Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરચલીયાપરામાં ચાર શખ્સોનો યુવક પર હુમલો:જૂની અદાવતને લઈને આરોપીઓએ લાકડીના ધોકા વડે માર માર્યો, ચારેય સામે ફરિયાદ નોંધાઈ

    17 hours ago

    ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં ગત રાત્રિએ જૂની અદાવતને લઈને એક યુવાન પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. અગાઉ કરેલી પોલીસ અરજીની દાઝ રાખીને ચાર શખ્સોએ યુવાનને લાકડીના ધોકા વડે માર માર્યો હતો. સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવાને ચારેય શખ્સો વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. શું છે સમગ્ર મામલો? આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં રહેતા ફરિયાદી વિશાલ ઉર્ફે ટેક્સી સુરેશભાઈ મકવાણા (ઉં.વ. 30)એ આજ વિસ્તારમાં રહેતા આરોપીઓ ગોપાલ, ઈશ્વર પરમાર, ધાર્મિક ઉર્ફે ભીમો રાજુભાઈ વાજા અને ક્રિશ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બે મહિના પૂર્વે આરોપી ધાર્મિક ઉર્ફે ભીમા સાથે ઝઘડો થયો હતો. આ બાબતે વિશાલે ગંગાજળિયા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ અરજી આપી હતી. આ અરજીનો ખાર રાખીને આરોપીઓ વિશાલ પર હુમલો કરવાની તક શોધતા હતા. ગઈકાલે રાત્રે જ્યારે વિશાલ તેના મિત્રની પુત્રીને દુકાને કશુંક અપાવવા માટે બાલા ભગતના ચોક પાસે ઉભો હતો, ત્યારે ચારેય આરોપીઓ હથિયારો (તલવાર અને ધોકા) સાથે ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ વિશાલને ગાળો આપી હતી અને જ્યારે વિશાલે તેનો વિરોધ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા શખ્સોએ ધોકા વડે હુમલો કરી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ ચારેય શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વિશાલને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગંગાજળિયા પોલીસે વિશાલની ફરિયાદના આધારે ચારેય શખ્સો વિરુદ્ધ BNS કલમ 115(2), 352, 54 અને જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    5 રાજ્યોના પરિણામો, 16 કાર્ટૂન:બંગાળમાં 'દીદીગીરી' ખતમ, TMCને ઝાલમુરીથી ફૂડ પોઈઝનિંગ; તમિલનાડુમાં એક્ટર વિજયની ‘TVK’ હાઉસફુલ
    Next Article
    જુનાગઢ બોર્ડનુ પરિણામ 2026:જૂનાગઢમાં સામાન્ય પ્રવાહનું 89.12% અને સાયન્સનું 88.97% પરિણામ, કુલ 213 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment