Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌમાતા પોષણ યોજનાના નાણાં અટક્યા:વલસાડ સહિત રાજ્યમાં ગૌશાળા સંચાલકો મુશ્કેલીમાં, કલેક્ટરને રજૂઆત

    4 days ago

    રાજ્યમાં ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળાઓને મળતી સહાયના નાણાં અટકી ગયા છે. વલસાડ જિલ્લા સહિત રાજ્યભરની ગૌશાળાઓને છેલ્લા ત્રણ મહિનાથી (જાન્યુઆરીથી માર્ચ) ચોથો હપ્તો ન મળતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે રાજ્ય પાંજરાપોળ સેવા સંઘના નેજા હેઠળ સંચાલકોએ વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માને રજૂઆત કરી છે. સંચાલકોએ કલેક્ટરને વહેલી તકે નાણાં રિલીઝ કરવા માંગ કરી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘાસચારાના ભાવ બમણા થઈ ગયા છે, જેના કારણે ગૌશાળાઓ માટે ઘાસચારો ખરીદવો મુશ્કેલ બન્યો છે. ગૌશાળા સંચાલક સંદીપ દેસાઈએ જણાવ્યું કે, સરકારી સહાય ન મળવાને કારણે વેપારીઓને પેમેન્ટ ચૂકવી શકાતું નથી. પરિણામે, વેપારીઓ પણ હવે ઉધારમાં ઘાસચારો આપવા તૈયાર નથી, જેનાથી ગૌવંશના નિભાવમાં મોટી સમસ્યાઓ ઊભી થઈ છે. ગૌશાળાઓ રખડતી ગાયોને પણ આશ્રય આપે છે, જેના નિભાવ માટે મોટો ખર્ચ થાય છે. કલેક્ટર ભવ્ય વર્માએ સંચાલકોની રજૂઆત સાંભળ્યા બાદ નાયબ પશુપાલન નિયામકને આ બાબતે તાત્કાલિક બેઠક યોજવા સૂચના આપી છે. આવતીકાલે યોજાનારી આ બેઠકમાં બાકી હપ્તો રિલીઝ કરવા અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. વલસાડ જિલ્લામાં લગભગ 25 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ કાર્યરત છે. મોટી ગૌશાળાઓમાં 80 થી 100 અને નાની સંસ્થાઓમાં 40 થી 50 ગૌવંશ છે. સરકાર પ્રતિ ગૌવંશ દીઠ દૈનિક 30 રૂપિયા (મહિને 900 રૂપિયા) ની સહાય આપે છે. દરેક ગૌશાળાના કદ મુજબ 3 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીની સહાયના નાણાં બાકી છે. સંચાલકોએ વધુમાં જણાવ્યું કે, જો સરકાર જમીન અને આર્થિક સહાયમાં યોગ્ય સાથ આપે તો આગામી 31 ડિસેમ્બર 2030 સુધીમાં વલસાડ જિલ્લામાં એક પણ ગાય રસ્તા પર રખડતી જોવા નહીં મળે. આનાથી અકસ્માતો અને જાનહાનિમાં પણ ઘટાડો થશે.
    Click here to Read More
    Previous Article
    આંબાવાડીમાં કેરી વીણતા આધેડ પર દીપડાનો હુમલો:કેશોદના મધરવાડામાં કેરી વીણતા આધેડ પર દીપડાનો હુમલો: માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા, વન વિભાગે પાંજરા મૂકી તપાસ તેજ કરી
    Next Article
    बंगाल और असम में भगवा लहर, लेकिन BJP के लिए दक्षिण के दुर्ग में सेंध अब भी मुश्किल क्यों

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment