Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પં.બંગાળ, આસામ અને પોંડીચેરીમાં ભાજપની જીતની ભાવનગરમાં ભવ્ય ઉજવણી:ઘોઘા ગેટ ચોક ખાતે આતશબાજી કરી ડીજે સાથે કાર્યકર્તાઓ ગરબે ઘૂમ્યા, ઝાલમુરી ખાઈ મનાવ્યો વિજયોત્સવ

    11 hours ago

    ભાવનગર શહેર ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળ, આસામ, પોંડીચેરી અને ગુજરાતની ઉમરેઠ બેઠક પર મેળવેલા વિજયની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ઘોઘા ગેટ ચોક ખાતે એકત્ર થયેલા કાર્યકરો અને નેતાઓએ આતશબાજી કરી અને પરંપરાગત વાનગીઓનો આસ્વાદ માણીને જીતનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. શહેર પ્રમુખ, પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રાસગરબા રમવાની સાથે બંગાળની પ્રખ્યાત ઝાલમુરી ખાઈને ઉજવણી કરી હતી. ભાજપ શહેર પ્રમુખ કુમાર શાહે જણાવ્યું હતું કે, આજે પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડીચેરીમાં ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે ભાજપના તમામ કાર્યકરોમાં આજે આજે ખુશીનો માહોલ છે. સાથે સાથે ગુજરાતની ઉમરેઠની સીટ હતી, તેમાં પણ ભવ્ય વિજય થયો છે. ભાજપના તમામ કાર્યકર્તાઓ દ્વારા ખુશીનો વિજય ઉત્સવ મનાવવા માટે થઈને આજે ઘોઘા ગેટ ચોક ખાતે આ ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મહામંત્રી નરેન્દ્રસિંહ, નિલેશભાઈ, મુકેશભાઈ, પૂર્વ મેયર, તમામ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ, સંગઠનના સૌ સાથીઓ અને સૌ કાર્યકર્તાઓ જે રીતે પોતાનો ઉત્સાહ છે અને જે રીતે મમતાનો જે ગઢ તોડ્યો છે, એ ગઢ આજે તોડવાનો જે રીતે પોતાની અંદર એક અહમ હતો, એ અહમ આજે તૂટી ગયો છે. ત્યારે ભાજપની અને તમામ નાગરિકોની આજે જીત થઈ છે. આ સાથે સૌનો ભારતીય જનતા પાર્ટી વતી પણ જે રીતના મતદાન થયું છે, તે બદલ ખૂબ ખૂબ આભાર પણ માનું છું.
    Click here to Read More
    Previous Article
    જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા જામનગરમાં લગ્ન કરશે?:વર્ષના અંતમાં સાત ફેરા લેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું, પિતા બોની કપૂરે ખુલાસો કર્યો
    Next Article
    યુકેની ચૂંટણીમાં ગુજરાતી ઉમેદવારોનો દબદબો:હેરો અને બ્રેન્ટમાં 7મીએ કાઉન્સિલ ઇલેક્શન, સ્વામિનારાયણ મંદિરમાં યોજાઇ સભા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment