Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં યુવાનોએ મમતાના ફોટાને પગથી કચડ્યા:યુવા યોધ્ધા સંગઠને કહ્યું, જનતા ત્રાસથી થાકી હતી અને તેથી પરિવર્તન આવ્યું છે

    10 hours ago

    વડોદરા શહેરમાં પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો અને રાજકીય સ્થિતિને પગલે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. શહેરના યુવા યોદ્ધા સંગઠન દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે એક અત્યંત આક્રમક અને અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મમતાના ફોટાને પગથી કચડ્યા હતા. ‘જો આજે મમતા જીતી હોત તો નરસંહાર થાત’ સંગઠનના ભગવાન ભરવાડે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં હાલ સુધી રાક્ષસ કુળની સરકાર હતી. હવે હિન્દુઓની સરકાર આવી છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદર્શનને વધાવતા મમતા બેનર્જીની નીતિઓનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો. યુવાનોએ રસ્તા પર મમતા બેનર્જીના પોસ્ટરો અને ફોટાઓ બિછાવી દીધા હતા અને તેના પર ચાલીને કે પગથી કચડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ‘જનતા મમતાના ત્રાસથી થાકી હતી અને તેથી પરિવર્તન આવ્યું છે’ ભગવાન ભરવાડે જણાવ્યું હતું કે, મમતાના ગુંડા યુવતીઓનું અપહરણ કરીને ગેંગરેપ કરતા હતા. હવે જ્યારે ભાજપની સરકાર આવી છે ત્યારે હવે એ ગુંડાઓને પકડીને ફાંસીના માંચડે ચઢાવવા જોઈએ. યુવાનોના આ પ્રકારના વિરોધ પાછળ યુવાનોનો તર્ક હતો કે બંગાળની જનતા પર થતા અત્યાચારો અને લોકશાહીના હનન સામે આ તેમનો આક્રોશ છે. જનતા તેઓના ત્રાસથી થાકી હતી અને તેથી પરિવર્તન આવ્યું છે. ‘જીતનો શ્રેય અમિત શાહ અને યોગી આદિત્યનાથને’ વિરોધ પ્રદર્શનમાં સામેલ યુવાનોના હાથમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટાઓ જોવા મળ્યા હતા. યુવાનોએ આ બંને નેતાઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને જણાવ્યું હતું કે દેશને આવા મક્કમ નેતૃત્વની જરૂર છે અને આ જીતનો શ્રેય તેમને જાય છે. પ્રદર્શનકારીઓએ પશ્ચિમ બંગાળમાં ભાજપની મજબૂત પકડ અને વિજયી લહેરની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ આપ્યો હતો. યુવાનોએ જણાવ્યું હતું કે, અમિત શાહે ચાર મહિના સુઘી ત્યાં રહીને સ્ટ્રેટેજી ગોઠવી હતી અને પારદર્શક ચૂંટણી થાય તે માટેની વ્યવસ્થા ગોઠવી હતી જેનું આ પરિણામ છે.
    Click here to Read More
    Previous Article
    કુંભારીયા સેન્ટર સાયન્સમાં રાજ્યમાં પ્રથમ:બનાસકાંઠા સામાન્ય પ્રવાહમાં બીજા ક્રમે, પરિણામમાં વધારો
    Next Article
    'સુરત SBIમાં લૂંટ સમયે બેંકમાં એકપણ સિક્યુરિટી ગાર્ડ નહોતો':SBI સ્ટાફ ફેડરેશનના પ્રમુખનો ચોંકાવનારો ખુલાસો, સુરક્ષા સહિતના મુદ્દે 25 અને 26મેએ દેશવ્યાપી હડતાળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment