Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત:વલસાડ ભાજપ કાર્યાલયે ફટાકડા ફોડી, ઝાલમુરી સાથે વિજયોત્સવ ઉજવાયો

    4 days ago

    પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ વલસાડમાં વિજયોત્સવ ઉજવાયો હતો. વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી જીતની ઉજવણી કરી હતી. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની આગેવાની હેઠળ જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ ઉજવણીમાં જોડાયા હતા. આ પ્રસંગે હેમંત કંસારાએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં 'જંગલરાજ' અને ડરની રાજનીતિનો અંત આવ્યો છે. તેમણે આ જીતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વ પર જનતાના વિશ્વાસની મહોર ગણાવી હતી. આ વિજયોત્સવમાં કાર્યકરોએ પરંપરાગત મીઠાઈ ઉપરાંત પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી 'ઝાલમુરી' બનાવીને એકબીજાને ખવડાવી હતી. બંગાળની જીતને વલસાડમાં બંગાળી સ્વાદ સાથે ઉજવવાનો આ અનોખો પ્રયાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કાર્યાલયની બહાર જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કાર્યકરોએ ઢોલ-નગારાના તાલે ગરબા રમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લાના અનેક અગ્રણી નેતાઓ અને મહિલા મોરચાના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કિન્નરના નામે લવ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું કહી યુવતીને ફસાવી:ઈન્સ્ટાગ્રામ પર વિધિના નામે કપડા ઉતરાવી વીડિયો રેકોર્ડ કર્યો, બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા
    Next Article
    5 લાખના નકલી સર્ટિફિકેટ કેસમાં પૂર્વ પોસ્ટ માસ્ટર નિર્દોષ:2010ના ચકચારી કેસમાં કોર્ટનો ચુકાદો, પુરાવાના અભાવે કાળુભાઈ બારૈયાને છોડી મૂકવા હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment