Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતા-પુત્રના મૃતદેહ લઈ જવાનો ફ્લાઈટ ઓપરેટરનો ઇનકાર:જબલપુર એરપોર્ટ પર કહ્યું- દુર્ગંધ આવી રહી છે; અધિકારીઓએ મનાવ્યા-સ્પ્રે છાંટ્યો, ત્યારે ઉડાન ભરી

    2 days ago

    જબલપુરના બરગી ક્રુઝ અકસ્માતમાં સિસ્ટમની બેદરકારીને કારણે 13 લોકોના જીવ ગયા. પ્રાથમિક તપાસમાં ખરાબ હવામાનની ચેતવણીની અવગણનાને તેનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. હદ તો એ છે કે મૃતકોના મૃતદેહોની પણ દુર્દશા કરવામાં આવી રહી છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર ઓર્ડનન્સ ફેક્ટરીના કર્મચારી કામરાજ આર અને તેમના 5 વર્ષના પુત્ર શ્રીતમિલના મૃતદેહને લઈ જવાની ફ્લાઇટ ઓપરેટરે ના પાડી દીધી. તર્ક આપ્યો કે મૃતદેહો વિઘટિત થઈ રહ્યા છે. દુર્ગંધ આવી રહી છે. આવા સંજોગોમાં તે તેમને લઈ જઈ શકતો નથી. તેની જાણ થતાં જ વહીવટી અધિકારીઓ સક્રિય થયા અને ઓપરેટરને સમજાવીને મૃતદેહોને ફ્લાઇટમાં રખાવ્યા. તેને કારણે ફ્લાઇટે તેના નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી ઉડાન ભરી. ખરાબ હવામાનને કારણે રવિવારે ઉડાન ભરી શકાઈ ન હતી જબલપુરના બરગી ડેમમાં 30 એપ્રિલે મધ્યપ્રદેશ પર્યટન વિભાગનું ક્રુઝ ડૂબી ગયું હતું. તેમાં સવાર 13 પ્રવાસીઓના મોત થયા હતા. તે જ દિવસે 30 એપ્રિલે 4 મૃતદેહ, 1 મેના રોજ 5, 2 મેના રોજ 2 અને 3 મેના રોજ બે મૃતદેહ તરતા મળ્યા હતા. મૃતકોમાં 4 બાળકો અને 8 મહિલાઓનો સમાવેશ થાય છે. 28 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. શ્રીતમિલનો મૃતદેહ 2 મેના રોજ મળ્યો હતો જ્યારે કામરાજનો મૃતદેહ 3 મેની સવારે મળ્યો હતો. રવિવારે સાંજે જ કામરાજ અને શ્રીતમિલના મૃતદેહને લઈને ખમરિયા હોસ્પિટલથી એમ્બ્યુલન્સ ડુમના એરપોર્ટ જવા રવાના થઈ હતી. રાંઝી પહોંચતા જાણવા મળ્યું કે ત્રિચીનું હવામાન ખરાબ છે, વિમાન લેન્ડ કરી શકશે નહીં. તેથી એમ્બ્યુલન્સ પાછી હોસ્પિટલ આવી ગઈ અને બંને મૃતદેહોને મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યા. ઓપરેટરે કહ્યું- દુર્ગંધ આવી રહી છે, બોડી લઈ જઈ શકાય નહીં આર્ડનન્સ ફેક્ટરીમાં કામરાજના સહકર્મી સુરેશ કન્નાએ ભાસ્કરને જણાવ્યું કે- સોમવારે સવારે 6 વાગ્યે નિર્ધારિત સમયે એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહ લઈને ડુમના એરપોર્ટ પહોંચી ગયા હતા. સાડા 7 વાગ્યે જેટ સર્વ એવિએશન કંપનીનું ચાર્ટર્ડ પ્લેન આવ્યું. તેને મધ્યપ્રદેશ સરકારે હાયર કર્યું હતું. જેવી જ બોડી તેમાં રાખવામાં આવી, ફ્લાઇટ ઓપરેટરે કહ્યું કે શબમાંથી દુર્ગંધ આવી રહી છે, આવી સ્થિતિમાં તેમને લઈ જઈ શકાય નહીં. આ મામલાની જાણકારી કલેક્ટર રાઘવેન્દ્ર સિંહને મળતા તેમણે રાંઝીના એસડીએમ મોનિકા વાઘમારેને એરપોર્ટ મોકલ્યા. તેમણે સ્પ્રેની વ્યવસ્થા કરી. બંને મૃતદેહોને ફરીથી કોફિનમાં ટેપિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ લગભગ 9 વાગ્યે ફ્લાઇટ ત્રિચી માટે રવાના થઈ શકી. પરિવારના 3 સભ્યોના મોત, ફક્ત મોટો દીકરો જ બચ્યો કામરાજ મૂળભૂત રીતે તમિલનાડુના ત્રિચીના રહેવાસી હતા. 2010માં આર્ડનન્સ ફેક્ટરીમાં તેમને નોકરી મળી. પરિવારમાં પત્ની ઉપરાંત બે બાળકો હતા. ક્રુઝ દુર્ઘટનામાં કામરાજનો ફક્ત મોટો દીકરો પૂવીથરન જ બચ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં ભાજપ 185 બેઠકો પર આગળ, 15 પર જીત:મમતા અને સુવેન્દુ ભવાનીપુર કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા; બહાર ભારે ફોર્સ તૈનાત
    Next Article
    પાટણમાં ભાજપનો વિજયોત્સવ: બગવાડા ચોક ખાતે ઉજવણી:પશ્ચિમ બંગાળ, આસામ, પુંડુચેરીની જીતને ફટાકડા ફોડી વધાવાઈ; મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment