Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરીક્ષા વખતે જ પિતા ગુમાવતી 2 પુત્રીની સફળતાને સેલ્યુટ:રાજકોટમાં ધો.12માં ગેરેજમાં કામ કરતા પિતાની પુત્રીને 99.99 PR, મજૂરીકામ કરતા પરિવારની 2 દીકરી રાંકનું રતન : વિજ્ઞાન પ્રવાહનું 93.96%, સામાન્ય પ્રવાહનું 93.69% પરિણામ

    4 days ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે 4 મે ના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ગુજકેટ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. જેમાં રાજકોટ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 1% જેટલું વધીને 93.36 % આવ્યું છે જયારે સામાન્ય પ્રવાહનું પરિણામ ગત વર્ષ જેટલું જ એટલે કે 93.69% જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને શહેરની ધોળકિયા સ્કૂલમાં ગરબા રમી આ પરિણામની ઉજવણી કરવામાં આવી હતી જોકે આ દરમિયાન રાજકોટમાં કેટલાક હૃદયદ્રાવક પ્રેરણાત્મક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. શહેરની મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળાઓના ઇતિહાસમાં પ્રથમ વખત સરોજિની નાયડુ સરકારી ગર્લ્સ સ્કૂલની ધોરણ 12 સામાન્ય પ્રવાહની વિદ્યાર્થિની ક્રિષા ઉમરાણીયાએ 99.99 PR મેળવ્યા છે. જેમના પિતા ગેરેજમાં કામ કરી આર્થિક નબળી પરિસ્થિતિ વચ્ચે ઘર ગુજરાન ચલાવે છે. આ દીકરીનું કલેક્ટર બનવાનું સ્વપ્ન છે અને તેમના પિતા કહે છે કે નાનપણથી જ તેને લાલ લાઈટવાળી ગાડીમાં બેસવાનો શોખ છે. જ્યારે આ જ સ્કૂલની 2 દીકરીએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે જે બંનેના પિતા મજૂરી કામ કર્યું પરિવારનું ભરણપોષણ કરે છે. જેમાંની એક દીકરી તન્વી કારેલીયા તો કહે છે કે મારો જન્મ થયો ત્યારે બધા કહેતા હતા કે દીકરી કઈ ન કરી શકે પરંતુ આજે મેં બતાવી દીધું છે કે દીકરી શું કરી શકે છે. આમ કહી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. જ્યારે ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થિની ક્રિસ્ટી લુણાગરિયા કે જેનું પ્રથમ પેપર હતું ત્યારે જ પિતા સંજયભાઈને હાર્ટ એટેક આવ્યો અને તેમનું દુઃખદ અવસાન થયુ. આમ છતાં પણ તેને ઝળહળતું પરિણામ મેળવ્યું છે. જ્યારે શ્રેયાંસ સ્કૂલની વિદ્યાર્થિની હિતેશ્વરીબા વાઘેલાએ 98.74 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ દીકરીના પિતા ફતેહસિંહ એક્સ આર્મી મેન હતા. પેરાલીસીસનો હુમલો અને બ્રેઇન હેમરેજના લીધે એક વર્ષથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને દીકરીની પરીક્ષાના 10 દિવસ પૂર્વે પિતાનું અવસાન થયું આમ છતાં પણ આ દીકરીએ હિંમતપૂર્વક પરીક્ષા આપી સફળતા મેળવી છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ 1184 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ 3669 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ 199 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ 1444 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે.રાજકોટ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 7678 વિદ્યાર્થીઓએ નોંધાયા હતા જેમાંથી 7671 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અને રાજકોટ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 23683 વિદ્યાર્થીઓએ નોંધાયા હતા જેમાંથી 23619 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સરોજિની નાયડુ સરકારી શાળાની વિદ્યાર્થિની ક્રિષા ઉમરાણીયાએ જણાવ્યું હતું કે, મારે આજે ધોરણ 12 કોમર્સમાં 99.99 PR આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં હું ફર્સ્ટ રેન્ક ઉપર છું. શાળાના આચાર્ય, શિક્ષકો અને પરિવારની મહેનતના કારણે આટલું સારું પરિણામ આવ્યું છે કારણ કે જો મને અહીંથી પ્રેરણા ન મળી હોત તો અહીં સુધી પહોંચી શકે ન હોત. તેણે જણાવ્યું કે, દીકરી ધારે તે કરી શકે. મારે SPCC, સ્ટેટેસ્ટિક્સ અને ઇકોનોમિક્સમાં 100 માંથી 100 માર્ક્સ છે. જ્યારે અન્ય વિષયોમાં 90 થી વધુ માર્ક્સ છે. આગળ મારો એવો ગોલ છે કે હું કલેક્ટર બનું. તેમણે જણાવ્યું કે મારા પિતાનું નામ હરેશભાઈ છે અને તે ગેરેજમાં કામ કરે છે. જ્યારે માતા ચંદ્રિકાબેન ગૃહિણી છે.ક્રિષાના પિતા હરેશભાઈએ જણાવ્યું હતું કે, આજે મારી દીકરી બોર્ડ ફર્સ્ટ આવી છે તેનાથી હું ખૂબ જ ખુશ છું. તેને રાત ને દિવસ એક કરીને ખૂબ જ મહેનત કરી છે. દીકરીએ આટલું નામ રોશન કર્યું તે અમારા કુટુંબ માટે ખૂબ જ ખુશીની વાત છે. મારી દીકરી એમ કહે છે કે મારે કલેક્ટર બનવું છે અને લાલ લાઇટ વાળી ગાડીમાં બેસવું છું. હું મવડી વિસ્તારમાં આવેલા ગેરેજમાં કામ કરું છું. મજૂરીકામ કરતા પિતાની પુત્રી દ્રષ્ટિ જગતિયાનું CA બનવાનું ડ્રીમ, ભાડાના મકાનમાં પરિવારનું ગુજરાન જ્યારે આ જ સ્કૂલમાં બીજો ક્રમાંક મેળવતી દ્રષ્ટિ જગતિયાએ જણાવ્યું હતું કે, મારે ધોરણ 12 કોમર્સ માં 99.94 પર્સન્ટાઈલ આવ્યા છે. જેમાં સ્ટેટેસ્ટિક્સ અને એકાઉન્ટમાં 100 માંથી 100 માર્કસ આવ્યા છે. તેમણે પોતાની સ્કૂલ વિશે કહ્યું હતું કે, તારીફ હંમેશા તસવીરો કી હોતી હૈ, લેકિન ઉસ તસવીરો કા ભાર કીલ (ખીલી) ઉઠાતી હૈ. ઘણા બધા લોકો પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા માટેનો આગ્રહ રાખે છે પરંતુ મેં ધોરણ એક થી આઠ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ ધોરણ 9 થી 12 પછી સરકારી શાળામાં અભ્યાસ કર્યો. તેને કારણે જ આટલું સારું પરિણામ મેળવી શકી છું. મારું સ્વપ્ન CA બનવાનું છે. પરા પિતાનું નામ સંદીપભાઈ અને માતાનું નામ નીતાબેન છે. મારા પિતા મજૂરીકામ કરે છે. અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. અમારે પોતાનું મકાન પણ નથી. 12 કોમર્સમાં ઝળહળતું પરિણામ મેળવતી તન્વી કારેલીયાએ કહ્યું - મારો જન્મ થયો ત્યારે બધા કહેતા દીકરી કંઈ ન કરી શકે પરંતુ મેં કરી બતાવ્યુ જ્યારે અહીંની જ વિદ્યાર્થિની તન્વી કારેલીયાએ જણાવ્યુ હતુ કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મારે 99.85 PR છે. એટલે કે 95 ટકા છે. અમારી શાળામાંથી અમારે જ્યારે પણ ઓછા માર્ક આવે ત્યારે એવું કહેવામાં આવે છે તમારી પાસે જે નથી તે તમારો ખ્વાબ છે પરંતુ તમારી પાસે જે છે તે લાજવાબ છે. જીવનમાં આપણને બધું મળી જાય છે પરંતુ આપણે કંઈ કરતા નથી. શાળા પરિવાર અને મારા માતા પિતાનું મને ખૂબ જ સપોર્ટ મળેલો છે. મારા પિતાનું નામ હરેશ કારેલિયા છે અને તે મજૂરીકામ કરે છે. જ્યારે માતાનું નામ દક્ષાબેન છે. મારું મામલતદાર બનવાનું સ્વપ્ન છે. મારો જન્મ થયો ત્યારે બધા એમ કહેતા હતા કે દીકરી કંઈ ન કરી શકે એટલે જ મારે બતાવવું છે કે દીકરી શું કરી શકે. જોકે ત્યારબાદ દીકરીના આંખમાં આંસુ આવી ગયા હતા અને કઈ બોલી શકી ન હતી. બોર્ડ પરીક્ષાના 10 દિવસ પૂર્વે એક્સ આર્મીમેન પિતાનું અવસાન, ભણવાનું મૂકી દેવાનું વિચારતી દીકરીને સ્કૂલે પરીક્ષા આપવા સપોર્ટ કર્યો ને 12 કોમર્સમાં 98.74 PR મેળવ્યા ધોરણ 12 કોમર્સની પરીક્ષા દરમિયાન શહેરની શ્રેયાંશ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હિતેશ્વરીબા વાઘેલાએ 98.74 પર્સન્ટાઈલ મેળવ્યા છે. સ્કૂલના પ્રિન્સિપલ વંશીકાબેન હિરાણી અને ટ્રસ્ટી મહેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, આ દીકરીના પિતા ફતેહસિંહ એક્સ આર્મી મેન હતા. એક વર્ષ પહેલા તેમણે પેરાલીસીસનો હુમલો આવ્યો હતો અને બ્રેઇન હેમરેજ થયુ હતુ. જેના કારણે છેલ્લા એક વર્ષથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જોકે દીકરીની પરીક્ષાના 10 દિવસ પૂર્વે પિતાનું અવસાન થયું. જેથી દીકરી પોતે અને તેનો પરિવાર પણ કહેતો હતો કે હવે ભણવું નથી. જોકે શાળા દ્વારા દીકરીને હિંમત આપવામાં આવી અને આજે તેને આટલું સારું પરિણામ મેળવ્યું છે. હવે આ દીકરી CA નો અભ્યાસ કરવા માંગે છે અને પિતાની જેમ આર્મીમાં વહીવટી કર્મચારી તરીકે જોડાવવું છે. પરીક્ષાના પ્રથમ પેપર વખતે જ પિતાનું હૃદયરોગના હૂમલાથી અવસાન, પુત્રીએ 79 ટકા મેળવ્યા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ દરમિયાન ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થિનીનો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ક્રિસ્ટી લુણાગરિયા કે જેનું પ્રથમ પેપર હતું ત્યારે જ પિતા સંજયભાઈને હાર્ટ એટેક આવ્યો અને તેમનું દુઃખદ અવસાન થયુ. ચાલુ પરીક્ષાએ પિતાની છત્રછાયા ગુમાવતી આ દીકરીએ ખૂબ જ હિંમત પૂર્વક તમામ પેપર આપ્યા અને 79 ટકા મેળવ્યા. તેમના માતા સુમિતાબેને ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી દીકરી આજે સવારથી રડે છે. તેની પરીક્ષાનું પ્રથમ પેપર હતું ત્યારે જ મારા પતિને હૃદય રોગનો હૂમલો આવ્યો અને તેમનું અવસાન થયુ. જે બાદ પણ ક્રિસ્ટીએ પરીક્ષાના તમામ પેપર આપ્યા અને આટલું સારું પરિણામ મેળવ્યું છે. આજે તે કઈ બોલી શકે તેવી પરિસ્થિતિમાં જ નથી અને તેથી જ અમે આજે સ્કૂલે પણ આવ્યા નથી. શ્રેયા ભીમજીયાણીને 99.99 PR, દાદાને હરખના આંસુ આવ્યા ધોરણ 12 સામાન્ય પ્રવાહની વિદ્યાર્થિની શ્રેયા ભીમજીયાણીએ જણાવ્યું હતું કે, મારે ધોરણ 12 કોમર્સમાં 99.99 PR આવ્યા છે. 687 માર્ક આવ્યા છે. જેમાં ચાર વિષયમાં 100 માંથી 100 માર્ક્સ આવ્યા છે. આ તમામ શ્રેય પરિવાર અને ટીચર્સને જાય છે કારણકે તે તમામ લોકોએ ખૂબ જ મહેનત કરેલી છે. ડેઈલી ટુ ડેઈલી વર્ક કરવાનું અને જ્યારે રીડિંગ હોય ત્યારે ફૂલ રીડીંગ કરવાનું. મારા પરિવારમાં હું એવી પ્રથમ છું કે જેને 99.99 PR આવ્યા છે જેથી પરિવારના લોકો ખૂબ જ ખુશ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સ્વપ્ન છે. વિદ્યાર્થિની શ્રેયાનું આટલું સારું પરિણામ આવતા તેમના દાદા ઈશ્વરભાઈ રડી પડ્યા હતા. તેમણે જણાવ્યું કે આશા ન્હોતી એટલું સારું પરિણામ આવ્યું છે. આગળ CA બનવાની તેમની ઈચ્છા છે. 12 સાયન્સમાં મોદી સ્કૂલના 3 વિદ્યાર્થી બોર્ડ ફર્સ્ટ ધો.12 સાયન્સના પરિણામમાં મોદી સ્કૂલનું પરીણામ શ્રેષ્ઠ રહ્યું છે. ધો 12 સાયન્સ ગુજરાત બોર્ડના જાહેર થયેલ પરિણામમાં શિક્ષક પિતાના સંતાન શૈલેષ ડાંગર 99.99 PR સાથે બોર્ડ પ્રથમ રહ્યા છે તેઓએ ગુજકેટ મા પણ 99.98 PR મેળવેલ છે. આ ઉપરાંત ડૉક્ટર પિતાના સંતાન એવા મિહિર પટેલે ગુજકેટમા 120/120 ગુણ મેળવી 99.99 PR મેળવેલ છે. શાળા વિધાર્થી રીષિત વાઘેલાએ ગુજકેટમા 120/120 ગુણ મેળવી 99.99 PR મેળવેલ છે. આમ શાળા 3 વિધાર્થીઓ 99.99 PR સાથે બોર્ડ પ્રથમ પણ રહ્યા છે. આ ઉપરાંત શાળાના બોર્ડ ટોપ ટેનમાં 26 વિધાર્થીઓ, A1 ગ્રેડ માં 67 વિધાર્થીઓ જે સૌરાષ્ટ્ર-કચ્છ માં સૌથી વધુ છે. આ ઉપરાંત ધો. 12 કોમર્સના રિઝલ્ટમાં બોર્ડ ટોપ ટેનમાં 11 વિધાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં 99.99 PR સાથે બોર્ડ ફર્સ્ટ રુચિ શૈલેષભાઈ ધોકિયાએ સ્થાન મેળવેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2 વિદ્યાર્થીઓને 99.99 પર્સન્ટાઈલ શહેરની પ્રીમિયર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રશમ શાહને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઓવરઓલ 99.99 પર્સન્ટાઈલ આવ્યા છે. જે બોર્ડ ફર્સ્ટ રહ્યો છે. જ્યારે આ જ સ્કૂલની વિદ્યાર્થિની કાવ્યા ચુડાસમાને થિયરીમાં 99.99 PR આવ્યા છે. જે પણ બોર્ડ ફર્સ્ટ છે. બંને વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રીમાં 100 માંથી 100 માર્ક્સ છે. સફળતાનો શ્રેય માતા-પિતા અને શિક્ષકોને: મહેક પઢીયાર પોતાના શાનદાર પરિણામથી પરિવારનું નામ રોશન કરનાર વિદ્યાર્થીની મહેક પઢીયારે પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા અને શિક્ષકોને આપ્યો છે. મહેકે જણાવ્યું હતું કે, તેના માતા-પિતાએ તેને અને તેના ભાઈ-બહેનોને ભણાવવા માટે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. તેનું એક સપનું હતું કે તે એવા સ્તરે પહોંચે જ્યાં તેના માતા-પિતાને તેના પર ગર્વ થાય. આજે સારા પરિણામ દ્વારા માતા-પિતાનું સપનું સાકાર કરવાનો પ્રયાસ કર્યોપઢીયા ઉપરાંત, મહેકે પોતાની શાળાના યોગદાનને પણ બિરદાવ્યું હતું. તેણે કહ્યું કે શાળાના શિક્ષકોએ તેને ડગલે ને ડગલે માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને જ્યાં પણ જરૂર પડી ત્યાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. માતા-પિતાનો સંઘર્ષ અને શાળાના શિક્ષકોના યોગ્ય ગાઈડન્સને કારણે જ પોતાને આ સફળતા મળી હોવાનું મહેકે ઉમેર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ભાજપનો વિજયોત્સવ: બગવાડા ચોક ખાતે ઉજવણી:પશ્ચિમ બંગાળ, આસામ, પુંડુચેરીની જીતને ફટાકડા ફોડી વધાવાઈ; મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
    Next Article
    હિંમતનગરમાં ભાજપ કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો:પશ્ચિમ બંગાળમાં સત્તા આવતા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment