Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મલ્હાર ઠાકર-શ્રૃહદ ગોસ્વામી સાથે સેલ્ફી લેવા પડાપડી:સુરતમાં ફિલ્મ ધરપકડનું પ્રમોશન, ડુમસ સી-ફેસ પર સુપરસ્ટારને જોવા માનવ મહેરામણ ઉમટ્યું

    1 day ago

    સુરતના ડુમસ સી-ફેસ પર આગામી ગુજરાતી ફિલ્મ 'ધરપકડ'ના પ્રમોશન દરમિયાન ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મની સ્ટાર કાસ્ટ, ખાસ કરીને સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને 'લાલો' ફેમ એક્ટર શ્રૃહદ ગોસ્વામીને જોવા માટે ચાહકોનું કીડીયારું ઉભરાયું હતું. પોતાના મનપસંદ કલાકારો સાથે સેલ્ફી લેવા માટે યુવાઓમાં પડાપડી થઈ હતી, જેના કારણે ડુમસના દરિયાકિનારે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નકલી પોલીસે મલ્હાર ઠક્કરને હાથમાં હાથકડી પહેરાવી જ્યાં ફિલ્મના નામ પ્રમાણે જ મલ્હારની ધરપકડનો એક સીન ક્રિએટ કરવામાં આવ્યો હતો. ડુમસ સી-ફેસ પર ભીડ હતી, ત્યારે અચાનક નકલી પોલીસ સાથે મલ્હાર ઠાકર અને શ્રૃહદ ગોસ્વામીની એન્ટ્રી થઈ હતી. ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે નકલી પોલીસ દ્વારા મલ્હાર ઠક્કરને હાથમાં હાથકડી પહેરાવવામાં આવી હતી. આ દ્રશ્ય જોઈને ડુમસ ફરવા આવેલા લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે શું ખરેખર મલ્હારની ધરપકડ થઈ છે? જોકે, ટૂંક સમયમાં જ સ્પષ્ટ થયું હતું કે આ તેમની નવી ફિલ્મ 'ધરપકડ'ના પ્રમોશનનો એક ભાગ છે. ફિલ્મના ટાઇટલ સાથે જોડાયેલા કોન્સેપ્ટને લોકો સમક્ષ રજૂ કર્યો અભિનેતા મલ્હાર ઠક્કરની સાથે 'લાલો' મૂવી ફેમ એક્ટર શ્રૃહદ ગોસ્વામી પણ જોવા મળ્યા હતા. શ્રૃહદ ગોસ્વામી જેમને લોકો 'લાલા' તરીકે ઓળખે છે, તેમની લોકપ્રિયતા પણ સુરતીઓમાં ઘણી જોવા મળી હતી. આ બંને કલાકારોએ ફિલ્મના પ્રમોશન માટે ડુમસ સી-ફેસ પર લાંબો સમય વિતાવ્યો હતો અને ફિલ્મના ટાઇટલ સાથે જોડાયેલા કોન્સેપ્ટને લોકો સમક્ષ રજૂ કર્યો હતો. મલ્હાર અને શ્રૃહદ સાથે સેલ્ફી લેવા માટે ચાહકોની પડાપડી સુરત અને સુરતીઓ હંમેશા કલાકારોને આવકારવા માટે જાણીતા છે. જ્યારે લોકોને ખબર પડી કે આ તેમની ફેવરિટ જોડીનું શૂટિંગ અથવા પ્રમોશન ચાલી રહ્યું છે, ત્યારે લોકોએ આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી હતી. સોશિયલ મીડિયા પર મલ્હાર ઠક્કરના હાથકડી વાળા વીડિયો અને ફોટા વાયરલ થયા હતા. ફરવા આવેલા યુવાનો અને પરિવારોએ મલ્હાર અને શ્રૃહદ સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. કલાકારોએ પણ ખૂબ જ નમ્રતાપૂર્વક ચાહકો સાથે ફોટોસ પડાવ્યા હતા અને સુરતીઓના પ્રેમનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હાઇકોર્ટે પત્ની અને દીકરીનું ભરણપોષણ લગભગ બમણું કર્યું:સુરેન્દ્રનગરની ફેમિલી કોર્ટે પત્ની અને દીકરીના ભરપોષણ પેટે પતિએ 18 હજાર આપવાના નક્કી કર્યાં હતા, હવેથી 39 હજાર માસિક ચૂકવવા પડશે
    Next Article
    વલસાડના નાનાપોંઢામાં દુકાનમાંથી વિસ્ફોટકોનો જથ્થો ઝડપાયો:એક શખ્સની ધરપકડ, SOGએ કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment