Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારીયા સેન્ટર સાયન્સમાં રાજ્યમાં પ્રથમ:બનાસકાંઠા સામાન્ય પ્રવાહમાં બીજા ક્રમે, પરિણામમાં વધારો

    11 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 આર્ટસ અને સાયન્સનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા અને વાવ જિલ્લાનું પરિણામ ઉત્તમ રહ્યું છે. સામાન્ય પ્રવાહમાં કુલ 25,487 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 24,902 ઉત્તીર્ણ થયા. બનાસકાંઠા જિલ્લાનું કુલ પરિણામ 97.71% રહ્યું છે, જે રાજ્યમાં બીજા ક્રમે છે. ગત વર્ષે આ પરિણામ 97.20% હતું, જેમાં આ વર્ષે વધારો નોંધાયો છે. તડાવ અને કોટડા સેન્ટરો સામાન્ય પ્રવાહના પરિણામમાં રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યા છે. જિલ્લામાં કુલ 189 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ અને 2,525 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં કુલ 6,065 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 5,485 ઉત્તીર્ણ થયા. જિલ્લાનું પરિણામ 90.45% રહ્યું છે, જે રાજ્યમાં છઠ્ઠા ક્રમે છે. ગત વર્ષે આ પરિણામ 89.25% હતું, જેમાં પણ વધારો જોવા મળ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં 30 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ અને 520 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો છે. સાયન્સમાં કુંભારીયા સેન્ટર સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું છે. બનાસકાંઠા અને વાવ જિલ્લાનું સંયુક્ત પરિણામ ઉત્તમ રહ્યું છે અને ગત વર્ષની સરખામણીમાં બંને પ્રવાહના પરિણામમાં સારો વધારો જોવા મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સ્કોર્પિયોએ ટક્કર મારતા ઈકો કારનો બુકડો બોલાયો, CCTV:ગોંડલ રોડ પર લૌકિક પ્રસંગથી પરત ફરતા પરિવારને કાળ ભેટ્યો, બેના મોત; 5 ઇજાગ્રસ્ત
    Next Article
    વડોદરામાં યુવાનોએ મમતાના ફોટાને પગથી કચડ્યા:યુવા યોધ્ધા સંગઠને કહ્યું, જનતા ત્રાસથી થાકી હતી અને તેથી પરિવર્તન આવ્યું છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment