Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાનની સોમનાથ મુલાકાત: તંત્ર એલર્ટ મોડમાં:કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક, તમામ વિભાગોને તાકીદે કામગીરી પૂર્ણ કરવા સૂચના

    8 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં આગામી 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ મુલાકાતને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. દેશના અતિ પવિત્ર તીર્થસ્થળ સોમનાથ મંદિર ખાતે યોજાનારી આ મહત્વપૂર્ણ મુલાકાતને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વડાપ્રધાનના આગમનથી લઈને પ્રસ્થાન સુધીની તમામ વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને સોમનાથ મંદિર ખાતેના દર્શન કાર્યક્રમ, સુરક્ષા વ્યવસ્થા અને માર્ગ વ્યવસ્થાને કેન્દ્રમાં રાખીને સંલગ્ન વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટરએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની ખામી કે અવ્યવસ્થા સહન કરવામાં આવશે નહીં અને દરેક વિભાગે પોતાની જવાબદારી સમયસર અને ચોકસાઈપૂર્વક નિભાવવી પડશે. વડાપ્રધાનના હેલિકોપ્ટર લેન્ડિંગ માટે હેલિપેડની સજ્જતા, અવિરત વીજ પુરવઠો જાળવવા માટે વીજ વિભાગને તાકીદ કરાઈ હતી. ટ્રાફિક વ્યવસ્થાને લગતા વિશેષ આયોજન સાથે શહેરના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહારનું સુચારૂ સંચાલન થાય તે માટે પોલીસ વિભાગને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પાર્કિંગ ઝોનની વ્યવસ્થા, જાહેર જનતાને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા તથા રોડ-શો માટે નિર્ધારિત માર્ગો પર સ્વચ્છતા અને બેરિકેટિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સુરક્ષા દૃષ્ટિએ જિલ્લા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે, જેમાં મલ્ટી-લેયર સિક્યુરિટી, ચેકિંગ પોઇન્ટ અને સીસીટીવી મોનિટરિંગનો સમાવેશ થશે. આરોગ્ય વિભાગને ઇમરજન્સી મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ અને તાત્કાલિક સારવાર માટેની સુવિધાઓ તૈયાર રાખવા જણાવાયું હતું, જ્યારે ફૂડ વિભાગને ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા ઉપર ખાસ નજર રાખવા સૂચના અપાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી જે.વી. કાકડિયા તેમજ માર્ગ-મકાન, આરોગ્ય, ફૂડ, આર.ટી.ઓ. સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓએ પોતાના વિભાગ મુજબની તૈયારીઓ અંગે માહિતી આપી અને નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની ખાતરી વ્યક્ત કરી. વડાપ્રધાનની મુલાકાતને લઈ સોમનાથ શહેરમાં તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ મુલાકાતને સફળ બનાવવા માટે જિલ્લા તંત્ર સંપૂર્ણ સજ્જ બની ગયું છે અને સમગ્ર આયોજનને ચુસ્ત અને સુવ્યવસ્થિત બનાવવા માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભવાનીપુરથી મમતા બેનર્જી 15,114 વોટથી હાર્યાં:સુવેન્દુ અધિકારીએ તેમને સતત બીજીવાર હરાવ્યા; મમતા બોલ્યા- કાઉન્ટિંગ દરમિયાન લાત મારી, ધક્કો માર્યો
    Next Article
    કેશોદના મધરવાડામાં ચાર પગનો આતંક:વાડીમાં કેરી વીણતા આધેડ પર દીપડાએ હુમલો કર્યો, માથાના ભાગે પંજો મારતા ગંભીર ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment