Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ભાજપ કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો:પશ્ચિમ બંગાળમાં સત્તા આવતા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી

    4 days ago

    પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હિંમતનગરમાં ભાજપ કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. સોમવારે ટાવર ચોક ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ પશ્ચિમ બંગાળમાં ભાજપની સત્તા આવવાના દાવા સાથે ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે જાલમુરીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને પશ્ચિમ બંગાળમાં પ્રચાર દરમિયાન જાલમુરી ખાધી હતી, જેનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાને યાદ કરીને કાર્યકરોએ જાલમુરી વહેંચી હતી. આ વિજયોત્સવમાં નગરપાલિકાના નવનિર્વાચિત સભ્યો, તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં પણ સોમવારે વિવિધ તાલુકા મથકોએ ભાજપ દ્વારા આવા જ વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પરીક્ષા વખતે જ પિતા ગુમાવતી 2 પુત્રીની સફળતાને સેલ્યુટ:રાજકોટમાં ધો.12માં ગેરેજમાં કામ કરતા પિતાની પુત્રીને 99.99 PR, મજૂરીકામ કરતા પરિવારની 2 દીકરી રાંકનું રતન : વિજ્ઞાન પ્રવાહનું 93.96%, સામાન્ય પ્રવાહનું 93.69% પરિણામ
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:SBI લૂંટ કેસમાં ચોંકાવનારો ખુલાસો, 2 આરોપી UPથી ઝડપાયા; ત્રણ રાજ્યોમાં ભાજપની જીતની સુરતમાં ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment