મેળ-મિલાપ રાખવો તમારા વ્યક્તિગત જીવનમાં કેટલીક પરેશાનીઓ ઉત્પન્ન કરી શકે છે. તેથી સાવધાન રહો તથા ઘર પરિવારનું પણ ધ્યાન રાખો. સ્વાસ્થ્ય- ત્વચા સાથે સંબંધિત કોઈ એલર્જીની સમસ્યા વધી શકે છે. પોલ્યુશન અને વધારે ભીડભાડવાળા વાતાવરણથી પોતાનો બચાવ કરો. લકી કલર- લીલો લકી નંબર- 8 પોઝિટિવ- આજનો દિવસ વ્યસ્તતાપૂર્ણ રહેશે. જો ફાયનાન્સને લઈને કોઈ યોજનાઓ છે, તો આજે તેને શરૂ કરવાનો ઉત્તમ સમય છે. અટકેલું સરકારી કાર્ય આજે ઉકેલાઈ જશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે પણ ઝુકાવ વધશે. ઘરમાં સુધાર સંબંધી કેટલીક પ્રવૃત્તિઓ પણ રહેશે. નેગેટિવ- બીજાના વ્યક્તિગત મામલાઓથી ખુદને દૂર રાખો, નહીંતર તમે પણ કોઈ મુસીબતમાં ફસાઈ જશો. આ સમયે આવકની સાથે સાથે વધારે ખર્ચની સ્થિતિ પણ બની રહી છે. કોઈ પણ કામ કરતા પહેલા બજેટ બનાવીને રાખો. જો કોઈ યાત્રાનો પ્લાન છે, તો આજે તેને સ્થગિત રાખવામાં જ ભલાઈ છે. વ્યવસાય- મીડિયા અથવા સંપર્ક સૂત્રો દ્વારા કોઈ મહત્વપૂર્ણ વ્યાવસાયિક સૂચના મળશે, જે લાભદાયક પણ રહેશે. યુવાનોને પોતાની કોઈ સ્પર્ધાના સારા પરિણામ મળશે અને નોકરી પ્રાપ્તિ પણ સંભવ છે. ઓફિસમાં કેટલીક પરેશાનીઓ આવી શકે છે. લવ- તમે પારિવારિક જવાબદારીઓને સારી રીતે નિભાવવામાં સક્ષમ રહેશો. પ્રેમ સંબંધોની બાબતમાં લકી રહેશો. સ્વાસ્થ્ય- વધારે તળેલું અને ભારે ખાનપાનથી પરેજી રાખો. એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરો. લકી કલર- કેસરી લકી નંબર- 9 પોઝિટિવ- પોતાની દિનચર્યામાં થોડો બદલાવ લાવવાથી તમે તમારી પ્રવૃત્તિઓને બહેતર રીતે વ્યવસ્થિત કરી શકશો. કોઈ પણ પડકાર માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર રહેશો, અને સફળતા પણ હાંસલ કરશો. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અત્યંત સુખદ અને પ્રગતિવાળો સમય છે. નેગેટિવ- યુવા લોકો પોતાના ભવિષ્યને લઈને સજગ રહે, થોડી પણ ભૂક નુકસાનનું કારણ બની શકે છે. બીજાની વાતો પર અમલ કરતા પહેલા યોગ્ય વિચાર અવશ્ય કરો તથા ભાવુકતા અને બેદરકારી જેવી નબળાઈઓ પર વિજય હાંસલ કરો. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા તેના પર પુનર્વિચાર અવશ્ય કરી લો. વ્યવસાય- વ્યવસાયિક ક્ષેત્રમાં કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે ઘરના વરિષ્ઠ તથા અનુભવી વ્યક્તિઓની સલાહ અવશ્ય લો. આ સમયે કર્મચારીઓ તથા સહયોગીઓ પર વધુ ભરોસો કરવાને બદલે તમામ કાર્ય પોતાની દેખરેખમાં કરાવો. નોકરીમાં કોઈ દૂરની યાત્રાનો પ્રોગ્રામ પણ બની શકે છે. લવ- પરિવારજનો સાથે મનોરંજન તથા ઓનલાઈન શોપિંગમાં ખુશનુમા સમય પસાર થશે. ઘરનું વાતાવરણ પણ પ્રસન્નતાપૂર્ણ રહેશે. સ્વાસ્થ્ય- ડાયાબિટીક લોકો વિશેષ રીતે પોતાનું ધ્યાન રાખે તથા નિયમિત તપાસ કરાવતા રહે. સંયમિત દિનચર્યા રાખવી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. લકી કલર- લાલ લકી નંબર- 2 પોઝિટિવ- જો તમે માનસિક રીતે થોડી નબળાઈ અનુભવી રહ્યા છો, તો કોઈ અનુભવી અથવા ગુરુના સાનિધ્યમાં રહેવું તમારા મનોબળ અને આત્મવિશ્વાસને વધારશે અને તમે તમારા કામને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં સફળ રહેશો. વિનમ્ર સ્વભાવના લીધે સમાજ અને સંબંધીઓમાં યોગ્ય સ્થાન બનેલું રહેશે. નેગેટિવ- વિચાર્યા વગર કોઈના પર પણ ભરોસો ન કરો. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગભરાવાને બદલે ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. કોઈ પાડોશી સાથે નાના મુદ્દા પર કોઈ વાદ-વિવાદની સ્થિતિની પણ આશંકા છે. વ્યર્થની વાતોને નજરઅંદાજ કરવી જ બહેતર રહેશે. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓ થોડી અસ્તવ્યસ્ત રહેશે. કર્મચારીઓના લીધે થોડો માનસિક તણાવ રહેશે. નોકરીમાં પરસ્પર મતભેદ અને ગેરસમજ પેદા થશે. પરંતુ એ પણ નિશ્ચિત છે કે તમે તમારા બળ પર સ્થિતિઓને સામાન્ય પણ કરી લેશો. ઓફિસમાં વ્યવસ્થિત માહોલ રહેશે. લવ- પતિ-પત્નીમાં ચાલી રહેલા મતભેદ દૂર થશે. સોશિયલ મીડિયા તથા પ્રેમ સંબંધોથી આ સમયે કિનારો કરી લો તો બહેતર રહેશે. સ્વાસ્થ્ય- વર્તમાન હવામાનની નકારાત્મક અસરની તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. ઇન્ફેક્શન, ખાંસી-શરદી જેવી પરેશાનીઓ થશે. લકી કલર- ગુલાબી લકી નંબર- 7 પોઝિટિવ- સામાજિક અથવા સોસાયટી સંબંધી પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે. સમાન વિચારધારાવાળા લોકો સાથે સંપર્ક બનશે તથા જીવન સ્તરને સુધારવા માટે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગેલા છાત્રોને સારા પરિણામ મળશે. નેગેટિવ- અતિ આત્મવિશ્વાસ અને ઈગોના લીધે તમારા બનતા કામ બગડી પણ શકે છે. થોડો સમય આત્મમંથન કરો તથા તમારા વ્યવહારમાં સમય અનુસાર પરિવર્તન લાવો. વધતા ખર્ચ તમારા આર્થિક સંતુલનને બગાડી શકે છે. તમારી બિનજરૂરી જરૂરિયાતો પર રોક લગાવો. વ્યવસાય- વ્યવસાયની દ્રષ્ટિએ સમય સારો જ રહેશે. જોકે માર્કેટિંગથી જોડાયેલી નાની-મોટી પરેશાનીઓ રહેશે. પરંતુ તમારી ગંભીરતા અને સમજદારીથી તેના પર કામ કરવું તમને પરેશાનીઓમાંથી કાઢી પણ દેશે. સરકારી સેવારત લોકોને કોઈ પરેશાનીમાંથી રાહત મળશે. લવ- જીવનસાથી સાથે કોઈ વાતને લઈને તકરાર રહી શકે છે. યોગ્ય તાલમેલ બનાવી રાખો. પ્રેમ સંબંધોને લઈને કોઈ મનદુઃખ રહી શકે છે. સ્વાસ્થ્ય- વર્તમાન હવામાનના લીધે સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. આ સમયે આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરવું યોગ્ય છે. લકી કલર- ઓરેન્જ લકી નંબર- 1 પોઝિટિવ- ઘરમાં અતિથિઓનું આગમન થશે તથા તેમની સાથે હાસ્ય-પરિહાસ અને મનોરંજનની તક મળશે. જો પ્રોપર્ટીના સેલ-પરચેઝ સંબંધી કોઈ યોજના બની રહી છે, તો તેના પર તરત અમલ કરો. આવક અને ખર્ચમાં સંતુલન બનાવી રાખવાથી તમે આર્થિક મુશ્કેલીથી બચી શકો છો. નેગેટિવ- કોઈ પણ પડકારનો સામનો ગભરાવાને બદલે ધીરજ અને શાંતિથી કરો, નહીંતર વ્યક્તિગત અથવા વ્યાવસાયિક તણાવના લીધે ઘરના વાતાવરણ પર પણ અસર પડશે. બિનજરૂરી યાત્રાઓને ટાળવી બહેતર છે, કારણ કે તેમાં પૈસા અને સમય વ્યર્થ જ થશે. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે. આવકની સ્થિતિમાં પણ સુધારો આવશે. પરંતુ કર્મચારીઓની કોઈ બેદરકારીનું નુકસાન ભોગવવું પડી શકે છે. તેથી કાર્યસ્થળ પર તમારી હાજરી અવશ્ય રાખો. સરકારી નોકરીમાં અવાંછિત લોકો સાથે વ્યવહાર કરતી વખતે સાવધાન રહો. લવ- દાંપત્ય જીવન સુખદ રહેશે. પ્રેમ સંબંધમાં પારદર્શિતા રાખવી અતિ આવશ્યક છે, કારણ કે અલગ થવા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ સમસ્યા થવા પર તરત જ તમારી તપાસ કરાવો અને ઈલાજ પ્રત્યે બેદરકારી ન રાખો. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- આજે સંપર્કોના માધ્યમથી કેટલીક વિશેષ જાણકારીઓ મળશે અને જે કામ છેલ્લા ઘણા સમયથી અટકેલા કે ફસાયેલા હતા, તે પણ આજે અલ્પ પ્રયાસથી સફળ થઈ શકે છે. અભ્યાસ કરતા યુવાનોને પોતાના ફ્યુચર સાથે સંબંધિત ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મળી જશે. નેગેટિવ- પરંતુ બેદરકારી ન રાખીને દરેક પ્રવૃત્તિમાં સચેત રહેવું પણ જરૂરી છે. આવકની સાથે સાથે ખર્ચની પણ વધુ પડતી રહેશે. આ સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખવું આવશ્યક છે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે કોઈ અનુભવી વ્યક્તિ સાથે સલાહ-મશવરો કરી લો, તો યોગ્ય રહેશે. વ્યવસાય- લાભદાયક ગ્રહ સ્થિતિ બનેલી છે. તેથી પૂરા મનોયોગથી કારોબાર પર ધ્યાન આપો અને સમય પર કાર્ય પૂરું કરવાની કોશિશ કરો. આ સમયે તમારી પ્રગતિના પણ યોગ બની રહ્યા છે. ક્લાયન્ટ સાથે વાદ-વિવાદમાં ન પડો. સરકારી નોકરીમાં કોઈ વિશેષ કાર્યભાર મળશે. લવ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને કેટલીક નોકઝોક રહી શકે છે. પરંતુ પરસ્પર સમજદારીથી સમસ્યાનો ઉકેલ પણ નીકળી જશે. જીવનસાથીને કોઈ ભેટ આપવી સંબંધોમાં મધુરતા લાવશે. સ્વાસ્થ્ય- તમારા ખાન-પાન અને દિનચર્યા પ્રત્યે બેદરકારીના લીધે તમારી ઇમ્યુન સિસ્ટમ નબળી થઈ શકે છે. યોગા, વ્યાયામ વગેરેને પણ તમારી દિનચર્યાનો હિસ્સો બનાવો. લકી કલર- સફેદ લકી નંબર- 5 પોઝિટિવ- આજે દિવસનો મહત્તમ સમય ધાર્મિક પ્રવૃત્તિઓમાં પસાર થશે, તેનાથી તમને માનસિક સુકૂન પણ મળશે. તમારી લોકપ્રિયતા પણ વધશે. સંતાન સાથે સંબંધિત કોઈ સમસ્યા પણ આજે હલ થઈ જશે. સાથે જ આર્થિક યોજનાઓ પણ સરળતાથી ફળીભૂત થશે. નેગેટિવ- વધારાના કાર્યના બોજ અને તણાવની સ્થિતિથી બચો. વાતચીત કરતી વખતે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો નહીંતર તમારે વાદ-વિવાદ જેવી સ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે. ઘરમાં અચાનક મહેમાનો આવવાથી કોઈ મહત્વપૂર્ણ કામ પણ અટકી જશે. વ્યવસાય- નોકરી તથા વ્યવસાય કરી રહેલા લોકોએ પોતાના પ્રતિસ્પર્ધીઓની પ્રવૃત્તિઓથી સાવધાન રહેવું પડશે. જોકે નફાકારક સ્થિતિ બનેલી છે. કારોબારની શરૂઆત કરી રહેલા યુવાનોને કોઈના માર્ગદર્શનમાં આગળ વધવાની તક મળશે. નોકરીમાં પોતાના કાર્યો પ્રત્યે પૂરી રીતે ફોકસ રહો. લવ- પતિ-પત્નીમાં ઘરની વ્યવસ્થા સુખદ બનાવી રાખવામાં પરસ્પર તાલમેલ હોવો જરૂરી છે. પ્રેમ સંબંધ મધુર રહેશે. સ્વાસ્થ્ય- અસંતુલિત ખાન-પાનથી પરેજી રાખો. વાયુ વિકાર અને સાંધામાં દુખાવો જેવી સમસ્યા વધી શકે છે. લકી કલર- બદામી લકી નંબર- 9
    Click here to Read More
    Previous Article
    05 મેનું અંકફળ:અંક 1, 3 અને 7ના જાતકો પર લક્ષ્મીજીની કૃપા વરસશે, અંક 9ના જાતકોને બદલીના યોગ
    Next Article
    દિલ્હી-અમદાવાદ રૂટની લક્ઝરી બસમાંથી હથિયાર સાથે બેની ધરપકડ:ચિલોડા પોલીસે બંને આરોપીના 6 મે સુધીના રિમાન્ડ મેળવ્યા, સુરતનો બુટલેગર મુખ્ય સૂત્રધાર

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment