Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરીક્ષા સમયે પિતા ગુમાવ્યા છતાં બે દીકરીએ હાર ના માની:ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 93.36% અને સામાન્યનું 93.69% પરિણામ, મજૂરી કરતા પરિવારની બે દીકરી સફળતા મળતા ભાવુક થઈ

    11 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 4 મેના રોજ જાહેર કરાયેલા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામોમાં રાજકોટ જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 93.36% અને સામાન્ય પ્રવાહનું પરિણામ 93.69% નોંધાયું છે, જેમાં અનેક વિદ્યાર્થીઓએ આર્થિક તંગી અને પારિવારિક આઘાતો વચ્ચે પણ પ્રેરણારૂપ સફળતા મેળવી છે. રાજકોટ જિલ્લાના આંકડાકીય પરિણામો સરકારી શાળાની દીકરીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સરોજિની નાયડુ સરકારી ગર્લ્સ સ્કૂલે ઈતિહાસ રચ્યો છે. શાળાની ત્રણ વિદ્યાર્થિનીઓએ મર્યાદિત સાધનો વચ્ચે શ્રેષ્ઠ PR મેળવ્યા છે. જેમાં ક્રિષા ઉમરાણીયાએ 99.99 PR, દ્રષ્ટિ જગતિયાએ 99.94 PR અને તન્વી કારેલીયાએ 99.85 PR મેળવ્યા છે. 'હું કલેક્ટર બનવા માંગું છું' ક્રિષા ઉમરાણીયાએ જણાવ્યું હતું કે, મારે ધોરણ 12 કોમર્સમાં 99.99 PR આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં હું ફર્સ્ટ રેન્ક ઉપર છું. શાળાના આચાર્ય, શિક્ષકો અને પરિવારની મહેનતના કારણે આટલું સારું પરિણામ આવ્યું છે. કારણ કે જો મને અહીંથી પ્રેરણા ન મળી હોત તો અહીં સુધી પહોંચી શકે ન હોત. દીકરી ધારે તે કરી શકે. મારે SPCC, સ્ટેટેસ્ટિક્સ અને ઇકોનોમિક્સમાં 100 માંથી 100 માર્ક્સ છે. જ્યારે અન્ય વિષયોમાં 90 થી વધુ માર્ક્સ છે. આગળ મારો એવો ગોલ છે કે હું કલેક્ટર બનું. મારા પિતાનું નામ હરેશભાઈ છે અને તે ગેરેજમાં કામ કરે છે. જ્યારે માતા ચંદ્રિકાબેન ગૃહિણી છે. 'દીકરી બોર્ડ ફર્સ્ટ આવી તેનાથી હું ખૂબ જ ખુશ છું' ક્રિષાના પિતા હરેશભાઈએ જણાવ્યું હતું કે, આજે મારી દીકરી બોર્ડ ફર્સ્ટ આવી છે તેનાથી હું ખૂબ જ ખુશ છું. તેને રાત ને દિવસ એક કરીને ખૂબ જ મહેનત કરી છે. દીકરીએ આટલું નામ રોશન કર્યું તે અમારા કુટુંબ માટે ખૂબ જ ખુશીની વાત છે. મારી દીકરી એમ કહે છે કે મારે કલેક્ટર બનવું છે અને લાલ લાઇટ વાળી ગાડીમાં બેસવું છું. હું મવડી વિસ્તારમાં આવેલા ગેરેજમાં કામ કરું છું. 'મારું સ્વપ્ન CA બનવાનું છે' દ્રષ્ટિ જગતિયાએ જણાવ્યું હતું કે, મારે ધો.12 કોમર્સમાં 99.94 પર્સન્ટાઈલ આવ્યા છે. જેમાં સ્ટેટેસ્ટિક્સ અને એકાઉન્ટમાં 100 માંથી 100 માર્કસ આવ્યા છે. તારીફ હંમેશા તસવીરો કી હોતી હૈ, લેકિન ઉસ તસવીરો કા ભાર કીલ (ખીલી) ઉઠાતી હૈ. ઘણા બધા લોકો પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા માટેનો આગ્રહ રાખે છે પરંતુ મેં ધોરણ 1થી 8 પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ ધોરણ 9 થી 12 પછી સરકારી શાળામાં અભ્યાસ કર્યો. તેને કારણે જ આટલું સારું પરિણામ મેળવી શકી છું. મારું સ્વપ્ન CA બનવાનું છે. પરા પિતાનું નામ સંદીપભાઈ અને માતાનું નામ નીતાબેન છે. મારા પિતા મજૂરીકામ કરે છે. અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. અમારે પોતાનું મકાન પણ નથી. 'મારું મામલતદાર બનવાનું સ્વપ્ન છે' તન્વી કારેલિયાએ જણાવ્યું હતું કે, ધો.12 સામાન્ય પ્રવાહમાં મારે 99.85 PR છે. એટલે કે 95 ટકા છે. અમારી શાળામાંથી અમારે જ્યારે પણ ઓછા માર્ક આવે ત્યારે એવું કહેવામાં આવે છે તમારી પાસે જે નથી તે તમારો ખ્વાબ છે, પરંતુ તમારી પાસે જે છે તે લાજવાબ છે. જીવનમાં આપણને બધું મળી જાય છે, પરંતુ આપણે કંઈ કરતા નથી. શાળા પરિવાર અને મારા માતા-પિતાનો મને ખૂબ જ સપોર્ટ મળેલો છે. મારા પિતાનું નામ હરેશ કારેલિયા છે અને તે મજૂરી કામ કરે છે. જ્યારે માતાનું નામ દક્ષાબેન છે. મારું મામલતદાર બનવાનું સ્વપ્ન છે. મારો જન્મ થયો ત્યારે બધા એમ કહેતા હતા કે દીકરી કંઈ ન કરી શકે એટલે જ મારે બતાવવું છે કે દીકરી શું કરી શકે. પિતાના અવસાનથી ભાંગી પડેલી દીકરીએ 98.74 PR મેળવ્યા શ્રેયાંશ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હિતેશ્વરીબા વાઘેલાએ 98.74 પર્સન્ટાઈલ મેળવ્યા છે. સ્કૂલના પ્રિન્સિપલ વંશીકાબેન હિરાણી અને ટ્રસ્ટી મહેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, આ દીકરીના પિતા ફતેહસિંહ એક્સ આર્મી મેન હતા. એક વર્ષ પહેલા તેમણે પેરાલીસીસનો હુમલો આવ્યો હતો અને બ્રેઇન હેમરેજ થયું હતું. જેના કારણે છેલ્લા એક વર્ષથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જોકે દીકરીની પરીક્ષાના 10 દિવસ પૂર્વે પિતાનું અવસાન થયું. જેથી દીકરી પોતે અને તેનો પરિવાર પણ કહેતો હતો કે હવે ભણવું નથી. જોકે શાળા દ્વારા દીકરીને હિંમત આપવામાં આવી અને આજે તેને આટલું સારું પરિણામ મેળવ્યું છે. હવે આ દીકરી CAનો અભ્યાસ કરવા માંગે છે અને પિતાની જેમ આર્મીમાં વહીવટી કર્મચારી તરીકે જોડાવવું છે. પ્રથમ પેપર વખતે જ પિતાનું અવસાન છતાં હાર ન માની ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થિનીનો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ક્રિસ્ટી લુણાગરિયા કે જેનું પ્રથમ પેપર હતું, ત્યારે જ પિતા સંજયભાઈને હાર્ટ એટેક આવ્યો અને તેમનું દુઃખદ અવસાન થયું. ચાલુ પરીક્ષાએ પિતાની છત્રછાયા ગુમાવતી આ દીકરીએ ખૂબ જ હિંમત પૂર્વક તમામ પેપર આપ્યા અને 79 ટકા મેળવ્યા. તેમના માતા સુમિતાબેને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી દીકરી આજે સવારથી રડે છે. તેની પરીક્ષાનું પ્રથમ પેપર હતું, ત્યારે જ મારા પતિને હૃદય રોગનો હૂમલો આવ્યો અને તેમનું અવસાન થયું. જે બાદ પણ ક્રિસ્ટીએ પરીક્ષાના તમામ પેપર આપ્યા અને આટલું સારું પરિણામ મેળવ્યું છે. આજે તે કઈ બોલી શકે તેવી પરિસ્થિતિમાં જ નથી અને તેથી જ અમે આજે સ્કૂલે પણ આવ્યા નથી. શ્રેયા ભીમજીયાણીને 99.99 PR, દાદાને હરખના આંસુ આવ્યા શ્રેયા ભીમજીયાણીએ જણાવ્યું હતું કે, મારે ધોરણ 12 કોમર્સમાં 99.99 PR આવ્યા છે. 687 માર્ક આવ્યા છે. જેમાં ચાર વિષયમાં 100 માંથી 100 માર્ક્સ આવ્યા છે. આ તમામ શ્રેય પરિવાર અને ટીચર્સને જાય છે કારણકે તે તમામ લોકોએ ખૂબ જ મહેનત કરેલી છે. ડેઈલી ટુ ડેઈલી વર્ક કરવાનું અને જ્યારે રીડિંગ હોય ત્યારે ફૂલ રીડીંગ કરવાનું. મારા પરિવારમાં હું એવી પ્રથમ છું કે જેને 99.99 PR આવ્યા છે જેથી પરિવારના લોકો ખૂબ જ ખુશ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સ્વપ્ન છે. વિદ્યાર્થિની શ્રેયાનું આટલું સારું પરિણામ આવતા તેમના દાદા ઈશ્વરભાઈ રડી પડ્યા હતા. તેમણે જણાવ્યું કે આશા ન્હોતી એટલું સારું પરિણામ આવ્યું છે. આગળ CA બનવાની તેમની ઈચ્છા છે. 12 સાયન્સમાં મોદી સ્કૂલના 3 વિદ્યાર્થી બોર્ડ ફર્સ્ટ ધો.12 સાયન્સના પરિણામમાં મોદી સ્કૂલનું પરીણામ શ્રેષ્ઠ રહ્યું છે. શિક્ષક પિતાના સંતાન શૈલેષ ડાંગર 99.99 PR સાથે બોર્ડ પ્રથમ રહ્યા છે. તેઓએ ગુજકેટમાં પણ 99.98 PR મેળવ્યા છે. આ ઉપરાંત ડોક્ટર પિતાના સંતાન એવા મિહિર પટેલે ગુજકેટમાં 120/120 ગુણ મેળવી 99.99 PR મેળવ્યા છે. શાળા વિધાર્થી રીષિત વાઘેલાએ ગુજકેટમાં 120/120 ગુણ મેળવી 99.99 PR મેળવ્યા છે. આમ શાળા 3 વિધાર્થીઓ 99.99 PR સાથે બોર્ડ પ્રથમ પણ રહ્યા છે. આ ઉપરાંત શાળાના બોર્ડ ટોપ ટેનમાં 26 વિધાર્થીઓ, A1 ગ્રેડ માં 67 વિધાર્થીઓ જે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ છે. આ ઉપરાંત ધો. 12 કોમર્સના રિઝલ્ટમાં બોર્ડ ટોપ ટેનમાં 11 વિધાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં 99.99 PR સાથે બોર્ડ ફર્સ્ટ રુચિ શૈલેષભાઈ ધોકિયાએ સ્થાન મેળવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2 વિદ્યાર્થીઓને 99.99 પર્સન્ટાઈલ શહેરની પ્રીમિયર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રશમ શાહને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઓવરઓલ 99.99 પર્સન્ટાઈલ આવ્યા છે. જે બોર્ડ ફર્સ્ટ રહ્યો છે. જ્યારે આ જ સ્કૂલની વિદ્યાર્થિની કાવ્યા ચુડાસમાને થિયરીમાં 99.99 PR આવ્યા છે. જે પણ બોર્ડ ફર્સ્ટ છે. બંને વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રીમાં 100 માંથી 100 માર્ક્સ છે. સફળતાનો શ્રેય માતા-પિતા અને શિક્ષકોને: મહેક પઢીયાર મહેક પઢીયારે પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા અને શિક્ષકોને આપ્યો છે. મહેકે જણાવ્યું હતું કે, તેના માતા-પિતાએ તેને અને તેના ભાઈ-બહેનોને ભણાવવા માટે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. તેનું એક સપનું હતું કે તે એવા સ્તરે પહોંચે જ્યાં તેના માતા-પિતાને તેના પર ગર્વ થાય. આજે સારા પરિણામ દ્વારા માતા-પિતાનું સપનું સાકાર કરવાનો પ્રયાસ કર્યો, આ ઉપરાંત, મહેકે પોતાની શાળાના યોગદાનને પણ બિરદાવ્યું હતું. શાળાના શિક્ષકોએ તેને ડગલેને પગલે માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને જ્યાં પણ જરૂર પડી ત્યાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. માતા-પિતાનો સંઘર્ષ અને શાળાના શિક્ષકોના યોગ્ય ગાઈડન્સને કારણે જ પોતાને આ સફળતા મળી હોવાનું મહેકે ઉમેર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મોડાસા નગરપાલિકાના સફાઈ કામદારો માટે હેલ્થ ચેકઅપ યોજાયો:રેડક્રોસ સોસાયટીએ વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે સેવા સપ્તાહમાં આયોજન કર્યું
    Next Article
    લૂંટેરી દુલ્હને શાદી ડોટ કોમથી શિકાર શોધ્યો:લગ્નના 10 દિવસમાં જ યુવકને રંગ બતાવ્યો, 2 લાખ અને દાગીના લઈ મુંબઇની યુવતી ફરાર; મહિને 50 હજારની માંગ સાથે બળાત્કારની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment