Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ડીજે આઇસરે કચડી નાખતાં બાઈકચાલકનું માથું છુંદાયું, CCTV:પારેવડી ચોક પાસે એક પછી એક 5 વાહનોને ટક્કર મારી, 3ને ઈજા

    6 hours ago

    રાજકોટના પારેવડી ચોક ખાતે એક પૂરપાટ ડીજે આઇસર ટેમ્પાએ એક પછી એક એમ પાંચ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં ટેમ્પા નીચે કચડાઈ જતાં બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે, જ્યારે 3થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ત્યારે આ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આઇસર ટેમ્પાએ પાંચ વાહનોને ટક્કર મારી ડીજેનો સામાન ભરી આઇસર ટેમ્પો ભગવતીપરા પુલ પરથી પૂરપાટ ઝડપે નીચે ઉતરી રહ્યો હતો. તે દરમિયાન ડ્રાઇવરે વાહન પરથી કાબુ ગુમાવી દેતાં પહેલાં આગળ જતી રિક્ષા ત્યારબાદ બાઈકચાલકને અડફેટે લીધા હતા. બંને વાહનોને અડફેટે લીધા બાદ ટેમ્પાચાલકે આગળ અન્ય બે રિક્ષા અને એક કારને અડફેટે લીધી હતી. ટેમ્પાનું ટાયર ફરી વળતાં બાઈકચાલકનું મોત આ અકસ્માતમાં બાઈકચાલક પરથી આઇસરનું ટાયર ફરી વળતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ પણ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડ્યા હતા. આઇસર ચાલક નિયંત્રણ ગુમાવી બેઠો હતો: પરેશ વાણિયા અકસ્માતનો ભોગ બનનાર પરેશ વાણિયાએ જણાવ્યું હતું કે, હું ભગવતીપરા તરફથી ઢાળ ઉતરી રહ્યો હતો, ત્યારે અચાનક જ પાછળથી આવતી આઇસરે સીધેસીધી મારી ગાડીને ટક્કર મારી હતી. મારી ગાડી સાઇડમાં ફેંકાઈ ગઈ હતી. ત્યારબાદ આઇસરે આગળ જઈ બે-ત્રણ રિક્ષાઓ અને હોન્ડા બાઈકવાળા વૃદ્ધને અડફેટે લીધા હતા, જેમાં બાઈકવાડા વૃદ્ધ પર આખું વ્હીલ ફરી વળ્યું હતું. આઇસર ચાલક વાહન પરથી નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને કદાચ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હોય તેમ લાગ્યું હતું. પોલીસે આઇસર ચાલકની અટક કરી બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આઇસર ચાલકની અટક કરી છે તથા અકસ્માતનો ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આઇસર ચાલક બ્રેક ફેલ થઈ હોવાનો બચાવ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. તેમજ મૃતકની ઓળખ મેળવી તેના પરિવારને જાણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીના આર્થિક સલાહકારના પુત્ર એશિયન ગેમ્સમાંથી બહાર:વજન ઘટાડતી વખતે બેભાન થયા MMA ફાઇટર વરુણ સાન્યાલ; ક્વાર્ટર ફાઇનલ પહેલાં અનફિટ જાહેર
    Next Article
    તાલાલામાં પશુ ચરાવતા યુવક પર વીજળી પડી, ઘટનાસ્થળે જ મોત:જૂનાગઢ અને ગોંડલમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સાંજે 6 વાગ્યા સુધી 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment