Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપે ત્રણ રાજ્યોમાં જીત મેળવી:મહીસાગરમાં ભાજપ કાર્યકર્તાઓએ વિજયોત્સવ ઉજવ્યો

    2 days ago

    દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા હતા. આમાંથી ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવવામાં સફળતા મેળવી છે. આ જીતની ઉજવણી મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા મથક લુણાવાડાના લુણેશ્વર ચાર રસ્તા ખાતે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવ્યો હતો. તેમણે ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી. મહીસાગર ભાજપના મહામંત્રી કમલેશ પાદરીયાએ જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે. તેમણે પશ્ચિમ બંગાળનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પ્રયાસોને કારણે મમતા બેનર્જીની "તાનાશાહીનો અંત આવ્યો છે" અને "બાંગ્લાદેશની ઘૂસણખોરીનો પણ અંત આવ્યો" એમ કહી શકાય. પાદરીયાએ મહીસાગર ભાજપ વતી વિશ્વના લોકપ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનીતિના ચાણક્ય અને ગૃહમંત્રી અમિત શાહ, તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવી જીને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જુનાગઢ બોર્ડનુ પરિણામ 2026:જૂનાગઢમાં સામાન્ય પ્રવાહનું 89.12% અને સાયન્સનું 88.97% પરિણામ, કુલ 213 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ,
    Next Article
    નવસારીમાં ભાજપનો ભવ્ય વિજયોત્સવ:બંગાળમાં 'પેજ સમિતિ'નું શસ્ત્ર કામ કરી ગયું, જૂના થાણા ખાતે ઢોલ-નગારા અને આતશબાજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment