Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 4 અકસ્માતમાં 4 લોકોના મોત:અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પુત્રને મળવા જતા પિતાનું એકટીવાની અડફેટે મોત, બાઇકની ટક્કરે મહિલાએ જીવ ગુમાવ્યો, અજાણ્યા વાહનની ટક્કરે 2ના મોત

    8 hours ago

    વડોદરામાં 4 અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર એકટીવા ચાલકે પૂરપાટ ઝડપે આવીને 70 વર્ષીય સિનીયર સીટીઝનને અડફેટે લીધા હતા. જેથી તુરંત જ તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ એકટીવા ચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો, જેથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ બરોડા ડેરી પાસે બાઇકની ટક્કરે મહિલાએ જીવ ગુમાવ્યો છે, જ્યારે પાયોનીયર કોલેજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષા ચાલકનું મોત થયું છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના બાસ્કા ગામમાં રહેતા નગીનાબેન આદમભાઈ ઓડ (ઉંમર 70) દ્વારા હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના પતિ આદમભાઈ હાસમભાઈ ઓડ સાથે સવારના આશરે 7 વાગ્યે ઘરેથી પોર ખાતે નીકળ્યા હતા. વડોદરા નજીક નેશનલ હાઈવે નં. 48 પર કૃષ્ણા હોટલ સામે આદમભાઈ પોતાના પુત્ર મુસ્તુફાને મળવા માટે રિક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન સવારે આશરે 9 વાગ્યે અમદાવાદથી સુરત તરફ જતા માર્ગ પર એક એક્ટિવા ચાલકે બેદરકારીપૂર્વક અને પૂરપાટ ઝડપે એકટીવા ચલાવીને આદમભાઈને ટક્કર મારી હતી. અકસ્મતમાં આદમભાઈ નીચે પટકાયા હતા. આસપાસના લોકો અને તેમના પુત્ર તરત જ મદદે દોડી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન ચાલકે પોતાનું નામ વિવેકભાઈ અશોકભાઈ પંચાલ, (રહે. શીતલકુંજ સેક્ટર, ફર્ટિલાઇઝરનગર ટાઉનશીપ, છાણી રોડ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત આદમભાઈને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે નગીનાબેને હરણી પોલીસ સ્ટેશનમાં એક્ટિવા ચાલક વિવેકભાઈ પંચાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ વડોદરાની બરોડા ડેરી પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલા બાઈક ચાલકે રોડ ક્રોસ કરી રહેલા 70 વર્ષીય ભાનુબેન બારીયા(રહે. જ્ઞાનનગર, દંતેશ્વર, વડોદરા)ને અડફેટે લીધા હતા. અકસ્માત કરીને બાઈક ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. સિનિયર સિટીઝન મહિલાને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મકરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ત્રીજા એક અકસ્માતમાં વડોદરા નજીક આજવા રોડ પર પાયોનીયર કોલેજ પાસે અજાણ્યા વાહન ચાલકે રીક્ષાને અડફેટે લીધી હતી. જેમાં 49 વર્ષીય કમલેશસિંહ નટવરસિંહ ચાવડાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમ છતાં અજાણ્યો વાહનચાલક ત્યાંથી ભાગી ગયો હતો. બીજી તરફ કમલેશસિંહને પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે કપુરાઈ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ચોથા અકસ્માતમાં મહારાષ્ટ્રના વિશાલ કદમનું અજાણ્યા વાહનની ટક્કરે મોત થયું છે. ટ્રકમાં ક્લીનર તરીકેની ફરજ બજાવતા વિશાલ કદમ નેશનલ હાઈવે પર તરસાલીથી જાંબુવા બ્રિજની વચ્ચે નિર્મલ હોટલ ખાતે જમવા જઈ રહ્યા હતા. તેઓ રોડ ક્રોસ કરતા હતા, ત્યારે અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. જેમાં 40 વર્ષિય ક્લીનરનું મોત થયું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ભાગી ગયો હતો. આ મામલે કપુરાઈ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરામાં ત્રણ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર એકટીવાની અડફેટે 70 વર્ષીય સિનીયર સીટીઝનનનું મોત થયું હતું. જેમાં એકટીવા ચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો, જેથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે. બીજી તરફ બરોડા ડેરી પાસે બાઇકની ટક્કરે મહિલાએ જીવ ગુમાવ્યો છે, અકસ્માત સર્જીને બાઈક ચાલક ભાગી ગયો હતો. જ્યારે પાયોનીયર કોલેજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષા ચાલકનું મોત થયું છે. આ ઉપરાંત જાંબુવા અને તરસાલી બ્રિજ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત થયું હતું
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ભવ્ય વિજયોત્સવ:ભાજપના આગેવાનોએ 'ઝાલમુરી' ખાઈને પ. બંગાળ સહિતના રાજ્યોની જીત વધાવી, રાજુ ધ્રુવે કહ્યું- હવે બંગાળની જનતા ભયમુક્ત થઈ
    Next Article
    LIVE Updates: "People Of Bengal Taught A Lesson To Infiltrators," Says Amit Shah

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment