Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપે બંગાળ, આસામ, પુડુચેરીમાં બહુમતી મેળવી:રાજપીપળામાં કાર્યકરોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી

    10 hours ago

    રાજપીપળા, નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ બંગાળ, આસામ અને પુડુચેરી સહિતના રાજ્યોમાં બહુમતી મેળવતા ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવી હતી. રાજપીપળા શહેરના સફેદ ટાવર પાસે ભાજપના કાર્યકરો અને નેતાઓએ ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી અને આતિશબાજી કરીને જીતનો જશ્ન મનાવ્યો હતો. આ ઉજવણી દરમિયાન સમગ્ર વિસ્તાર "ભારત માતા કી જય", "વંદે માતરમ્" અને "ભાજપ ઝિંદાબાદ"ના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવ, સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ, ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, શહેર ભાજપ પ્રમુખ અજિત પરીખ, પાલિકા સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ભાજપે મેળવેલી સફળતા એ લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારા સમયમાં દેશભરમાં ભાજપનું જનસમર્થન વધુ મજબૂત બનશે. સફેદ ટાવર ચોક ખાતે આ વિજય ઉત્સવ દરમિયાન ઉત્સાહભર્યું અને આનંદમય વાતાવરણ સર્જાયું હતું.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ આરપીએફ ડિવિઝનની મોટી સિદ્ધિ:એપ્રિલમાં મુસાફરોનો રૂ.5.38 લાખનો ખોવાયેલો સામાન પરત કર્યો, ચેન પુલિંગ અને ચોરીના ગુનામાં 27 આરોપીઓ ઝડપાયા
    Next Article
    હિંમતનગરમાં કલેક્ટર-જિલ્લા પંચાયત કચેરીએ ટ્રાફિક પોલીસની ડ્રાઇવ:હેલ્મેટ વિનાના પાંચ વાહનચાલકોનેરૂ. 3000નો દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment