Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઇકોર્ટે પત્ની અને દીકરીનું ભરણપોષણ લગભગ બમણું કર્યું:સુરેન્દ્રનગરની ફેમિલી કોર્ટે પત્ની અને દીકરીના ભરપોષણ પેટે પતિએ 18 હજાર આપવાના નક્કી કર્યાં હતા, હવેથી 39 હજાર માસિક ચૂકવવા પડશે

    1 day ago

    ગુજરાત હાઇકોર્ટમાં પતિ અને પત્ની બંને દ્વારા ફેમિલી કોર્ટ સુરેન્દ્રનગરના હુકમ સામે અરજી દાખલ કરવામાં આવી હતી. પત્નીને 12 હજાર અને પુત્રીને 06 હજાર ભરણપોષણ ચૂકવવાનો આદેશ સુરેન્દ્રનગર ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. આ આદેશ વિરુદ્ધ પત્નીએ રકમ વધારવા માટે એડવોકેટ બ્રિજેશ રામાનુજ મારફતે અરજી કરી હતી. જો કે પતિએ સામે ભરણપોષણની રકમ ઘટાડવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 'લોનના હપ્તા કરતા પત્ની-બાળકોનું ભરણપોષણ પ્રાથમિક જવાબદારી' આ અરજીમાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે પતિનો ચોખ્ખો પગાર 79,238 છે. લોનના હપ્તા જેવી સ્વૈચ્છિક કપાતોને પત્ની અને બાળકના ભરણપોષણની પ્રાથમિક જવાબદારી કરતા વધુ મહત્વ આપી શકાય નહીં. પતિ પર પત્ની, પુત્રી અને નિવૃત્ત પિતા એમ કુલ ચારની જવાબદારી ગણવામાં આવી હતી. 'પતિના સ્ટેટસ પ્રમાણે ભરણપોષણ હોવું જોઈએ' કોર્ટે વિવિધ ચુકાદાઓને ટાંકીને નોંધ્યું હતું કે ભરણપોષણની રકમ પતિના સ્ટેટસ અને આવકને અનુરૂપ હોવી જોઈએ. આથી હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશમાં સુધારો કરીને નિર્ણય આપ્યો હતો કે પતિએ પત્નીને 19,800 અને પુત્રીને 19, 800 એમ કુલ 39,600 માસિક ભરણપોષણ તરીકે ચૂકવવાના રહેશે. આ રકમ ફેમિલી કોર્ટમાં અરજી કર્યાની તારીખ એટલે કે 1 જૂન, 2023થી ચૂકવવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    Bengal Election Results: PM Modi और Nitin Nabin की ये दोनों Video क्यों हो गई Viral? PM Modi Speech
    Next Article
    મલ્હાર ઠાકર-શ્રૃહદ ગોસ્વામી સાથે સેલ્ફી લેવા પડાપડી:સુરતમાં ફિલ્મ ધરપકડનું પ્રમોશન, ડુમસ સી-ફેસ પર સુપરસ્ટારને જોવા માનવ મહેરામણ ઉમટ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment