Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મેં છ મહિના પહેલાં પત્ની-દીકરીને હત્યા કરી દાટી દીધી':પોલીસે ઘરમાં ખાડો ખોદ્યો ને બન્નેની લાશ મળી, વડનગર સિવિલના ચોથા માળેથી કુદી પતિની આત્મહત્યા, સુસાઈડ નોટથી ઘટસ્ફોટ

    16 hours ago

    ગતરોજ 3 મે, 2026ની રાતે વડનગરની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી ગિરીશ પરમાર નામના યુવકે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટનાએ સમગ્ર મહેસાણા પંથકમાં ખળભળાટ મચાવ્યો છે. જોકે, શરૂઆતમાં આ ઘટના માત્ર એક સામાન્ય આપઘાત લાગતી હતી. પરંતુ ગિરીશના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળતા જ નવો વળાંક આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગિરીશે ચાર વર્ષ અગાઉ બેચરાજીના ગાભુ ગામની પ્રિયંકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, મેં છ મહિના પહેલા મારી પત્ની પ્રિયંકા અને દીકરી પરીની હત્યા કરી દીધી છે. શાહપુર વડ સ્થિત મારા ઘરની પાસે આવેલા અન્ય એક મકાનના છેલ્લા રૂમમાં મારી દીકરી પરી અને પત્ની પ્રિયંકાને દાટી દીધી છે. સુસાઈડ નોટના આ ખુલાસાને પગલે વડનગર પોલીસનો કાફલો 3-4 મજૂરો સાથે મૃતદેહોની શોધખોળ કરવા શાહપુર વડ ગામે પહોંચ્યો હતો. પોલીસે ઘર ખોલાવી ત્રણ મજૂરો મારફતે સતત બે કલાક સુધી ખોદકામ કરાવ્યા બાદ મૃતકની પ્રિયંકા અને દીકરી પરીના કપડામાં વીંટેલા કંકાલ જમીનમાં દટેલી હાલતમાં મળી આવ્યા હતા. દીકરી અને પત્નીની હત્યા કર્યા બાદ ગિરીશ પરમારે ત્યાં પ્લાસ્ટર પણ કરી દીધું હતું. પોલીસે પ્લાસ્ટર તોડી લાશો બહાર કાઢી હતી. પોલીસે ઘરમાંથી એક છરો પણ મળી આવ્યો હોવાની વિગત સામે આવી છે. આ અંગે મૃતક પ્રિયંકાના પિતા રાજુભાઇ રાવળે ભાસ્કરને જણાવ્યું કે, મારે અને મારા પિતાને બનતું નહોતું.જેથી મારી દીકરી નાનપણથી મારા પિતા રમણ ભાઈ પાસે નાની મોટી થઈ હતી અને મહેસાણા કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેણીએ MSW કર્યું છે. અભ્યાસ દરમિયાન ગિરીશ પરમાર અને મારી દીકરી સંપર્કમાં આવ્યા હતા અને ચાર વર્ષ અગાઉ ભાગી ગયા હતા. 18 સપ્ટેમ્બર 2025ના રોજ મારા પિતા રમણભાઈએ છેલ્લી વાર પ્રિયંકા સાથે વાત કરી હતી અને તે દરમિયાન બપોરે 3 વાગ્યે ગિરીશ પરમારે મારા પિતાને કોલ કરી જાણ કરી હતી કે પ્રિયંકા ક્યાંક ભાગી ગઈ છે. આમ ગિરીશ છ સાત માસથી મારા પિતા રમણભાઈને ગોળગોળ ફેરવ્યા કરતો હતો. આખરે મારા પિતાથી રહેવાયું નહીં એટલે એમણે 15 દિવસ પહેલા વડનગર પોલીસમાં પ્રિયંકાના ગુમ થવા અંગેની જાણવાજોગ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે ગિરીશને પૂછપરછ માટે બોલાવતા તેને ડર હતો કે હું પકડાઈ જઈશ જેથી તેણે વડનગર સિવિલ હોસ્પિટલ પરથી છલાંગ લગાવી હતી. મારી દીકરી ભાગી જવાથી અમે તમામ સંપર્ક તોડી દીધા હતા.બાકી મને કંઈ જાણ નથી. જ્યારે DYSP જય કંસારાએ જણાવ્યું કે પારિવારિક ઘર કંકાસમાં આ બનાવને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકના ખિસ્સામાથી સુસાઇડ નોટ મળી હતી તેના આધારે પોલીસે શાહપુર વડ ગામે આવેલા ઘરે તપાસ કરતા બે કંકાલ મળી આવ્યા હતા.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 3 મેના રોજ વડનગર સિવિલના ચોથા માળેથી કુદી ગયો હતો વડનગર તાલુકાના શાહપુર વડ ગામના રહેવાસી અને હીરાના કારખાનામાં કામ કરતા ગિરીશ બાબુભાઇ પરમારે ગઈકાલે(3 મે, 2026) સાંજે વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. હોસ્પિટલ જેવા જાહેર સ્થળે બનેલી આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે. ગુનો છુપાવવા માટે અફવા ફેલાવી હતી તપાસમાં સામે આવ્યું છે કે ગિરીશે અંદાજે છ મહિના અગાઉ આ હત્યાકાંડને અંજામ આપી પત્ની અને પુત્રી ગુમ થઈ હોવાની અફવા ફેલાવી હતી અને પોતે પોતાની બહેનના ઘરે રહેવા જતો રહ્યો હતો. લાંબા સમયથી પત્ની-પુત્રી ગુમ હોવા છતાં ગિરીશ પોલીસ ફરિયાદ કરવામાં આનાકાની કરતો હતો, જેથી અંતે પ્રિયંકાના દાદાએ 15 દિવસ પહેલા વડનગર પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. મૃતક પ્રિયંકાના દાદા રમણભાઈએ આ ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, 18.09ના રોજ ગિરિશે પ્રિયંકાના દાદાને ફોન કર્યો હતો અને કહ્યું કે, તમારી છોકરી જતી રહી છે અને સાથે દીકરી અને ઘરેણા પણ લઈ ગઈ છે. તમે ચિંતા કરતા નહીં એ પોતાની રીતે આવી જશે. જોકે, 6 મહિના પછી પણ તેની પાછી આવવાની કોઈ ખબર મળી નહીં એટલે મે ફરિયાદ નોંધાવી. પોલીસ પૂછપરછના ડરે મોત વહાલું કર્યું ફરિયાદ નોંધાયા બાદ ગિરિશના મનમાં એવો ડર ઘૂસી ગયો હતો કે, પોલીસ તપાસમાં તેનો ભાંડો ફૂટી જશે અને તેને પકડી લેશે એટલે તપાસની સોય તેના સુધી પહોંચે તે પૂર્વે જ ગિરિશે વડનગરની સિવિલના ચોથા માળે જઈ ત્યાંથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું. આ કમકમાટીભરી ઘટનાને કારણે મૃતક ગિરીશના અન્ય સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે, જેનાથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. વડનગર પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    લૌકિક પ્રસંગ પતાવી પરત ફરી રહેલા પરિવારને કાળ ભેટ્યો:રાજકોટના ગોંડલ રોડ પર ઇકો અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માતમાં 2ના મોત 5 ઇજાગ્રસ્ત, CCTV આવ્યા સામે
    Next Article
    સુરતમાં ઠગબાજોની નવી મોડસ ઓપરેન્ડી ઝડપાઈ, LIVE ડેમો:30 લાખનું સોનુ લેવા ચલણી નોટ સાઈઝની કાગળની થપ્પી આપી, વેપારીને ઘરે જઈને ગણવા કહ્યું'ને બંગાળી ગેંગનો ભાંડો ફૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment