Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિન્નરના નામે લવ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું કહી યુવતીને ફસાવી:ઈન્સ્ટાગ્રામ પર વિધિના નામે કપડા ઉતરાવી વીડિયો રેકોર્ડ કર્યો, બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા

    4 days ago

    લવ પ્રોબ્લેમનું સોલ્યુસન મેળવવા ગયેલી એક યુવતી ઠગબાજોની જાળમાં ફસાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઈન્સ્ટાગ્રામ પર એસ્ટ્રોલોજર પૂજા કિન્નર મા નામના આઈડી પરથી યુવતીને મેસેજ કરાયો હતો. જેમાં લવ પ્રોબ્લેમના સોલ્યુસન માટે દાવો કરાયો હતો. કિન્નરના નામનું આઈડી હોય યુવતી વિશ્વાસમાં આવી ગઈ હતી અને રિપ્લાય આપ્યો હતો. વિધિના નામે યુવતીને વીડિયો કોલ કરી કપડા કાઢવા દબાણ કરાયું હતું. જેનું સ્કીન રેકોર્ડીંગ કરી બાદમાં યુવતીને બ્લેકમેઈલ કરવામાં આવી અને રૂ. 1.43 લાખ પડાવી લીધાનું સામે આવ્યું છે. ત્રણ શખ્સો દ્વારા બે થી અઢી વર્ષમાં યુવતીની માફક સેંકડો લોકોને પોતાની જાળમાં ફસાવી રૂપિયા 40 થી 42 લાખ પડાવી લીધાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે પોલીસે રાજસ્થાનથી એક શખસને ઝડપી પાડ્યો છે. જ્યારે બેની શોધખોળ ચાલુ છે. લવ પ્રોબ્લેમ સોલ્વ કરવા જતા યુવતી ફસાઈ અમદાવાદ સાયબર ક્રાઇમમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, 'એસ્ટ્રોલોજર પૂજા કિન્નર મા' નામના ઈન્સ્ટાગ્રામ ID મારફતે જ્યોતિષ પૂજા કિન્નર ગુરુમાની સાથે વાતચીત થઈ હતી.જેમાં લવ પ્રોબ્લેમમાં સોલ્યુશન લઈ આપવાનું કહીને વિધિ કરાવી હતી.આ વિધિમાં શરૂઆતમાં આરોપીએ ભોગ બનનારના ફોટાને એડિટ કરીને વાયરલ કરવાની ધમકી આપી હતી.જે બાદ દબાણ કરીને વિધિ કરવાના બહાને ન્યૂડ વિડીયો કોલ કરવા માટે મજબૂર કરી વીડિયોકોલનું સ્કીન રેકોર્ડિંગ કર્યું હતું. બાદમાં તે જ ફોટો વીડિયો વન ટાઈમ વ્યુમાં મોકલીને બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરી હતી યુવતીએ આરોપીને 1.43 લાખ રૂપિયા તો આપી દીધા હતા. છતાં આરોપી દ્વારા વધુ પૈસાની માંગણી કરવામાં આવતા યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમે રાજસ્થાનથી એક આરોપીને દબોચ્યો આ અંગે સાઇબર ક્રાઇમે તપાસ કરીને રાજસ્થાનના બીકાનેરના રજનીશ ભાર્ગવ નામના એક આરોપીની ધરપકડ કરી છે.આરોપી સાથે અન્ય વિકાસ ભાર્ગવ અને રવિ ભાર્ગવ નામના આરોપીઓ પણ જોડાયેલા હતા.ત્રણેય આરોપીઓ ભેગા મળીને સોશિયલ મીડિયા પર જ્યોતિષ ,કિન્નર અને ગુરુમાં નામની જુદી જુદી ફેક ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક આઇડી બનાવતા હતા અને તેમાં પ્રેમ,લગ્ન તથા અન્ય વ્યક્તિગત સમસ્યાઓનું સમાધાન કરવાની વાતો કરીને ભોગ બનનારને પૂજા વિધિના બહાને ફોટા મંગાવતા હતા.તે બાદ જુદા જુદા મોબાઈલ નંબરના વોટ્સએપ દ્વારા સંપર્ક કરી તેઓના ફોટા એડિટ કરી પોસ્ટર બનાવી વાયરલ કરવાની ધમકી આપતા હતા.ભોગ બનનારને વીડિયોકોલમાં જ કપડાં કાઢવાનું કહીને સ્ક્રીન રેકોર્ડિંગ કરતા હતા.આરોપીઓ ભોગ બનનારને બ્લેકમેઇલ કરીને મોટી રકમ પણ પડાવતા હતા. આરોપીઓએ અઢી વર્ષમાં સેંકડો લોકોને ફસાવી લાખો રૂપિયા પડાવ્યા સાયબર ક્રાઈમના ડીસીપી લવિના સિન્હાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જે ત્રણેય આરોપીઓ છે તેની ઉંમર 20 થી 25 વર્ષ વચ્ચેની છે. અઢી વર્ષ દરમિયાન આરોપીઓ અનેક લોકોને ફસાવી ચૂક્યા છે. આરોપી દ્વારા દરરોજના 300 લોકોને ફોન કરવામાં આવતા હતા. જેમાંથી સરેરાશ 60 થી 65 લોકો ક્લાઈન્ટમાં કન્વર્ટ થતા હતા. શરૂઆતમાં તેઓ એક ક્લાઈન્ટ પાસેથી શ્રીફળ વિધિ સહિતની વિધિના નામે 3 હજારથી 15 હજાર રૂપિયા વસૂલતા હતા. ક્લાઈન્ટ વશમાં આવી જાય પછી વધુ ફસાવતા હતા. વશીકરણના નામે ન્યૂડ ફોટો અને વીડિયો લઈને બ્લેકમેઈલીંગ શરૂ કરતા હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં સેંકડો લોકોને પોતાની જાળમાં ફસાવી 40 થી 42 લાખ રૂપિયા પડાવ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે, આબરુ જવાના ડરે મોટાભાગના ભોગ બનનારા લોકો ફરિયાદ નોંધાવવા આગળ ન આવતા હોવાનું સામે આવ્યું છે. લોકોને શક ન પડે તે માટે કિન્નરના નામે વાતચીત કરતા આરોપીઓ દરરોજના 300 જેટલા લોકોને ફોન કરી વિવિધ સમસ્યાના સમાધાન માટે વાત કરતા હતા. લોકોને શક ન પડે તે માટે આરોપીઓ દ્વારા ઈન્સ્ટાગ્રામ પેજના નામ પણ કિન્નર માતાજીના નામે રાખતા હતા. આરોપીઓ ક્યારે ફિઝિકલી સામે આવતા ન હતા. કિન્નરના નામે ઈન્સ્ટાઆઈડી હોય સામેનો વ્યકિત પુરુષ છે કે સ્ત્રી તેની ઓળખ કરી શકતા ન હતા.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર, રાજકોટ અને કચ્છમાં આગામી 3 કલાક હળવા વરસાદની આગાહી:40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, અમદાવાદ-ગાંધીનગરમાં પારો 41ને પાર
    Next Article
    પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત:વલસાડ ભાજપ કાર્યાલયે ફટાકડા ફોડી, ઝાલમુરી સાથે વિજયોત્સવ ઉજવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment