Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં માવઠાના કહેરે બેના જીવ લીધા:ગાંધીનગરમાં 6 વર્ષીય માસૂમનું તો પાટણમાં 20 વર્ષીય યુવતીનું વીજળી પડતા મોત, હજી 3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

    3 days ago

    ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવેલા વરસાદ અને વીજળીના કહેરે ફરી એક વાર જાનમાલનું નુકસાન કર્યું છે. છેલ્લા બે દિવસમાં વીજળી પડવાથી એક 20 વર્ષીય યુવતી અને 6 વર્ષની બાળકી સહિત બે નિર્દોષોના મોત થયા છે, જ્યારે એક પરિવારના ત્રણ લોકો ઘાયલ થયા છે. વીજળી પડતાં બે લોકોના મોત, ત્રણ ઘાયલ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુલુસણ (મેલુસણ)ગામે ગત શુક્રવાર બપોરે અચાનક ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ખેતરમાં કામ કરી રહેલા રાધેસંગ ઠાકોરના પરિવારે વરસાદથી બચવા લીંબડાના વૃક્ષ નીચે આશરો લીધો ત્યારે વીજળી પડતાં 20 વર્ષીય પરિણીત યુવતી આનંદબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમની માતા હેતલબેન અને સુરતાબેન સહિત પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. તદુપરાંત સિદ્ધપુર તાલુકાના ઘુમ્મડ ગામે વીજળી પડતાં એક ખેડૂતની ભેંસનું મોત થયું હતું. 6 વર્ષની બાળકીનું વીજળી પડતાં મોત આ દરમિયાન જ ગાંધીનગરના દહેગામના બારીયા બારડોલી ગામે અને નારપુરા જવાના માર્ગ પર ખેતરમાં વીજળી પડી હતી. જેમાં 6 વર્ષની બાળકીનું વીજળી પડતાં મોત થયું હતું. 7 એપ્રિલે ગાજવીજ સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે, આજે સૌરાષ્ટ્ર (અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ) અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની સંભાવના છે. 7 એપ્રિલે દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, તાપી, નર્મદા અને ડાંગમાં વરસાદ પડી શકે છે. 8 એપ્રિલ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થશે અને વરસાદની સંભાવના લગભગ નહીં રહે. અગાઉ સુરતમાં મિની વાવાઝોડાના કારણે મોત સુરતમાં 19 માર્ચે આવેલા મિની વાવાઝોડાએ પણ ત્રણ લોકોનો ભોગ લીધો હતો. પર્વત પાટિયા વિસ્તારમાં શાયોના પ્લાઝા પાસે મનપાનું લોખંડનું વિશાળ બોર્ડ ધરાશાયી થતાં મુકેશકુમાર નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તે જ દિવસે સચિનના હળપતિવાસમાં વાવાઝોડાના કારણે એક રૂમની દિવાલ તૂટી પડતાં છનાભાઈ સુમનભાઈ રાઠોડ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 21 માર્ચે તેમનું મોત નીપજ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં પણ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. બે સિસ્ટમના કારણે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા વગેરેમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 એપ્રિલના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 એપ્રિલના રોજ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેને કારણે કચ્છ-ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગતરોજ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણ માં પલટો આવતા માવઠું થયું હતું. અમદાવાદમાં પણ સમી સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પૂર્વ વિસ્તારના ઓઢવ, નિકોલ, નરોડા, વિરાટનગર, સિંગરવા, વસ્ત્રાલ, કઠવાડા જેવા વિસ્તારોમાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતાં અને ભારે પવન સાથે વરસાદ પણ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ‘Do not disrespect the gut and brain axis’: Rujuta Diwekar shares vital warning against reading in the toilet
    Next Article
    ગેસ ગોડાઉનમાં બ્લાસ્ટ,3નાં મોત:ભાજપ ઓફિસ સામેથી ઓવૈસીએ કર્યો ચૂંટણીનો શંખનાદ, ટ્રેનના પાટામાં ઘૂસી ગયો યુવક, હવામાન વિભાગની આગાહીએ વધારી ચિંતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment