Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંબાવાડીમાં કેરી વીણતા આધેડ પર દીપડાનો હુમલો:કેશોદના મધરવાડામાં કેરી વીણતા આધેડ પર દીપડાનો હુમલો: માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા, વન વિભાગે પાંજરા મૂકી તપાસ તેજ કરી

    11 hours ago

    ​જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવતા મધરવાડા ગામના વાડી વિસ્તારમાં દીપડાના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના સીમ વિસ્તારમાં આવેલી આંબાની વાડીમાં મનસુખભાઈ ગોરાભાઈ ધુડા નામના આધેડ જ્યારે નીચે પડેલી કેરીઓ એકઠી કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ તેમના પર હુમલો કરી દીધો હતો. દીપડાએ આધેડના માથાના ભાગે પંજો મારતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ હિંસક પ્રાણી ત્યાંથી નાસી છૂટ્યું હતું. ​ઈજાગ્રસ્ત મનસુખભાઈએ હિંમત દાખવી તુરંત જ ઘરે ફોન કરી પુત્રને જાણ કરતા પરિવારજનો ગાડી લઈને વાડીએ પહોંચ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મનસુખભાઈએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દીપડાઓની અવરજવર વર્ષોથી છે પરંતુ મનુષ્ય પર હુમલાની આ પ્રથમ ઘટના છે. ​ઘટનાની જાણ થતા જ વન વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને હિંસક દીપડાને જેર કરવા માટે વાડી વિસ્તારમાં પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલાના પગલે મધરવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ખેડૂતો અને શ્રમિકોમાં ભયનો માહોલ હોવાથી વન વિભાગ વહેલી તકે દીપડાને પાંજરે પૂરે તેવી માંગ ઉગ્ર બની છે. વારંવાર હિંસક પ્રાણીઓ રહેણાંક અને વાડી વિસ્તારમાં આવી ચડતા હોવાથી લોકો હવે ખેતરે જવામાં પણ ડર અનુભવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભવાનીપુરમાં મમતા 10,000 મતોથી પાછળ, સુવેન્દુ આગળ:મમતા સ્ટ્રોંગરૂમમાંથી બહાર નીકળીને બોલ્યા- મને મારી, ધક્કો માર્યો; ફરીથી કાઉન્ટિંગ થાય
    Next Article
    ગૌમાતા પોષણ યોજનાના નાણાં અટક્યા:વલસાડ સહિત રાજ્યમાં ગૌશાળા સંચાલકો મુશ્કેલીમાં, કલેક્ટરને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment