Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈતર વસાવાને ગુજરાત પોલીસની બદનક્ષીમાં ભરૂચ કોર્ટની નોટિસ:લોકસભા ચૂંટણીમાં દારૂના નિવેદન મામલે AAP ધારાસભ્યને 23 જૂને હાજર રહેવા આદેશ, ઝઘડિયાની કંપનીના ઘર્ષણમાં 2 ગુના

    10 hours ago

    આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાત પોલીસ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવાના મામલે ભરૂચની અદાલતે તેમને નોટિસ પાઠવી છે અને 23 જૂન, 2026ના રોજ કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે. સમગ્ર વિવાદ શું છે? લોકસભા ચૂંટણી વખતે જુલાઈ 2024માં ભરૂચ-અંકલેશ્વર ખાતે INDIA ગઠબંધનની ઓફિસમાં ચૈતર વસાવાએ એક નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે સમગ્ર ગુજરાત પોલીસ દારૂના વેચાણ સાથે સંકળાયેલી છે. આ નિવેદનને પોલીસ તંત્રની બદનક્ષી સમાન ગણીને તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્ટની કાર્યવાહી અને આદેશ આ મામલે તપાસ બાદ ભરૂચના તત્કાલીન એસપી મયુર ચાવડાએ 17 ડિસેમ્બર, 2024ના રોજ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેના આધારે જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. 18 એપ્રિલ, 2026: કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી. 4 મે, 2026: ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન એન. જોષીએ આદેશ આપ્યો. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 223(1) હેઠળ આરોપીને પક્ષ રાખવાની તક આપવી અનિવાર્ય હોવાથી કોર્ટે વસાવાને નોટિસ ફટકારી છે. વધતી જતી મુશ્કેલીઓ બદનક્ષીના આ કેસ ઉપરાંત પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમાર દ્વારા પણ વસાવા વિરુદ્ધ અલગ-અલગ બે ફરિયાદો નોંધાવવામાં આવી છે. તદુપરાંત, તાજેતરમાં ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીમાં લાગેલી આગની ઘટના બાદ પણ તેમની મુશ્કેલી વધી છે. 23 એપ્રિલના રોજ થયેલા આ અકસ્માતમાં 3 કામદારોના મોત થયા હતા અને 14 ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ 27 એપ્રિલના રોજ કંપની પરિસરમાં થયેલા ઘર્ષણ મામલે વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં વધુ બે ગુના નોંધાયા છે. એક તરફ રાજકીય ગરમાવો અને બીજી તરફ એક પછી એક નોંધાતા પોલીસ કેસોને કારણે ચૈતર વસાવા માટે કાયદાકીય પડકારો જટિલ બન્યા છે. હવે 23 જૂનના રોજ કોર્ટમાં તેઓ શું બચાવ રજૂ કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર, રાજકોટ અને કચ્છમાં આગામી 3 કલાક હળવા વરસાદની આગાહી:40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, આજે 5 શહેરોમાં 40 ડિગ્રી કરતા વધુ ગરમી
    Next Article
    રાજકોટમાં ભવ્ય વિજયોત્સવ:ભાજપના આગેવાનોએ 'ઝાલમુરી' ખાઈને પ. બંગાળ સહિતના રાજ્યોની જીત વધાવી, રાજુ ધ્રુવે કહ્યું- હવે બંગાળની જનતા ભયમુક્ત થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment