Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેશોદના મધરવાડામાં ચાર પગનો આતંક:વાડીમાં કેરી વીણતા આધેડ પર દીપડાએ હુમલો કર્યો, માથાના ભાગે પંજો મારતા ગંભીર ઈજા

    8 hours ago

    જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવતા મધરવાડા ગામના વાડી વિસ્તારમાં દીપડાના હુમલાની એક ચોંકાવનારી ઘટના બની છે. ગામના સીમ વિસ્તારમાં આવેલી આંબાની વાડીમાં મનસુખભાઈ ધુડા નામના આધેડ જ્યારે નીચે પડેલી કેરીઓ એકઠી કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. દીપડાએ મનસુખભાઈના માથાના ભાગે પંજો મારતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત મનસુખભાઈએ ઘરે ફોન કરી જાણ કરી તાત્કાલિક સારવાર અને બચાવ ગંભીર રીતે ઘાયલ હોવા છતાં મનસુખભાઈએ હિંમત દાખવી તુરંત જ ઘરે ફોન કરી પુત્રને જાણ કરી હતી. પરિવારજનો તાત્કાલિક ગાડી લઈને વાડીએ પહોંચ્યા હતા અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત મનસુખભાઈના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં દીપડાઓની અવરજવર વર્ષોથી છે, પરંતુ મનુષ્ય પર હુમલો કરવાની આ પ્રથમ ઘટના છે. વન વિભાગે પાંજરા ગોઠવ્યા વન વિભાગની કાર્યવાહી અને ગ્રામજનોમાં ફફડાટ આ ઘટનાની જાણ થતા જ વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હિંસક દીપડાને વહેલી તકે જેર કરવા માટે વાડી વિસ્તારમાં પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ હુમલાને પગલે મધરવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ખેડૂતો અને શ્રમિકોમાં ભયનો માહોલ હોવાથી વન વિભાગ દીપડાને વહેલી તકે પાંજરે પૂરે તેવી માંગ ઉગ્ર બની છે. વારંવાર હિંસક પ્રાણીઓ રહેણાંક અને વાડી વિસ્તારમાં આવી ચડતા હોવાથી હવે લોકો ખેતરે જવામાં પણ ડર અનુભવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વડાપ્રધાનની સોમનાથ મુલાકાત: તંત્ર એલર્ટ મોડમાં:કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક, તમામ વિભાગોને તાકીદે કામગીરી પૂર્ણ કરવા સૂચના
    Next Article
    Karnataka bypoll: Cong wins both seats despite initial scare in Davanagere South

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment