Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા નગરપાલિકાના સફાઈ કામદારો માટે હેલ્થ ચેકઅપ યોજાયો:રેડક્રોસ સોસાયટીએ વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે સેવા સપ્તાહમાં આયોજન કર્યું

    2 days ago

    અરવલ્લી જિલ્લાની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, મોડાસા શાખા દ્વારા 8 મે “વિશ્વ રેડક્રોસ દિવસ” અને “વિશ્વ થેલેસેમિયા દિવસ” નિમિત્તે સમર્પિત સેવા સપ્તાહના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવાર, 4 મે, 2026 ના રોજ મોડાસા નગરપાલિકાના સફાઈ કામદારો માટે હેલ્થ અને લેબોરેટરી ચેકઅપ, ડેન્ટલ ચેકઅપ અને ટીબી પરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ સવારે 10:00 થી બપોરના 02:00 વાગ્યા સુધી યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં નગરપાલિકાના કામદારોએ આ આરોગ્ય તપાસણીનો લાભ લીધો હતો. આ પ્રસંગે મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન સુ.શ્રી વનિતાબેન પટેલ, મંત્રી રાકેશભાઈ જોષી અને સભ્ય ડો. દીપ્તિબેન ઉપાધ્યાય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન બદલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી દ્વારા મોડાસા નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર સુનિલભાઈ પુરોહિત, સુપરવાઇઝરઓ અને કામદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જામજોધપુરમાં ઇજાગ્રસ્ત દીપડાનું સફળ રેસ્ક્યૂ:વન વિભાગે જૂનાગઢ સક્કરબાગ ખાતે સારવાર અર્થે ખસેડ્યો
    Next Article
    પરીક્ષા સમયે પિતા ગુમાવ્યા છતાં બે દીકરીએ હાર ના માની:ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 93.36% અને સામાન્યનું 93.69% પરિણામ, મજૂરી કરતા પરિવારની બે દીકરી સફળતા મળતા ભાવુક થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment