Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા જામનગરમાં લગ્ન કરશે?:વર્ષના અંતમાં સાત ફેરા લેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું, પિતા બોની કપૂરે ખુલાસો કર્યો

    13 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર અને શિખર પહાડિયાના લગ્ન થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. બંને આ વર્ષના અંતમાં લગ્ન કરવાના હોવાની અટકળો પર હવે જાહ્નવીના પિતા અને ફિલ્મમેકર બોની કપૂરે સ્પષ્ટતા કરી છે. દીકરીના લગ્નની ચર્ચા પર પિતાનો ખુલાસો ખરેખરમાં, છેલ્લા કેટલાક દિવસોથી ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, આ કપલ સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનાની વચ્ચે ગુજરાતના જામનગરમાં એક પરંપરાગત સમારોહમાં લગ્ન કરી શકે છે. જ્યારે આ અટકળો વિશે બોની કપૂરને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ઈ-ટાઈમ્સ સાથેની વાતચીતમાં સીધા જ કહ્યું, "ના, આ સાચું નથી." શિખર પહાડિયા પરિવારની નજીકનો વ્યક્તિ શિખર અવારનવાર કપૂર પરિવારના ખાનગી કાર્યક્રમો અને રજાઓમાં જોવા મળે છે. તે માત્ર જાહ્નવી સાથે વેકેશન પર જ નથી જતો, પરંતુ ઘણીવાર મંદિરોના દર્શન માટે પણ પરિવાર સાથે જોવા મળે છે. જાહ્નવીએ પણ એપ્રિલ 2024માં 'કોફી વિથ કરણ'ના એક એપિસોડમાં ઇશારામાં જણાવ્યું હતું કે, તે કોઈની સાથે રિલેશનશિપમાં છે. બંનેનું નામ સૌથી પહેલા ત્યારે જોડાયું હતું, જ્યારે જાહ્નવીએ બોલિવૂડમાં ડેબ્યૂ પણ નહોતું કર્યું. વર્ષ 2016માં થોડા સમય સુધી એકબીજાને ડેટ કર્યાં પછી બંને અલગ થઈ ગયાં હતાં. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી બંને અવારનવાર જાહેર સ્થળોએ સાથે જોવા મળે છે. પ્રેમમાં સુરક્ષિત અનુભવે છે જાહ્નવી તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન જાહ્નવીએ પ્રેમ અને તેના પાર્ટનર વિશે ખૂલીને વાત કરી હતી. તેણે શિખરનું નામ લીધા વિના કહ્યું, "પ્રેમ સુરક્ષિત અનુભવ કરાવે છે. તેની હાજરીને કારણે હવે હું પોતાને એટલી લાચાર અનુભવતી નથી." તેણે આગળ કહ્યું કે, તે આ સંબંધમાં એક બાળકીની જેમ રહી શકે છે અને તેની સાથે તેને સૌથી વધુ મજા આવે છે. એક્ટ્રેસના મતે, આ પ્રેમે તેને તેના સૌથી સાચા સ્વરૂપમાં રહેવામાં મદદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈ સામે લખનઉની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ:અક્ષત રઘુવંશી આઉટ; બુમરાહે માર્કરમને કેચ કરાવ્યો, પણ અમ્પાયરે નો બોલ આપ્યો
    Next Article
    પં.બંગાળ, આસામ અને પોંડીચેરીમાં ભાજપની જીતની ભાવનગરમાં ભવ્ય ઉજવણી:ઘોઘા ગેટ ચોક ખાતે આતશબાજી કરી ડીજે સાથે કાર્યકર્તાઓ ગરબે ઘૂમ્યા, ઝાલમુરી ખાઈ મનાવ્યો વિજયોત્સવ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment