Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ આરપીએફ ડિવિઝનની મોટી સિદ્ધિ:એપ્રિલમાં મુસાફરોનો રૂ.5.38 લાખનો ખોવાયેલો સામાન પરત કર્યો, ચેન પુલિંગ અને ચોરીના ગુનામાં 27 આરોપીઓ ઝડપાયા

    11 hours ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનલ સુરક્ષા કમિશનર કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા એપ્રિલ 2026 દરમિયાન મુસાફરોની સુરક્ષા અને સેવા માટે વિવિધ સફળ અભિયાનો હાથ ધરવામાં આવ્યા હતા. 'સેવા હી સંકલ્પ'ના મંત્ર સાથે RPF એ ખોવાયેલો સામાન પરત અપાવવાથી લઈને ગુનેગારોને પકડવા સુધીની કામગીરીમાં મોટી સફળતા મેળવી છે. ખોવાયેલા સામાનના 19 કિસ્સાઓમાં RPFની કાર્યવાહી પ્રાપ્ત વિગત અનુસાર ઓપરેશન અમાનત હેઠળ RPF દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જેમાં રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરો દ્વારા ભૂલથી રહી ગયેલા અથવા ખોવાયેલા સામાનના કુલ 19 કિસ્સાઓમાં આરપીએફના જવાનોએ ત્વરિત કાર્યવાહી કરી હતી. આ કામગીરી દરમિયાન અંદાજે રૂ. 5,38,699 ની કિંમતની મિલકત અને સામાન શોધી કાઢવામાં આવ્યો હતો, જે તેના અસલી માલિકોને જરૂરી ખરાઈ બાદ સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઓપરેશન નન્હે ફરિશ્તે અભિયાન અંતર્ગત 1 બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપીને માનવીય અભિગમનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સામાનની ચોરીના 3 કિસ્સાઓમાં 5 આરોપીની ધરપકડ આ ઉપરાંત રેલવે મિલકતની અને મુસાફરોની સુરક્ષા માટેના અન્ય અભિયાનોમાં પણ મોટી સફળતા મળી છે. ઓપરેશન યાત્રી સુરક્ષા અંતર્ગત મુસાફરોના સામાનની ચોરીના 3 કિસ્સાઓમાં કાર્યવાહી કરીને 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રેલવે પોલીસ (GRP) ને સોંપવામાં આવ્યા હતા. ટિકિટના કાળાબજાર રોકવા માટેના ઓપરેશન ઉપલબ્ધ હેઠળ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. રેલવેની જાહેર મિલકતને નુકસાન પહોંચાડતા તત્વો સામે ઓપરેશન રેલ સુરક્ષા હેઠળ કાર્યવાહી કરી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. 23 આરોપીઓ સામે રેલવે એક્ટ હેઠળ કાર્યવાહી ટ્રેનોના સમયસર સંચાલન માટે પણ આરપીએફ દ્વારા ઓપરેશન સમય પાલન ચલાવવામાં આવ્યું હતું. ટ્રેનમાં બિનજરૂરી રીતે સાંકળ ખેંચીને (ACP) અવરોધ ઉભો કરનારા તત્વો સામે કડક વલણ અપનાવતા 27 કેસ નોંધવામાં આવ્યા હતા અને 23 આરોપીઓ સામે રેલવે એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે જ મુસાફરો અને સામાન્ય જનતામાં જાગૃતિ લાવવા માટે ઓપરેશન જનજાગરણ હેઠળ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી. તેમજ બેનરો, પીએ સિસ્ટમ દ્વારા જાહેરાતો અને ગ્રામીણ વિસ્તારોમાં સરપંચો તેમજ અગ્રણીઓ સાથે બેઠકો યોજીને રેલવે ટ્રેક ઓળંગવો નહીં, પથ્થરમારો ટાળવો, નશાયુક્ત પદાર્થોનું સેવન, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા ગંભીર વિષયો પર લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ સફળતા અંગે જણાવ્યું હતું કે, મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આરપીએફ રાજકોટ ડિવિઝન સંપૂર્ણ સતર્કતા સાથે કાર્ય કરીને સુરક્ષિત, સંરક્ષિત અને વિશ્વસનીય રેલ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે. ત્યારે એપ્રિલ માસ દરમિયાન મળેલી આ સિદ્ધિઓ આરપીએફ જવાનોની નિષ્ઠા અને કાર્યક્ષમતા દર્શાવે છે. આગામી સમયમાં પણ આ પ્રકારની મુસાફરલક્ષી કામગીરી કરવાની ખાતરી તેમણે આપી હતી.
    Click here to Read More
    Previous Article
    પરિવારની નજર સામે આણંદપુર ડેમમાં ડૂબ્યો યુવક:જૂનાગઢના આણંદપુરમાં કપડાં ધોવા ગયેલા પરિવારનો મોભી ડૂબ્યો; નહાવા પડેલા 42 વર્ષીય યુવકનો પગ લપસતા ડેમમાં ગરકાવ, ડૂબેલા યુવકની શોધખોળ ચાલુ
    Next Article
    ભાજપે બંગાળ, આસામ, પુડુચેરીમાં બહુમતી મેળવી:રાજપીપળામાં કાર્યકરોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment