Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 લાખના નકલી સર્ટિફિકેટ કેસમાં પૂર્વ પોસ્ટ માસ્ટર નિર્દોષ:2010ના ચકચારી કેસમાં કોર્ટનો ચુકાદો, પુરાવાના અભાવે કાળુભાઈ બારૈયાને છોડી મૂકવા હુકમ

    4 days ago

    સુરતની કતારગામ પોસ્ટ ઓફિસમાં વર્ષ 2010માં નોંધાયેલા રૂા. 5 લાખના બોગસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે તત્કાલીન પોસ્ટ માસ્ટર કાળુભાઈ ગીગાભાઈ બારૈયાને નિર્દોષ જાહેર કર્યા છે. આ ચુકાદાથી છેલ્લા દોઢ દાયકાથી માનસિક અને કાનૂની સંઘર્ષ ખેલી રહેલા પૂર્વ અધિકારીને મોટી રાહત મળી છે. શું હતો સમગ્ર મામલો? આ કેસની વિગત એવી છે કે, કતારગામ પોસ્ટ ઓફિસના તત્કાલીન પોસ્ટ માસ્ટર ચંદ્રવદન નાનુભાઈ દેસાઈએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપ હતો કે કાળુભાઈ બારૈયાએ વર્ષ 2008 થી 2009 દરમિયાન ફરજ પર હતા ત્યારે રોકાણકારો પાસેથી રૂા. 5 લાખ લઈને તેમને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ આપ્યા હતા. જોકે, તપાસ દરમિયાન આ તમામ સર્ટિફિકેટ બોગસ હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસ તપાસ અને કલમોનો ગાળિયો ચંદ્રવદન દેસાઈની ફરિયાદના આધારે પોલીસે કાળુભાઈ બારૈયા વિરુદ્ધ IPCની કલમ 420 (છેતરપિંડી), 465 (બનાવટ), 468 (છેતરપિંડીના હેતુથી દસ્તાવેજમાં ફેરફાર) અને 471 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઊંડી તપાસ બાદ આરોપીની ધરપકડ કરી હતી અને ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ લાંબા સમય સુધી સુરતની અદાલતમાં ચાલ્યો હતો. હેન્ડરાઈટિંગ એક્સપર્ટનો રિપોર્ટ ટર્નિંગ પોઈન્ટ બન્યો ટ્રાયલ દરમિયાન સૌથી મહત્વનો પુરાવો હેન્ડરાઈટિંગ એક્સપર્ટનો રિપોર્ટ સાબિત થયો હતો. એક્સપર્ટના અભિપ્રાય મુજબ, બોગસ સર્ટિફિકેટ અને વિવાદિત દસ્તાવેજો પર રહેલી સહી કે લખાણ કાળુભાઈ બારૈયાના હોવાનું સાબિત થયું નહોતું. આ રિપોર્ટે પ્રોસિક્યુશનના કેસના પાયા હચમચાવી દીધા હતા અને આરોપીની તરફેણમાં મજબૂત આધાર પૂરો પાડ્યો હતો. અદાવતમાં ફસાવ્યા હોવાની દલીલ ગ્રાહ્ય રહી બચાવ પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે ફરિયાદી સાથે જૂની અદાવત હોવાને કારણે કાળુભાઈને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. વળી, ફરિયાદ પક્ષ એવો કોઈ પણ નક્કર પુરાવો રજૂ કરી શક્યું નહોતું જે સાબિત કરે કે આર્થિક લાભ કાળુભાઈએ મેળવ્યો હોય. તપાસમાં રહેલી અનેક ક્ષતિઓ અને વિરોધાભાસને ધ્યાને રાખી કોર્ટે કાળુભાઈ બારૈયાને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત:વલસાડ ભાજપ કાર્યાલયે ફટાકડા ફોડી, ઝાલમુરી સાથે વિજયોત્સવ ઉજવાયો
    Next Article
    જામજોધપુરમાં ઇજાગ્રસ્ત દીપડાનું સફળ રેસ્ક્યૂ:વન વિભાગે જૂનાગઢ સક્કરબાગ ખાતે સારવાર અર્થે ખસેડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment