Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓરવાડ ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કર ઝડપાયો:વલસાડ LCBએ ₹7.84 લાખના મુદ્દામાલ સાથે પકડ્યો

    10 hours ago

    પારડી તાલુકાના ઓરવાડ ગામમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે બનાસકાંઠાના એક રીઢા તસ્કરને ₹7.84 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ ઘટના પારડીના ઓરવાડમાં બની હતી, જ્યાં તસ્કરોએ એક બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. ઘરનું તાળું તોડી અંદર પ્રવેશી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. CCTV ફૂટેજ તપાસતા સામે આવ્યું કે આરોપીએ માત્ર 21 મિનિટમાં ચોરીને અંજામ આપ્યો હતો. વલસાડ જિલ્લામાં ઘરફોડ ચોરીના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને LCBની ટીમે આ ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ચોરીમાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડવા માટે જાળ બિછાવી હતી. પોલીસને બાતમી મળી હતી કે આરોપી મુદ્દામાલ સાથે ભાગવાની ફિરાકમાં છે. જેના આધારે વોચ ગોઠવી બનાસકાંઠાના આ શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી પાસેથી લાખોની કિંમતના સોના-ચાંદીના દાગીના અને ચોરી કરેલી રોકડ રકમ સહિત કુલ ₹7.84 લાખથી વધુની મત્તા જપ્ત કરવામાં આવી છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ પણ અલગ-અલગ પોલીસ મથકોમાં 4 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. તે મોટે ભાગે ધોળા દિવસે બંધ ઘરોની રેકી કરીને ચોરી કરવામાં માહેર છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે, જેથી અન્ય ગુનાઓના ભેદ પણ ઉકેલી શકાય.
    Click here to Read More
    Previous Article
    વલસાડના નાનાપોંઢામાં દુકાનમાંથી વિસ્ફોટકોનો જથ્થો ઝડપાયો:એક શખ્સની ધરપકડ, SOGએ કાર્યવાહી કરી
    Next Article
    પશ્ચિમ બંગાળ સહિત રાજ્યોમાં ભાજપનો વિજય:જામનગરમાં સાંસદ પૂનમબેન માડમની હાજરીમાં વિજયોત્સવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment