Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ભાજપનો ભવ્ય વિજયોત્સવ:બંગાળમાં 'પેજ સમિતિ'નું શસ્ત્ર કામ કરી ગયું, જૂના થાણા ખાતે ઢોલ-નગારા અને આતશબાજી

    8 hours ago

    પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ દક્ષિણ ગુજરાતના નવસારીમાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ દ્વારા આ જીતને લઈને ઉત્સાહભેર વિજયોત્સવ મનાવાયો હતો, જેમાં સી.આર. પાટીલની 'પેજ સમિતિ' રણનીતિના વખાણ થયા હતા. નવસારીના જૂના થાણા ખાતે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની આગેવાનીમાં કાર્યકરોએ ઢોલ-નગારાના તાલે વિજય ઉત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે નવા ચૂંટાયેલા નગરસેવકો અને સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા હતા. કાર્યકરોએ ફટાકડા ફોડી અને બંગાળની પ્રખ્યાત ઝાલમૂરીના પેકેટ વેચી એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. સમગ્ર વાતાવરણ 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ વિજય અંગે પ્રતિક્રિયા આપતા જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે જીતનો શ્રેય નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની માઇક્રો-પ્લાનિંગ રણનીતિને આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'ગુજરાતની દરેક ચૂંટણીમાં સી.આર. પાટીલ દ્વારા 'પેજ સમિતિ' નામના અમોઘ શસ્ત્રનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે ગુજરાતમાં ભાજપ અજેય બન્યું છે. આજ વ્યૂહરચનાનો અમલ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પણ કરવામાં આવ્યો હતો. બૂથ લેવલની આ મજબૂત રણનીતિના કારણે જ આજે બંગાળમાં ભાજપને આ સફળતા મળી છે.' આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ સહિત જિલ્લા અને શહેર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાજપે ત્રણ રાજ્યોમાં જીત મેળવી:મહીસાગરમાં ભાજપ કાર્યકર્તાઓએ વિજયોત્સવ ઉજવ્યો
    Next Article
    UAE Says Iran Launched Drone Attack on ADNOC Tanker In Strait of Hormuz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment