Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ભાજપનો વિજયોત્સવ: બગવાડા ચોક ખાતે ઉજવણી:પશ્ચિમ બંગાળ, આસામ, પુંડુચેરીની જીતને ફટાકડા ફોડી વધાવાઈ; મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

    4 days ago

    પાટણ જિલ્લા ભાજપ દ્વારા શહેરના બગવાડા ચોક ખાતે વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળ, આસામ અને પુંડુચેરીમાં ભારતીય જનતા પાર્ટીની જીતની ઉજવણી માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. વિજયોત્સવમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ અને જિલ્લા ભાજપ મહામંત્રી સંજય પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પાટણ શહેર સંગઠનના હોદ્દેદારો, નવનિયુક્ત નગરસેવકો સહિત વિવિધ મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. મહિલા મોરચો, યુવા મોરચો, બક્ષીપંચ મોરચો, અનુસૂચિત જાતિ અને જનજાતિ મોરચો, લઘુમતિ મોરચો તેમજ કિસાન મોરચાના પ્રતિનિધિઓ અને સમર્થકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યકરોએ ભાજપના વિજયના નારા લગાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પિતા-પુત્રના મૃતદેહ લઈ જવાનો ફ્લાઈટ ઓપરેટરનો ઇનકાર:જબલપુર એરપોર્ટ પર કહ્યું- દુર્ગંધ આવી રહી છે; અધિકારીઓએ મનાવ્યા-સ્પ્રે છાંટ્યો, ત્યારે ઉડાન ભરી
    Next Article
    પરીક્ષા વખતે જ પિતા ગુમાવતી 2 પુત્રીની સફળતાને સેલ્યુટ:રાજકોટમાં ધો.12માં ગેરેજમાં કામ કરતા પિતાની પુત્રીને 99.99 PR, મજૂરીકામ કરતા પરિવારની 2 દીકરી રાંકનું રતન : વિજ્ઞાન પ્રવાહનું 93.96%, સામાન્ય પ્રવાહનું 93.69% પરિણામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment