Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુનાગઢ બોર્ડનુ પરિણામ 2026:જૂનાગઢમાં સામાન્ય પ્રવાહનું 89.12% અને સાયન્સનું 88.97% પરિણામ, કુલ 213 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ,

    18 hours ago

    ​ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે માર્ચ-2026માં યોજાયેલી ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લાએ આ વર્ષે પણ શિક્ષણ ક્ષેત્રે પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 89.12% અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 88.97% નોંધાયું છે. જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં કુલ 10,324 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 10,234 પરીક્ષામાં બેઠા હતા અને 9,121 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થયા છે. ગ્રેડની વાત કરીએ તો, 179 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 939 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી મેદાન માર્યું છે. બીજી તરફ, વિજ્ઞાન પ્રવાહમાં 2,610 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 2,322 પાસ થયા છે, જેમાં 34 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરિણામ જાહેર થતાની સાથે જ જૂનાગઢની શાળાઓ અને વિદ્યાર્થીઓના ઘરોમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. ભીષણ ગરમી હોવા છતાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ ચરમસીમાએ હતો. ઢોલ-નગારાના તાલે વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા અને એકબીજાને પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. સોશિયલ મીડિયા પર પણ સવારથી જ 'વધામણી'ના મેસેજોનો મારો જોવા મળ્યો હતો. ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનો શ્રેય સતત મહેનત અને પરિવારના સપોર્ટને આપ્યો હતો. વાલીઓના ચહેરા પર પણ સંતાનોની સફળતા જોઈને ગર્વના આંસુ જોવા મળ્યા હતા. શાળાના આચાર્યોએ જણાવ્યું હતું કે, આ વર્ષે પરિણામની ગુણવત્તામાં સુધારો થયો છે, ખાસ કરીને ઊંચા ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે જે જિલ્લા માટે ગૌરવની વાત છે. ​રાજ્ય સ્તરે જોઈએ તો ધોરણ-12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ આવ્યું છે, જેની સાપેક્ષમાં જૂનાગઢનું પ્રદર્શન સંતુલિત અને પ્રોત્સાહક રહ્યું છે. GUJCETના પરિણામો પણ સાથે જાહેર થતા હવે ઉચ્ચ શિક્ષણના પ્રવેશ માટેની દોડધામ શરૂ થશે. જૂનાગઢના આ પરિણામોએ સાબિત કર્યું છે કે મહેનત અને સમર્પણ હંમેશા સફળતા અપાવે છે.
    Click here to Read More
    Previous Article
    કરચલીયાપરામાં ચાર શખ્સોનો યુવક પર હુમલો:જૂની અદાવતને લઈને આરોપીઓએ લાકડીના ધોકા વડે માર માર્યો, ચારેય સામે ફરિયાદ નોંધાઈ
    Next Article
    ભાજપે ત્રણ રાજ્યોમાં જીત મેળવી:મહીસાગરમાં ભાજપ કાર્યકર્તાઓએ વિજયોત્સવ ઉજવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment