Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લૂંટેરી દુલ્હને શાદી ડોટ કોમથી શિકાર શોધ્યો:લગ્નના 10 દિવસમાં જ યુવકને રંગ બતાવ્યો, 2 લાખ અને દાગીના લઈ મુંબઇની યુવતી ફરાર; મહિને 50 હજારની માંગ સાથે બળાત્કારની ધમકી

    10 hours ago

    ઓનલાઈન મેટ્રિમોનિયલ સાઈટ 'Shaadi.com' દ્વારા જીવનસાથીની શોધમાં રહેલા સુરતના એક યુવક સાથે મુંબઈના એક પરિવારે સોનિયોજિત રીતે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. લગ્નના માત્ર 10 દિવસમાં પત્ની દાગીના લઈ પિયર ભાગી ગઈ હતી અને હવે પતિને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી રહી છે. આ મામલે ઉત્રાણ પોલીસે પત્ની સહિત પરિવારના ચાર સભ્યો સામે ગુનો નોંધી તપાસ તેજ કરી છે. લગ્ન પહેલા શરતો અને મંડપમાં પૈસાની માંગણી મૂળ ભાવનગરના અને સુરતમાં એમ્બ્રોઈડરી સુપરવાઈઝર તરીકે કામ કરતા 41 વર્ષીય ઉમેશભાઈ ધોળકીયાનો સંપર્ક ઓગસ્ટ 2025માં મુંબઈની અર્ચના માહાનંદ સાથે થયો હતો. અર્ચનાએ શરૂઆતથી જ અલગ રહેવાની શરત મૂકી હતી, જે પરિવારે સ્વીકારી હતી. જોકે, 3 ફેબ્રુઆરી 2026ના રોજ નિર્ધારિત લગ્ન વિધિ સમયે જ અર્ચનાના પરિવારે અસલી રૂપ બતાવ્યું હતું. તેમણે લગ્ન ખર્ચના બહાને ₹3 લાખની માંગણી કરી હતી, જેના કારણે આબરૂ બચાવવા ઉમેશભાઈએ ₹2 લાખ રોકડા ચૂકવ્યા હતા. માત્ર 10 દિવસમાં દાગીના સાથે પલાયન લગ્ન બાદ અર્ચના માત્ર 10 દિવસ સાસરીમાં રહી હતી. આ દરમિયાન તેણે શંકાસ્પદ વર્તન ચાલુ રાખ્યું હતું અને 14 ફેબ્રુઆરીના રોજ મુંબઈ જવાનું કહી નીકળી ગઈ હતી. જતી વખતે તે સાસરી પક્ષ દ્વારા આપવામાં આવેલ સોના-ચાંદીના દાગીના સહિત કુલ ₹3.93 લાખની મત્તા પોતાની સાથે લેતી ગઈ હતી. ખંડણી અને ગંભીર કેસમાં ફસાવવાની ધમકી જ્યારે ઉમેશભાઈ પત્નીને તેડવા મુંબઈ ગયા, ત્યારે પત્ની અને તેની બહેન વૈભવીએ ધમકીઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો છૂટાછેડાની વાત કરશો તો બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દઈશું. આ ઉપરાંત, દર મહિને ₹50,000ના હપ્તાની માંગણી પણ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છેતરપિંડી અને ધમકીથી કંટાળી ઉમેશભાઈએ પોલીસનો આશરો લીધો છે. ઉત્રાણ પોલીસે અર્ચના, કપૂરચંદ, આશાબેન અને વૈભવી વિરુદ્ધ BNS ની 318(3) અને 318(4) (છેતરપિંડી), 308(2) (ખંડણી), 351(2) (ગુનાહિત ધમકી), 61(2) (ગુનાહિત ષડયંત્ર) કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ PSI ડી.ડી. રાઠોડ આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે. આ ઘટના ઓનલાઈન મેટ્રિમોનિયલ સાઈટ્સના માધ્યમથી થતી છેતરપિંડી અંગે લાલબત્તી સમાન કિસ્સો છે.
    Click here to Read More
    Previous Article
    પરીક્ષા સમયે પિતા ગુમાવ્યા છતાં બે દીકરીએ હાર ના માની:ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 93.36% અને સામાન્યનું 93.69% પરિણામ, મજૂરી કરતા પરિવારની બે દીકરી સફળતા મળતા ભાવુક થઈ
    Next Article
    Election results of 5 states today | 6 વાગ્યા સુધી ક્યાં કોણ આગળ? | Tamil Nadu | Kerala | Result

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment