Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી પોલીસે અપહરણના ગુનાના આરોપીને પકડ્યો:દોઢ વર્ષથી નાસતા ફરતા રૂ. 10,000ના ઇનામી આરોપીની રાજકોટમાંથી ધરપકડ

    3 days ago

    અમરેલી પોલીસે અપહરણના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા રૂ. 10,000ના ઇનામી આરોપીની રાજકોટમાંથી ધરપકડ કરી છે. ગુજરાત પોલીસ દ્વારા ગુમ થયેલા લોકો અને ફરાર આરોપીઓને પકડવા ચલાવવામાં આવેલી ઝુંબેશ હેઠળ આ સફળતા મળી છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના સીધા સુપરવિઝન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. ઓમદેવસિંહ જાડેજા અને તેમની ટીમે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના નવી મેંગણી ગામમાંથી આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢ્યો હતો. આરોપી વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 137(2), 87 તેમજ પોક્સો એક્ટ કલમ 18 હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ અજય ઉર્ફે વિજ્યો રામસિંહભાઈ નીનામા છે, જે ધાર જિલ્લાના આબંલીપુરાનો રહેવાસી છે. પોલીસને તેની કોઈ કડી ન મળતા રૂ. 10,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરી પી.આઈ. ઓમદેવસિંહ જાડેજા, એએસઆઈ જી.બી. લાપા, પોલીસ કર્મચારી ઉદયભાઈ મેણીયા, દેવાયતભાઈ ભેડા, અક્ષયરાજસિંહ ગોહિલ, વુમન કોન્સ્ટેબલ નિજલબેન મેતલિયા અને ડ્રાઈવર કોન્સ્ટેબલ ભરતભાઈ પરમાર સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. જિલ્લા પોલીસ વડાએ આ કામગીરીને બિરદાવી પોલીસ ટીમની પ્રશંસા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    દીકરીઓના શિક્ષણ માટે સેવાનો મહાકુંભ યોજાયો:સુરતમાં 5100 કન્યાઓને આર્થિક સહાય અને સવા લાખ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ
    Next Article
    બ્રહ્માકુમારીઝ કાંકરિયાએ સ્વાસ્થ્ય જાગૃતિ શિબિર યોજી:કેન્સરની ઓળખ અને આંખોની સંભાળ પર માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment