Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સુરત SBIમાં લૂંટ સમયે બેંકમાં એકપણ સિક્યુરિટી ગાર્ડ નહોતો':SBI સ્ટાફ ફેડરેશનના પ્રમુખનો ચોંકાવનારો ખુલાસો, સુરક્ષા સહિતના મુદ્દે 25 અને 26મેએ દેશવ્યાપી હડતાળ

    9 hours ago

    સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં થયેલી લાખો રૂપિયાની દિલધડક લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે બે આરોપીઓને UPથી દબોચી લીધા છે. તો બીજી તરફ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશનના પ્રમુખ દ્વારા લૂંટને લઈ ચોંકાવનારો ખુલાસો કરાયો છે. વરાછામાં આવેલી બેંકની શાખામાં જ્યારે લૂંટારુઓ ત્રાટક્યા ત્યારે કેસ લઈને આવેલી એજન્સીના કે બેંકના કોઈપણ ગાર્ડ હાજર ન હોવાનો સ્વીકાર કર્યો છે. બેંકમાં કર્મચારીઓની સુરક્ષા સહિતના પ્રશ્ને SBIના કર્મચારીઓ દ્વારા આગામી 25 અને 26 મેએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ફેડરેશનના પ્રમુખે સ્વીકાર્યું- 'બ્રાન્ચમાં ગાર્ડની ગેરહાજરી મોટી ચૂક હતી' સુરતની જે બ્રાન્ચમાં લૂંટ થઈ ત્યાંની સ્થિતિ અત્યંત દયનીય હતી. બેંકમાં કરોડોની કેશ, ગોલ્ડ લોન અને ATM હોવા છતાં કોઈ કાયમી સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યો ન હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશનના પ્રેસિડેન્ટ પંકજ કૌશિકે જણાવ્યું હતું કે, "બ્રાન્ચમાં ગાર્ડનું ન હોવું એ સૌથી મોટી ચૂક હતી. લૂંટારુઓ સુનિયોજિત રીતે આવ્યા હતા કારણ કે તેમને ખબર હતી કે અહીં સુરક્ષા વ્યવસ્થા નબળી છે." ખાનગી એજન્સી દ્વારા કેશ લાવવામાં આવે છે, પરંતુ તેમના ગાર્ડ પણ બેંકની બહાર જ ઉભા રહે છે, અંદર સુરક્ષા આપતા નથી, જેના કારણે કર્મચારીઓ અને ગ્રાહકોના જીવ જોખમમાં મુકાયા છે. ઘટના અંગે વિગતો આપતા પંકજ કૌશિકે કહ્યું કે, "લૂંટારુઓ હથિયારો સાથે જે રીતે ઘૂસ્યા હતા, તે જોતા કંઈ પણ અઘટિત બની શક્યું હોત. તે સમયે સ્ટાફના સભ્યોએ અત્યંત હિંમત બતાવી હતી. લૂંટારુઓએ સ્ટાફને એલાર્મ વગાડવાની તક પણ આપી નહોતી, છતાં સ્ટાફે ગ્રાહકોની રક્ષા કરી. અમે છેલ્લા બે વર્ષથી મેનેજમેન્ટ સાથે આ બાબતે ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ જ્યારે લોકો ડરવા લાગ્યા અને કામ કરવું મુશ્કેલ બન્યું ત્યારે અમારે હડતાલનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે." બેંકની સિક્યુરિટીનું કામ એક્સ આર્મીમેનને સોંપવા માગ બેંકિંગ વ્યવસ્થામાં સતત આઉટસોર્સિંગ વધતા સુરક્ષામાં ગાબડા પડી રહ્યા છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે બેંક દ્વારા મેસેન્જર અને સિક્યુરિટી ગાર્ડની કાયમી ભરતી કરવામાં આવતી નથી. ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે, જેઓ માત્ર નફા પર ધ્યાન આપે છે, સુરક્ષા પર નહીં. પંકજ કૌશિકે ઉમેર્યું કે, "સર્કલ લેવલ પર પ્રાઈવેટ એજન્સીને કામ કેવી રીતે સોંપાયું તેની તપાસ થવી જોઈએ. અમારો અને મેનેજમેન્ટનો આવો કોઈ એગ્રીમેન્ટ નથી. અમે ઈચ્છીએ છીએ કે નિવૃત્ત ફોજીઓની ગાર્ડ તરીકે કાયમી ભરતી કરવામાં આવે." 'બઝરને સક્રિય કરવા માટે તેને 5 થી 10 સેકન્ડ સુધી સતત દબાવી રાખવું પડે છે' બેંકમાં સુરક્ષા માટે રાખવામાં આવતું એલાર્મ બઝર કટોકટીના સમયે જીવનરક્ષક સાબિત થઈ શકે છે, પરંતુ સુરતની ઘટનામાં તેની મર્યાદાઓ પણ સામે આવી છે. સામાન્ય રીતે, આ બઝરને સક્રિય કરવા માટે તેને 5 થી 10 સેકન્ડ સુધી સતત દબાવી રાખવું પડે છે, જે લૂંટ જેવી અત્યંત તણાવપૂર્ણ અને ઝડપી ઘટના દરમિયાન કર્મચારીઓ માટે મુશ્કેલ બની જાય છે. જ્યારે હથિયારધારી લૂંટારુઓ સ્ટાફ પર નજર રાખીને ઉભા હોય, ત્યારે આટલા લાંબા સમય સુધી બટન દબાવી રાખવાની તક મળવી અશક્ય જેવી હોય છે. એસબીઆઈ સ્ટાફ ફેડરેશનના પ્રેસિડેન્ટ પંકજ કૌશિકના જણાવ્યા મુજબ, સ્ટાફે પ્રયત્ન કરવા છતાં લૂંટારુઓની સતર્કતાને કારણે બઝર વાગી શક્યું નહોતું. આ બાબત સૂચવે છે કે બેંકોમાં માત્ર બઝર હોવું પૂરતું નથી, પરંતુ તે એવી આધુનિક ટેકનોલોજી પર આધારિત હોવું જોઈએ જે એક સેકન્ડના સ્પર્શથી જ તરત કાર્યરત થઈ જાય અને પોલીસ તથા નજીકના સુરક્ષા તંત્રને ચેતવણી મોકલી શકે. બેંક કર્મચારીઓની સુરક્ષા સહિતના મુદ્દે 25 અને 26 મેએ રાજ્યવ્યાપી હડતાળ સ્ટાફ ફેડરેશનની હડતાલમાં નવી પેન્શન સ્કીમ (NPS)નો મુદ્દો પણ કેન્દ્રસ્થાને છે. કર્મચારીઓની માંગ છે કે ભારત સરકારની લેટેસ્ટ ગાઈડલાઈન્સ મુજબ NPS લાગુ કરવામાં આવે. આ સાથે જ લાંબા સમયથી અટવાયેલી મેસેન્જર રિક્રુટમેન્ટની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે. સુરતમાં બનેલી ઘટનાએ કર્મચારીઓમાં અસલામતીની લાગણી જન્માવી છે, જેને કારણે હવે તેઓ લડી લેવાના મૂડમાં છે. આ દેશવ્યાપી હડતાલને કારણે 25 અને 26 તારીખે સ્ટેટ બેંકની તમામ બ્રાન્ચોમાં કામકાજ બંધ રહેશે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કરોડોના ટ્રાન્ઝેક્શન અટકી શકે છે. કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો મેનેજમેન્ટ હજુ પણ આંખ આડા કાન કરશે તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. સુરતની ઘટના એક ચેતવણી સમાન છે અને જો હવે પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં ગ્રાહકો અને સ્ટાફની સુરક્ષા વધુ જોખમાશે. બેંક કર્મચારીઓની મુખ્ય 5 માગણીઓ
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં યુવાનોએ મમતાના ફોટાને પગથી કચડ્યા:યુવા યોધ્ધા સંગઠને કહ્યું, જનતા ત્રાસથી થાકી હતી અને તેથી પરિવર્તન આવ્યું છે
    Next Article
    તમિલનાડુમાં થલાપતિનો 'વિજય' ઘોષ:રડતા-બૂમો પાડતા ચાહકોના ભરોસે સ્ટારથી CMની ખુરશી સુધી પહોંચ્યા, જીતના 5 કારણો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment