Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ બંગાળ સહિત રાજ્યોમાં ભાજપનો વિજય:જામનગરમાં સાંસદ પૂનમબેન માડમની હાજરીમાં વિજયોત્સવ

    9 hours ago

    પશ્ચિમ બંગાળ સહિત દેશના વિવિધ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા વિજયની ઉજવણી જામનગર શહેર ભાજપ દ્વારા કરવામાં આવી હતી. આ વિજયોત્સવમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિજયના સમાચાર મળતા જ જામનગર ભાજપ કાર્યાલય ખાતે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. કાર્યકરોએ ઢોલ-નગારાના તાલે ઉજવણી કરી હતી. મહિલા મોરચાના બહેનો અને કાર્યકરોએ ગરબે ઘૂમીને વિજયની ખુશી વ્યક્ત કરી હતી. આ ઉજવણી દરમિયાન કાર્યકરોએ આતશબાજી કરી અને ફટાકડા ફોડી વિજયની ખુશી વ્યક્ત કરી હતી. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરાવી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને જનતાના અતૂટ વિશ્વાસનું પરિણામ છે. શહેર પ્રમુખ બીનાબેન કોઠારીએ કાર્યકરોની મહેનતને બિરદાવી હતી. શહેરના હોદ્દેદારો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં સમર્થકો પણ આ વિજયોત્સવમાં સહભાગી થયા હતા.
    Click here to Read More
    Previous Article
    ઓરવાડ ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કર ઝડપાયો:વલસાડ LCBએ ₹7.84 લાખના મુદ્દામાલ સાથે પકડ્યો
    Next Article
    સુરેન્દ્રનગરમાં RSS દ્વારા 'યુવા સંમેલન' યોજાયું:સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રભક્તિ અને યુવા સશક્તિકરણ પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment