Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુરમાં ઇજાગ્રસ્ત દીપડાનું સફળ રેસ્ક્યૂ:વન વિભાગે જૂનાગઢ સક્કરબાગ ખાતે સારવાર અર્થે ખસેડ્યો

    4 days ago

    જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં ઇનફાઇટમાં ઇજાગ્રસ્ત થયેલા એક દીપડાનું વન વિભાગ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પ્રાથમિક સારવાર બાદ દીપડાને વધુ સારવાર અર્થે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે. વન વિભાગને સતાપર ગામના લાલવાડા નેશ વિસ્તારમાં એક થી દોઢ વર્ષનો દીપડો વન્યજીવોની આંતરિક લડાઈમાં ઘાયલ થયો હોવાની જાણ થઈ હતી. માહિતી મળતાની સાથે જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. રેસ્ક્યુ કરાયેલા દીપડાને જામજોધપુર વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યાં જામજોધપુર તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી ડો. ઇકબાલ ભટ્ટી અને જયેશ મણીયાર દ્વારા આર.એફ.ઓ. તથા વન વિભાગના અન્ય સ્ટાફની હાજરીમાં ત્વરિત સારવાર શરૂ કરવામાં આવી હતી. તબીબી તપાસમાં દીપડાને ડોક અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાનું જણાયું હતું. પ્રાથમિક સારવાર છતાં દીપડાની તબિયત ગંભીર જણાતા અને તેને વિશેષ તબીબી સંભાળની જરૂરિયાત હોવાથી, વન વિભાગ દ્વારા તેને વધુ સારવાર માટે જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે રિફર કરવામાં આવ્યો છે. વન વિભાગની આ સમયસર અને ત્વરિત કામગીરીને કારણે ઘાયલ દીપડાને યોગ્ય સારવાર મળી શકી છે.
    Click here to Read More
    Previous Article
    5 લાખના નકલી સર્ટિફિકેટ કેસમાં પૂર્વ પોસ્ટ માસ્ટર નિર્દોષ:2010ના ચકચારી કેસમાં કોર્ટનો ચુકાદો, પુરાવાના અભાવે કાળુભાઈ બારૈયાને છોડી મૂકવા હુકમ
    Next Article
    મોડાસા નગરપાલિકાના સફાઈ કામદારો માટે હેલ્થ ચેકઅપ યોજાયો:રેડક્રોસ સોસાયટીએ વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે સેવા સપ્તાહમાં આયોજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment