Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ભવ્ય વિજયોત્સવ:ભાજપના આગેવાનોએ 'ઝાલમુરી' ખાઈને પ. બંગાળ સહિતના રાજ્યોની જીત વધાવી, રાજુ ધ્રુવે કહ્યું- હવે બંગાળની જનતા ભયમુક્ત થઈ

    9 hours ago

    પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન તેમજ જીતને પગલે રાજકોટમાં ભારે ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા આ જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટનાં જાણીતા કિશાનપરા ચોક ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને ફટાકડા ફોડી, ઢોલ-નગારાના તાલે ઝૂમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ઉજવણીમાં ભાજપના નેતા રાજુ ધ્રુવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પશ્ચિમ બંગાળની જીતને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે, બંગાળમાં મમતા બેનર્જી અને ભારત વિરોધી પરિબળોનો પરાજય થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની રણનીતિએ બંગાળની જનતાને ભયમુક્ત કરી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના સપનાનું બંગાળ હવે સાકાર થઈ રહ્યું છે. આ ઉજવણીની ખાસ વાત એ હતી કે, કાર્યકરોએ એકબીજાને પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી 'ઝાલમુરી' ખવરાવી હતી. વડાપ્રધાન મોદીએ પણ બંગાળમાં ઝાલમુરીનો આનંદ માણ્યો હતો, જેની યાદમાં રાજકોટના કાર્યકરોએ આ અનોખી રીતે જીતની ઉજવણી કરી હતી. સમગ્ર કિશાનપરા ચોક કેસરીયા રંગે રંગાયો હતો. તેમજ ભાજપના કાર્યકરોમાં ભારે જોશ જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લામાં ચોમાસા પૂર્વેની તૈયારીની સમીક્ષા, 12 નાયબ કલેક્ટરોને જવાબદારી સોંપાઈ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન પ્રિપેર્ડનેસ બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન પૂર કે અન્ય કુદરતી આપત્તિઓને પહોંચી વળવા માટે જિલ્લાના દરેક તાલુકા દીઠ એક એમ કુલ 12 નાયબ કલેક્ટરોને વિશેષ ફરજ સોંપવામાં આવી છે. આ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો ચુસ્ત અમલ કરવા અને ભારે વરસાદ કે વાવાઝોડાની સ્થિતિમાં તમામ સ્ટાફને ફરજ પર હાજર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. આગામી 1 જૂનથી તાલુકા કક્ષાએ 24 કલાક કાર્યરત ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ પાણીના વહેણમાં અવરોધ કરતા દબાણો દૂર કરવા અને ભૂતકાળમાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ હોય ત્યાં આગોતરી કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર એન. કે. મુછારે જોખમી હોર્ડિંગ્સ અને જર્જરિત થાંભલાઓ હટાવવા સૂચના આપી હતી. આ ઉપરાંત, નીચાણવાળા વિસ્તારોનું લિસ્ટ તૈયાર રાખવા, આશ્રય સ્થાનોની ચકાસણી કરવા અને તરવૈયાઓની યાદી અપડેટ કરવા જણાવાયું છે. પશુ કે માનવ મૃત્યુના કિસ્સામાં સહાયની રકમ વહેલી તકે ચૂકવાય તે માટે પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર મુકાયો હતો. રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે ડેન્ગ્યુ, ચીકનગુનીયા અને કમળાનાં દર્દીઓ નોંધાયા રાજકોટ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલી ભીષણ ગરમીની સાથે રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, શહેરમાં રોગચાળાના કુલ 1888 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસના 749, સામાન્ય તાવના 711 અને ઝાડા-ઉલ્ટીના 423 કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં ડેન્ગ્યુનો 1, ચીકનગુનીયાનો 1, ટાઇફોડનો 1 અને કમળાના 2 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે. ચૂંટણી આચાર સંહિતા બાદ લાંબા સમયે આરોગ્ય વિભાગે આ આંકડાઓ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્ય અને મેલેરિયા વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. ફિલ્ડ વર્કરો દ્વારા 44111 ઘરોમાં પોરાનાશક તપાસ અને 203 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. તેમજ મચ્છરનો ઉપદ્રવ ધરાવતા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન મશીન વડે ફોગિંગ શરૂ કરાયું છે. તપાસ દરમિયાન મચ્છરના ઉત્પત્તિ સ્થાન મળી આવતા રહેણાંક વિસ્તારના 280 અને કોમર્શિયલ વિભાગના 34 મળી કુલ 314 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. વધુમાં, પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે અલગ-અલગ વોર્ડમાં 1058 ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચૈતર વસાવાને ગુજરાત પોલીસની બદનક્ષીમાં ભરૂચ કોર્ટની નોટિસ:લોકસભા ચૂંટણીમાં દારૂના નિવેદન મામલે AAP ધારાસભ્યને 23 જૂને હાજર રહેવા આદેશ, ઝઘડિયાની કંપનીના ઘર્ષણમાં 2 ગુના
    Next Article
    વડોદરામાં 4 અકસ્માતમાં 4 લોકોના મોત:અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પુત્રને મળવા જતા પિતાનું એકટીવાની અડફેટે મોત, બાઇકની ટક્કરે મહિલાએ જીવ ગુમાવ્યો, અજાણ્યા વાહનની ટક્કરે 2ના મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment