Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    05 મેનું અંકફળ:અંક 1, 3 અને 7ના જાતકો પર લક્ષ્મીજીની કૃપા વરસશે, અંક 9ના જાતકોને બદલીના યોગ

    10 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારના સમયમાં સમસ્યાઓનો અંત આવવાની સાથે વર્ચસ્વમાં વૃદ્ધિ થશે. ક્રોધ પણ વધુ આવશે. આવકમાં આવી રહેલી અડચણો દૂર થશે. સંપર્કનો લાભ મળશે. આખો દિવસ દરમિયાન કોઈ મુશ્કેલી આવવાની સંભાવના નથી. આવક સારી જળવાઈ રહેશે અને સહાયતા પણ પ્રાપ્ત થશે. તણાવ ઓછો રહેશે. સાંજનો સમય રાજકારણીઓ માટે મહત્વપૂર્ણ રહેશે. વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે અને ધન પ્રાપ્તિના યોગ છે. કરિયર: વેપારમાં તેજી રહેશે. નોકરીમાં જવાબદારી વધી શકે છે. લવ: જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. નવા મિત્રો મળશે. લકી નંબર: 3-6-8 લકી કલર: સફેદ શું કરવું: શ્રીકૃષ્ણને ખીરનો પ્રસાદ ધરાવો. સવારના સમયમાં આવકમાં ઘટાડો થશે અને કાર્યોમાં અડચણો આવશે. યાત્રામાં કષ્ટ થઈ શકે છે. કોઈની પાસેથી સહયોગની અપેક્ષા ન રાખવી. બપોર પછી સમયમાં સુધારો થશે. આવક વધશે અને વિવાદોમાં પક્ષ મજબૂત બનશે. કાર્યસ્થળ પર શાનદાર પ્રદર્શન રહેશે. ચિંતાઓ દૂર થશે. સાંજે મિત્રોનો સાથ મળશે. યોજનાઓ સફળ થશે અને મન પ્રસન્ન રહેશે. પરિવાર સાથે સુખદ યાત્રા પર જવાના યોગ છે. કરિયર: કારોબારમાં સુવિધાઓ પ્રાપ્ત થશે. નોકરીમાં કાર્ય વધુ રહેશે. લવ: પ્રેમ પ્રસ્તાવ અસ્વીકાર થશે. જીવનસાથી સાથેનો તણાવ દૂર થશે. લકી નંબર: 1-6-9 લકી કલર: કેસરી શું કરવું: શ્રીકૃષ્ણને ફળ ધરાવો. જૂના મિત્રો સાથે મુલાકાત અને ધનની આવકમાં સુધારો થશે. કાર્યો અવિરત પૂર્ણ થશે અને સહયોગ પ્રાપ્ત થશે. આવકમાં સુધારો રહેશે. પાળતુ પ્રાણીના લીધે મુશ્કેલી થઈ શકે છે. બપોરે તણાવ અને વિવાદનો સમય રહેશે. મિલકતને લઈને વિવાદ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ પણ થઈ શકે છે. સાંજનો સમય પરિચિતોને મળવાનો રહેશે અને ખર્ચ ઓછા થશે. ભાગ્યનો સાથ મળશે. મન પ્રસન્ન રહેશે. આવકમાં વૃદ્ધિ થશે. કરિયર: વેપારમાં ગતિ રહેશે. નોકરીમાં સમસ્યાઓ નહીં આવે. લવ: વૈવાહિક જીવન સુખમય રહેશે. પ્રેમમાં વિઘ્નો દૂર થશે. લકી નંબર: 1-6-8 લકી કલર: પીળો શું કરવું: શ્રીકૃષ્ણને મોગરાના પુષ્પ અર્પણ કરો. આવક સામાન્ય રહેશે. ભવિષ્યની ચિંતા રહેશે. નિરાશાનો ભાવ હાવી રહેશે. કાર્યસ્થળ પર સંસાધનોની અછત રહેશે. દિવસની મધ્યમાં આશાઓ બળવત્તર બનશે. સહયોગ પણ પ્રાપ્ત થશે. દિવસનો અંત ફરીથી સમસ્યાઓ ઊભી કરી શકે છે. વિવાદોથી દૂર રહો. કોઈને સમજાવવાનો પ્રયાસ ન કરો. અન્ય લોકોને પણ વિવાદોથી દૂર રાખો અને જામીન વગેરેના મામલામાં ન પડો. ભાઈઓ સાથે અંતર વધશે. કરિયર: વેપારમાં મુશ્કેલીઓ આવશે. નોકરીમાં સમય સામાન્ય રહેશે. લવ: પ્રેમ વ્યક્ત કરવા પર સફળતા પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધોમાં સુધારો થશે. લકી નંબર: 2-6-9 લકી કલર: વાદળી શું કરવું: શ્રીકૃષ્ણને શંખ દ્વારા જળાભિષેક કરો. સમય અનુકૂળ છે. સંતાન અને ભાગ્યનો સાથ મળશે. આવક સારી રહેશે અને કામ સમયસર પૂર્ણ થશે. વાહન સુખ મળશે. કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવવાની સંભાવના નથી. ધાર્મિક સ્થળો પર જવાની તક મળશે. પ્રખ્યાત વ્યક્તિઓને મળવાની તક પ્રાપ્ત થશે. રાજકારણીઓ માટે સફળતા અપાવનારો સમય રહેશે. વિરોધીઓ પર નિયંત્રણ રાખવામાં સફળ રહેશો અને વાહન સુખની પ્રાપ્તિ થશે. કરિયર: વેપાર ઉત્તમ રહેશે. નોકરીમાં પ્રશંસા પ્રાપ્ત થશે. લવ: પ્રેમથી વિરક્તિ થશે. જીવનસાથી તરફથી સુખ મળશે. લકી નંબર: 3-6-8 લકી કલર: વાદળી શું કરવું: શ્રીકૃષ્ણને મધ ધરાવો. શરૂઆતમાં મુશ્કેલીઓ આવશે. આવક ઓછી થશે અને પરિવાર સાથે મતભેદ થઈ શકે છે. બીજા પર વધુ વિશ્વાસ ન કરો. બપોર પછી સમસ્યાઓ પર નિયંત્રણ આવશે. દબાણ ઓછું થશે અને મિત્રોના સહયોગથી મુશ્કેલીઓ દૂર થશે. આવકમાં વૃદ્ધિ થશે. અડચણો દૂર થશે. સાંજે નકામી બાબતોમાં સમય બગડશે. માનસિક તણાવ રહેશે. કાર્યો માટે બનાવેલી યોજનાઓ બગડી શકે છે. સંતાનનો સહયોગ માનસિક બળ પૂરું પાડશે. કરિયર: વેપારમાં મુશ્કેલીઓ આવશે. નોકરીમાં અધિકારીઓ અસંતુષ્ટ રહેશે. લવ: પ્રેમ સંબંધો પર ધ્યાન ઓછું આપો. વૈવાહિક સાથીનો સહયોગ પ્રાપ્ત થશે. લકી નંબર: 1-4-6 લકી કલર: લાલ શું કરવું: શ્રીકૃષ્ણને મીઠાઈનો પ્રસાદ ધરાવો. આજનો શરૂઆતનો સમય સંઘર્ષ કરાવશે. આવક તો થશે પરંતુ ખર્ચનું પ્રમાણ પણ જળવાઈ રહેશે. આત્મવિશ્વાસ વધેલો રહેશે. બપોર પછી યોગ્યતા મુજબ કાર્યો પ્રાપ્ત થશે અને આવકમાં પણ વૃદ્ધિ થશે. અટકેલા કાર્યોમાં ગતિ રહેશે અને વિરોધીઓ પરાજિત થશે. સંતાનના કાર્યને કારણે અવરોધ આવશે, પરંતુ જલ્દી દૂર થઈ જશે. દિવસનો અંત શાનદાર રહેવાની સંભાવના છે. આવક અને સહયોગ પ્રાપ્ત થશે. યોજનાઓ સફળ થશે. કરિયર: વેપારમાં અચાનક તેજી રહેશે. નોકરીમાં બદલીના યોગ છે. લવ: જીવનસાથી પ્રત્યે આદર રહેશે. પ્રેમમાં અંતર આવી શકે છે. લકી નંબર: 5-6-8 લકી કલર: કથ્થઈ શું કરવું: શ્રીકૃષ્ણને દહીં-સાકરનો ભોગ લગાવો. શરૂઆત સારી રહેશે અને કાર્યમાં ઝડપ રહેશે. લક્ઝરી પર ખર્ચ પણ થશે. સહયોગ પ્રાપ્ત થશે. નવા મિત્રો મળી શકે છે. બપોરે સમસ્યાઓ રહી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો અને વિવાદોથી દૂર રહો. આવકમાં ઘટાડો પણ રહેશે. સહયોગની અપેક્ષા વ્યર્થ જશે. અનિચ્છનીય કાર્યો કરવા પડી શકે છે. સાંજથી સમય પક્ષમાં રહેશે અને સમસ્યાઓનું નિદાન થશે. આવકમાં સુધારા સાથે કાર્યની અધિકતા રહેશે. કરિયર: નોકરીમાં ધ્યાનથી કામ કરો. વેપારમાં ધ્યાન ચૂકવાથી ગડબડ થઈ શકે છે. લવ: અવિવાહિતોને વૈવાહિક પ્રસ્તાવ પ્રાપ્ત થશે. પ્રેમમાં નિરાશા મળી શકે છે. લકી નંબર: 1-6-9 લકી કલર: લીલો શું કરવું: શ્રીકૃષ્ણને તુલસીપત્રનો ભોગ લગાવો. બચત કરવા પર ભાર આપો. આજે ધનની અછતનો સામનો કરવો પડશે. દેવું લેવાની જરૂર પડશે. આવકમાં ઘટાડા સાથે વિવાદો અને અડચણો પણ આવશે. કાર્યમાં અવરોધ આવી શકે છે. બપોરનો સમય વિશેષ સાવધાની રાખવાનો રહેશે. કોઈપણ કાર્ય કરતા પહેલા સારી રીતે વિચાર કરો. સહયોગ પ્રાપ્ત થઈ જશે. દિવસના અંતે કંઈક સારું થવાની સંભાવના બનશે. ઉદાસી દૂર થશે અને જૂનું અટકેલું ધન પ્રાપ્ત થઈ શકે છે. કરિયર: વેપારમાં ખર્ચની અધિકતા રહેશે. નોકરીમાં બદલી થશે. લવ: પ્રેમ પ્રસ્તાવ સ્વીકાર થશે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 2-6-7 લકી કલર: મરૂન શું કરવું: શ્રીકૃષ્ણને માખણનો ભોગ લગાવો.
    Click here to Read More
    Previous Article
    05 મેનું ટેરો રાશિફળ:મકર જાતકો માટે સમૃદ્ધિ અને સર્જનાત્મકતાથી ભરેલો દિવસ, કુંભ જાતકોએ સમજી-વિચારીને નિર્ણયો લેવા
    Next Article
    મંગળવારનું રાશિફળ:સિંહ રાશિના જાતકોને આજે મનગમતી સફળતા મળશે, ગ્રહ સ્થિતિ અનુકૂળ હોવાથી કર્ક રાશિના લોકોને લીલા લેર

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment